બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Siddharth and Disha's film Yodha got the benefit of the weekend, earned on the third day

મનોરંજન / સિદ્ધાર્થ અને દિશાની ફિલ્મ 'યોદ્ધા'ને મળ્યો વીકેન્ડનો ફાયદો, ત્રીજા દિવસે કરી આટલા કરોડની કમાણી

Megha

Last Updated: 09:23 AM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મની કમાણીમાં દરેક પસાર થતા દિવસે વધારો થઈ રહ્યો છે. ફિલ્મ રિલીઝ થયાને ત્રણ દિવસ થઈ ગયા છે, તો ચાલો જાણીએ કે રવિવારે યોદ્ધાએ કેટલું કલેક્શન કર્યું છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટાની સ્ટારર ફિલ્મ યોદ્ધા 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદથી બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે અને યોદ્ધાને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મને અત્યાર સુધી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

ફિલ્મની બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત હોવા છતાં, યોદ્ધાએ સપ્તાહના અંતે મોટી છલાંગ લગાવી છે. તે જ સમયે, ફિલ્મ રિલીઝ થયાને ત્રણ દિવસ થઈ ગયા છે, તો ચાલો જાણીએ કે રવિવારે યોદ્ધાએ કેટલું કલેક્શન કર્યું છે.

યોદ્ધાએ તેના શરૂઆતના દિવસે 4.1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું તો બીજા દિવસે, ફિલ્મે કુલ 5.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો ત્રીજા દિવસના આંકડાઓ પર નજર કરીએ તો રિપોર્ટ અનુસાર ફિલ્મે 7 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે. રવિવારે ફિલ્મની કમાણીમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. યોદ્ધાનું ડોમેસ્ટિક કલેક્શન ત્રણ દિવસમાં 16.85 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

ફિલ્મ યોદ્ધા હીરૂ યશ જોહર, કરણ જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખેતાન દ્વારા નિર્મિત છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની આ ફિલ્મ સાગર અંબ્રે દ્વારા લખવામાં આવી છે અને તેણે પુષ્કર ઓઝા સાથે મળીને તેનું દિગ્દર્શન કર્યું છે. જણાવી દઈએ કે વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'થેંક ગોડ'ના દોઢ વર્ષ બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા નિર્માતા કરણ જોહરની ફિલ્મ યોદ્ધાથી મોટા પડદા પર પરત ફર્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની આ ફિલ્મની સાથે અદા શર્માની બસ્તર ધ નક્સલ સ્ટોરી પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ નથી મળી રહ્યો. ઉપરાંત, બસ્તરે રિલીઝ થયાના ત્રણ દિવસમાં માત્ર 2 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ