બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:01 PM, 2 April 2023
ADVERTISEMENT
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ દેવે 30 વર્ષ બાદ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે શનિ પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કરે છે. ત્યારે તેની અસર પોઝિટિવ જોવા મળતી હોય છે. મહત્વનું છે કે કુંભ રાશિને મૂળ ત્રિકોણ અને શનિદેવની નિશાની માનવામાં આવે છે. આથી કુંભ રાશિ માટે તે શુભ સંકેતો આપે છે કુંભ રાશિમાં શનિના ગોચરને પગલે ત્રણ જેટલી રાશિમાં શુભ સંકેતો સાથે ધન વૈભવની પ્રાપ્તિ થઈ શકે છે.

ADVERTISEMENT
મકર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ
રાશિ પરિવર્તનને પગલે આગામી બે વર્ષ એટલે કે 2025 સુધીનો સમયગાળો મકર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આથી ધન વૈભવમાં વધારો થઈ શકે છે સાથે સાથે વાણીમાં પણ તેની અસર જોવા મળશે. આથી આવા લોકો અન્ય લોકોને સીધા જ પ્રભાવિત કરી શકશે. ઉપરાંત આત્મવિશ્વાસ વધશે અને મિલકત વાહન પણ ખરીદી શકશો અને દરેક ક્ષેત્રમાં પ્રગતિની સંભાવનાઓ જોવા મળી રહી છે.
ધનુ રાશિના જાતકોને ફાયદો
ADVERTISEMENT
રાશિ પરિવર્તનને પગલે ધનું રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં જબરો સુધારો આવી શકે છે કુંભમાં સાડા સાત વર્ષના ગોચરથી મુક્તિ મળે છે તે સમયે શનિ રાશિના ત્રીજા ભાગમાં ગોચર કરવા જઈ રહ્યો છે આથી શનિ મજબૂત સ્થિતિમાં આવી જશે અને જમીન મકાનના વેચાણ અને ખરીદીમાં લાભ થશે તેમજ વેપારીને નવા ઓર્ડર મળી શકે છે .
મિથુન રાશિના જાતકોને લાભ
કુંભ રાશિમાં શનિનું ગોચર મિથુન રાશિના લોકો માટે અનુકૂળતા પ્રદાન કરશે. આ રાશિના જાતકોને શનિના સંક્રમણને કારણે ભાગ્ય સતત ટેકો આપશે. અને અટકેલા કામો પૂરા થઈ શકે છે. ઉપરાંત આગામી સમયમાં નોકરી ધંધામાં અને મુસાફરીની શક્યતા રહેલી છે તો વિદેશ અભ્યાસ કરતા લોકોની પણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.