બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sidsar Umiyadham president Jeram Patel will resign

BIG BREAKING / સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ આપશે રાજીનામું, ટોલનાકું નડી ગયું કે વયમર્યાદા ચર્ચાનો વિષય

Priyakant

Last Updated: 01:33 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jeram Patel Resign Latest News: ગેરકાયદે ટોલનાકા મુદ્દે જેરામ પટેલના દીકરા અમરશી પટેલ સામે થયેલ ફરિયાદ અને આવતીકાલે પાટીદારોની બેઠક પહેલા મોટા સમાચાર

  • સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ આપશે રાજીનામું
  • ગેરકાયદે ટોલનાકાના વિવાદ વચ્ચે જેરામ પટેલ આપશે રાજીનામું
  • 6 જાન્યુઆરી 2024ના રોજ જેરામ પટેલ આપી શકે છે રાજીનામું
  • ગેરકાયદે ટોલનાકા મુદ્દે જેરામ પટેલના દીકરા અમરશી પટેલ સામે થઈ છે ફરિયાદ

Jeram Patel Resign : મોરબીમાં નકલી ટોલનાકાના કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલનો પુત્ર આરોપી છે. જોકે હવે સૂત્રોનું માનીએ તો સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલ તેમના પદેથી રાજીનામુ આપી શકે છે. મહત્વનું છે કે, જેરામ પટેલની વયમર્યાદામાં હજુ છ માસ બાકી હોવાની વાત સામે આવી છે. પણ પુત્રનું નામ મોરબી નકલી ટોલનાકા મામલે સામે આવતા તેઓ 6 તારીખે રાજીનામું આપી શકે છે. 

સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામપટેલ રાજીનામું આપી શકે છે. જોકે હાલ તો વયમર્યાદાને કારણે રાજીનામું આપે તેવી અને ગેરકાયદે ટોલનાકાના વિવાદ વચ્ચે રાજીનામું આપી એવી ચર્ચા થઈ રહી છે. મહત્વનું છે કે, રવિવાર પાટીદાર અગ્રણીઓની બેઠક પહેલા આ સમાચાર સામે આવતા અનેક ચર્ચાઓ વેગ મળ્યો છે. 

રવિવારે રાજકોટ ખાતે બેઠક
મોરબી નકલી ટોલનાકામાં પાટીદાર આગેવાન જેરામ પટેલના પુત્રનું નામ સામે આવ્યું છે. આ દરમિયાન હવે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલ અને પાટીદાર આગેવાનોએ એક બેઠક બોલાવી છે. નકલી ટોલનાકા પ્રકરણમાં જેરામ પટેલના પુત્રનું નામ બહાર આવતા સમાજની બદનામી થઈ રહી છે. જેને લઈ હવે પાટીદાર આગેવાનોએ રવિવારે રાજકોટ ખાતે બેઠક બોલાવી છે. વિગતો મુજબ બેઠકમાં જેરામ પટેલના પુત્રના નામને લઈને સમાજની થઈ રહેલી બદનામી અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જેરામ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે.

વાયરલ થયેલ ઓડિયો ક્લિપથી પણ અનેક સવાલો 
મોરબી ગેરકાયદે ટોલનાકા મુદ્દે હજગદીશ કોટડીયા અને ભરત લાડાણી નામના વ્યક્તિની ટેલિફોનિક વાતચીતમાં અમરશી પટેલને છોડાવવાની તજવીજ હોય તેવું સંભળાઈ રહ્યું છે. મહત્વનું છે કે, VTV ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. જેમાં પોલીસે C સમરી ફાઈલ કરી દીધી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે હાઈકોર્ટમાં ક્વોશીંગ પીટીશન દાખલ કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જગદીશ કોટડીયા જેરામ પટેલના નજીકના ગણાય છે તો સાથે તેઓ સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ પણ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં જગદીશ કોટડીયાએ દાવા સાથે કહ્યું કે, DySPને મળી આવ્યો છું, પોલીસ વડા C સમરી ભરીને અમરીશને મુક્ત કરશે. VTV ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. 

શું છે સમગ્ર મામલો ? 
મોરબીના વાંકાનેર પંથકમાં વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકુ ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. નકલી ટોલનાકુ ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. NHAIના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકુ ધમધમતું જોવા મળ્યું છે. ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવે છે. ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે NHAIના ટોલનાકા દ્વારા કારના 110, નાના ટ્રકના 180, બસના 410, મોટા ટ્રકના 595 અને હેવી ટ્રકના 720 લેવામાં આવતા હોવાથી વાહનચાલકો ગેરકાયદે બનાવેલા ટોલનાકામાંથી પસાર થાય છે.તો VTV NEWSના અહેવાલ બાદ પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. 

બોગસ ટોલનાકા મામલે પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ
મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે. જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશી પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત 5 લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ