બજાર / 3 દિવસમાં 1800 રુપિયા સસ્તો થયો સોના વાયદો, ચાંદીમાં ભારે ઘટાડો, જાણો સોના-ચાંદીના નવા ભાવ

silver gold price today 25 november 2020 latest price gold mcx price down by 1800 rupees in 3 days silver rates

વૈશ્વિક બજારોમાં જોખમની વચ્ચે સતત ત્રીજા દિવસે ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. એમસીએક્સ પર સોના વાયદા 0.21 ટકા ઘટીને 48, 485 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે ચાંદી વાયદા 59, 460 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. ગત 2દિવસોમાં ભારતમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે. ગત સત્રમાં સોના વાયદા 900 રુપિયા નીચે આવ્યો હતો. મંગળવારે તે 750 રુપિયા સસ્તો થયો હતો. ચાંદીની વાત કરીએ તો મંગળવારે ચાંદી 1600 રુપિયા ઘટી હતી અને ગત સત્રમાં તે 800 રુપિયા કિલોગ્રામ સસ્તી થઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ