બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / spain canary islands sea boat accident

દુર્ઘટના / સ્પેન જઈ રહેલી બોટ સાથે મોટી દુર્ઘટના: 52 લોકોના મોતની આશંકા, 1 મહિલા જીવીત મળી આવી

Kavan

Last Updated: 08:35 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એટલાન્ટિક મહાસાગરમાં એક મોટી હોનારત સર્જાઈ હતી. ડુબતી નાવમાંથી એક મહિલાને બચાવકર્મીઓએ બચાવી લીધી હતી. જો કે,52 લોકોના મોત થયાની આશંકા છે.

  • એટલાન્ટિક મહાસાગરમાં મોટી હોનારત
  • બોટ ડૂબી જતા 52 લોકોના મૃત્યુ
  • છાશવારે બને છે દુર્ઘટના 

મહિલાએ બચાવકર્મચારીઓને જણાવ્યું હતું કે,  એક અઠવાડિયા પહેલા આફ્રિકાથી રવાના થયેલી આ બોટમાં 53 પ્રવાસીઓ હતા, જો કે, ત્યારબાદ કેનરી દ્વીપના દક્ષિણ વિસ્તારમાં 255 કિલોમીટર દૂર એક મોટા જહાજને આ નાવ નજરે પડી હતી અને તેમણે સ્પેનની ઈમરજન્સી સેવાને આ અંગે ધ્યાન દોર્યું હતું. 

અર્ધ ડૂબેલી હાલતમાં મળી આવી બોટ 

સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, અર્ધ ડૂબેલ સ્થિતિમાં મળી આવેલ બોટમાં મહિલા મળી હતી તેની આજુબાજુમાંથી કેટલાક પુરુષો અને મહિલાઓના મૃતદેહો પડ્યા હતા. મહિલાએ બચાવકર્મીને જણાવ્યું હતું કે, આ બોટ પશ્ચિમ સહારા તટથી રવાના થઈ હતી જેનાપર આવરી કોસ્ટના પ્રવાસીઓ સવાર હતા. જો કે, હજી સુધી આ મહિલા અને તેના સ્વાસ્થ્યને લઈને કોઈ ચોક્કસ જાણકારી સામે આવી નથી. 

છાશવારે બને છે દુર્ઘટના 

પ્રવાસીઓ ભૂ-માર્ગ અથવા સમુદ્રી માર્ગથી યુરોપીયન જમીન પર પહોંચવાનો પ્રયાસ કરતા લોકો પોતાનો જીવ જોખમમાં મુકે છે અને એટલા માટે એટલાન્ટિક મહાસાગરમાં અકસ્માતની ઘટના અસામાન્ય વાત નથી રહી. આ સાગર આફ્રિકાના પશ્ચિમી તટ પશ્ચિમી અને સ્પેનના કૈનરી દ્વીપોનું વિભાજન કરે છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રવાસન આંતરરાષ્ટ્રીય સંગઠન અનુસાર 2021ના 6 મહિના દરમિયાન 250 લોકોના મૃત્યુ થયાં છે. 

ગ્રીસમાં પણ ડૂબી ગઈ હતી બોટ 

ગત સપ્તાહે ગ્રીસમાંથી પણ બોટ ડૂબવાના સમાચાર આવ્યા હતા. અહીં 17 લોકોને લઈને જતી બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. જો કે, આ તમામ લોકોને પાછળથી જીવતા બચાવી લેવાયા હતા Greece Boat Accident). આ હોડી લગભગ 98 ફૂટ લાંબી હતી. બચાવ કામગીરીમાં બે હેલિકોપ્ટર, ત્રણ કોસ્ટગાર્ડ પેટ્રોલિંગ બોટ, એક ખાનગી અને નજીકમાં આવેલી બે બોટ તૈનાત કરવામાં આવી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે આ તમામ લોકો ગ્રીસના રહેવાસી છે અને તેમનું સ્વાસ્થ્ય પણ બિલકુલ ઠીક છે.

સંકળાયેલા મુદ્દાઓ

Boat Boat Accident એટલાન્ટિક મહાસાગર બોટ Boat Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ