બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / shubman gill tests positive for dengue sunday opening icc world cup 2023 match against australia ind vs aus chennai odi

BIG BREAKING / ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: શુભમન ગિલનો ડેન્ગ્યુ રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ગુમાવી શકે છે ઓસ્ટ્રેલિયા સામેની ઓપનિંગ

Manisha Jogi

Last Updated: 08:36 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના ક્રિકેટર શુભમન ગિલનો ડેન્ગ્યુનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. શુભમન ગિલ ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા બીમાર પડી ગયા છે. જે ભારતીય ટીમ માટે ખૂબ જ મોટો ઝટકો છે. BCCI મેડિકલ ટીમ આ સ્ટાર બેટ્સમેનની તબિયત પર સતત નજર રાખી રહી છે.

  • શુભમન ગિલનો ડેન્ગ્યુનો ટેસ્ટ પોઝિટીવ
  • રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમાનાર મેચમાં શુભમન ગિલ રમી શકશે કે નહીં?
  • શુભમન ગિલનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે

ભારતીય ટીમના ક્રિકેટર શુભમન ગિલનો ડેન્ગ્યુનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમાનાર મેચમાં શુભમન ગિલ રમી શકશે કે નહીં તે બાબતે કંઈ કહીં ના શકાય. શુક્રવારે કેટલાક રાઉન્ડ ટેસ્ટ કર્યા પછી સ્ટાર બેટ્સમેન રમશે કે નહીં તે બાબતે નિર્ણય કરવામાં આવશે. શુભમન ગિલ ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા બીમાર પડી ગયા છે. જે ભારતીય ટીમ માટે ખૂબ જ મોટો ઝટકો છે. BCCI મેડિકલ ટીમ આ સ્ટાર બેટ્સમેનની તબિયત પર સતત નજર રાખી રહી છે. 

રવિવારે ચેન્નઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ રમવામાં આવશે. શુભમન ગિલનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટીવ આવતા ભારતીય ટીમ શુભમન ગિલ વગર મેદાન પર ઉતરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના આ સ્ટાર બેટ્સમેને ગુરુવારે એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ભારતીય ટીમના નેટ સેશનમાં ભાગ લીધો નહોતો. ત્યારપછી શુભમન ગિલનો ડેન્ગ્યુનો ટેસ્ટ કરવામાં આવ્યો અને હવે તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. 

શુભમન ગિલ ચેન્નઈના ચેપોકમાં ઓસ્ટ્રેલિયા સામને મેચમાં નહીં ઉતરે તો ઓપનિંગ કોણ કરશે તે બાબતે સવાલ ઊભો થઈ રહ્યા છે. શુભમન ગિલની જગ્યાએ ઈશાન કિશન અથવા રોહિત શર્મા ઓપનિંગ કરી શકે છે. ઓપનિંગ માટે કે.એલ.રાહુલને પણ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. કે.એલ.રાહુલે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

શુભમન ગિલે આ વર્ષની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં બેવડી સદી ફટકારી હતી. વેસ્ટઈન્ડિઝ સામે સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં પણ સારી મેચ રમ્યા હતા. આ સીઝનમાં 890 રન ફટકારીને સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી રહી ચૂક્યા છે. એશિયા કપમાં  302 રન ફટકાર્યા છે. છેલ્લી કેટલીક ઈનિંગમાં તેમનો સ્કોર 104, 74, 27*, 121, 19, 58 અને 67* રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ