બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / લાઈફસ્ટાઈલ / વિશ્વ / આરોગ્ય / Shocking data on lung, breast and cervical cancer

World Cancer Day / બાપ રે.. ભારતમાં એક જ વર્ષમાં 9 લાખથી વધારે મોત! સામે આવ્યો ફેફસાં, સ્તન અને સર્વાઇકલ કેન્સરનો ચોંકાવનારો ડેટા

Priyakant

Last Updated: 07:43 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cancer Day 2024 Latest News: દેશમાં સૌથી વધુ સ્તન કેન્સરના કેસ નોંધાયા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આ રોગના વૈશ્વિક જોખમ પર જાહેર કરાયેલા ડેટામાં દેશમાં કેન્સરના વધતા જોખમોને લઈને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી

  • દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે વિશ્વ કેન્સર દિવસ 
  • વર્ષ 2022માં ભારતમાં કેન્સરના 14.1 લાખથી વધુ નવા કેસ નોંધાયા
  • કેન્સરને કારણે 9.1 લાખથી વધુ લોકોના મોત થયા 

World Cancer Day 2024 : વિશ્વભરમાં કેન્સરના વધતા જોખમ વિશે લોકોને જાગૃત અને શિક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કેન્સરનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ દરેક ઉંમરના લોકોને કેન્સર હોવાનું નિદાન થઈ રહ્યું છે. વર્ષ 2022માં ભારતમાં કેન્સરના 14.1 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા અને આ રોગને કારણે 9.1 લાખથી વધુ લોકોના મોત થયા હતા. દેશમાં સૌથી વધુ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આ રોગના વૈશ્વિક જોખમ પર જાહેર કરાયેલા ડેટામાં દેશમાં કેન્સરના વધતા જોખમોને લઈને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

WHOની કેન્સર એજન્સી ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) એ અહેવાલ આપ્યો છે કે, ભારતમાં દર વર્ષે આ રોગનું જોખમ ઝડપથી વધી રહ્યું છે, યુવાનો પણ આ રોગનો ભોગ બની રહ્યા છે. જીવનશૈલી અને આહારમાં વિક્ષેપ સાથે જીનેટિક્સ અને પર્યાવરણીય પરિબળોને કારણે, કેન્સરનું જોખમ અને તેના કારણે મૃત્યુની સંખ્યા વધી રહી છે.

File Photo

આ કેન્સરની સૌથી વધુ ઘટનાઓ 
રિપોર્ટ અનુસાર હોઠ, મૌખિક પોલાણ અને ફેફસાના કેન્સરના સૌથી સામાન્ય કેસ પુરુષોમાં જોવા મળે છે, જ્યારે સ્તન અને સર્વાઇકલ કેન્સરના સૌથી સામાન્ય કેસ સ્ત્રીઓમાં જોવા મળે છે. નવા કેન્સરના કેસોમાંથી 27 ટકા કેસો સ્તન કેન્સર તરીકે જોવામાં આવ્યા છે જ્યારે 18 ટકા કેસ સર્વાઇકલ કેન્સર તરીકે જોવામાં આવ્યા છે. રિપોર્ટમાં નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે આગામી 5 વર્ષમાં વધુ લોકોને કેન્સર હોવાનું નિદાન થઈ શકે છે.

પુરુષો અને સ્ત્રીઓમાં કેન્સરનું કેટલું જોખમ ? 
વૈશ્વિક સ્તરે એજન્સીએ 20 મિલિયન નવા કેન્સર કેસ અને 97 લાખ મૃત્યુનો અંદાજ મૂક્યો છે. અહેવાલ જણાવે છે કે, લગભગ 5 માંથી 1 વ્યક્તિ તેમના જીવનકાળમાં કેન્સર વિકસાવશે અને આશરે 9માંથી 1 પુરૂષ અને 12 માંથી 1 સ્ત્રી આ રોગથી મૃત્યુ પામશે. ભારતમાં 75 વર્ષની ઉંમર પહેલા કેન્સર થવાનું જોખમ 10.6 ટકા હોવાનો અંદાજ છે, જ્યારે એ જ ઉંમર સુધીમાં કેન્સરથી મૃત્યુનું જોખમ 7.2 ટકા જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે આ જોખમો અનુક્રમે 20 ટકા અને 9.6 ટકા છે.

તમામ પ્રકારના કેન્સરના કેસોમાંથી લગભગ 18 ટકા સ્ત્રીઓમાં જોવા મળે છે. દર વર્ષે સર્વાઇકલ કેન્સરના લગભગ 1 લાખ 20 હજાર નવા કેસ સામે આવે છે. જેમાં 77 હજારથી વધુ મહિલાઓ મૃત્યુ પામે છે. મતલબ કે દરરોજ લગભગ 211 મહિલાઓ સર્વાઇકલ કેન્સરને કારણે જીવ ગુમાવે છે. દેશમાં માત્ર એક ટકા મહિલાઓ જ સર્વાઇકલ કેન્સર માટે ટેસ્ટ કરાવે છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહે છે કે ઓછામાં ઓછી 70 ટકા મહિલાઓએ સર્વાઈકલ કેન્સરની તપાસ કરાવવી જોઈએ.

File Photo

આ કેન્સરથી મૃત્યુનું વધુ જોખમ
કેન્સર ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, ફેફસાનું કેન્સર એ સૌથી સામાન્ય કેન્સર છે (કુલ નવા કેસોના 12.4 ટકા) અને કેન્સરના મૃત્યુનું મુખ્ય કારણ છે. આ કુલ કેન્સર મૃત્યુના લગભગ 19 ટકા છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, એશિયામાં તમાકુ વધુ પડતા સેવનથી ફેફસાના કેન્સરનું જોખમ ઝડપથી વધી ગયું છે. IARCએ શોધી કાઢ્યું છે કે. વિશ્વભરમાં મહિલાઓમાં સ્તન કેન્સર એ બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે.

સર્વાઇકલ કેન્સરના વધતા જોખમો અંગે ચેતવણી
ઓગસ્ટ 2020માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ સર્વાઇકલ કેન્સરને દૂર કરવા માટે વૈશ્વિક વ્યૂહરચના અપનાવી. હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) સામે છોકરીઓને 15 વર્ષની ઉંમર પહેલા રસી આપવી અને 35 વર્ષની ઉંમર સુધીમાં 70 ટકા મહિલાઓની તપાસ કરવાથી સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે, સંશોધકોએ જણાવ્યું હતું. WHOએ જણાવ્યું હતું કે સમયસર ઓળખ, સ્ક્રીનીંગ અને સારવારની સાથે જીવનશૈલી-આહાર સુધારણા વિશ્વભરમાં કેન્સરના વધતા જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ એક ગંભીર રોગ છે જેના વિશે દરેકને સતત સાવચેત રહેવાની જરૂર છે.

File Photo

સર્વાઇકલ કેન્સરના લક્ષણો અને બચાવ
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું. તેમાં તેમણે સર્વાઈકલ કેન્સરની વેક્સીનને લઈને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ બજેટ વખતે જણાવ્યું કે સરકાર સર્વાઈકલ કેન્સર રોકવા માટે દેશભરમાં વેક્સીનેશન ડ્રાઈવ ચલાવશે. તેમાં 9થી 14 વર્ષની યુવતીઓને એચપીવી વેક્સીન લગાવવામાં આવશે. જેથી સર્વાઈકલ કેન્સરને રોકી શકાય. ડૉક્ટર્સ અનુસાર દેશમાં સર્વાઈકલ કેન્સર મહિલાઓને થતુ બીજુ સૌથી કોમન કેન્સર છે. આજ કારણથી દર વર્ષે હજારો મહિલાઓ પોતાનો જીવ ગુમાવી રહી છે. જોકે સર્વાઈકલ કેન્સરથી બચવા માટે વેક્સીન ઉપલબ્ધ છે અને યોગ્ય ઉંમરમાં વેક્સીન લગાવવાથી આ જીવલેણ કેન્સરનો ખતરો 98 ટકા ઓછો કરી શકાય છે. ડૉક્ટર અનુસાર એચપીવી વેક્સીન સર્વાઈકલ કેન્સર ઉપરાંત ગળાના કેન્સરથી બચવામાં પણ કારગર સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે પ્રાઈવેટ હોસ્પિટલમાં એચપીવી વેક્સીનના એક ડોઝની કિંમત લગભગ 2000 રૂપિયા હોય છે. જ્યારે ઈમ્પોર્ટેડ વેક્સીનની પ્રાઈઝ 3500 રૂપિયા સુધી હોય છે. 

વધુ વાંચો: દુ:ખાવો, તાવ, શુગર...: કુલ 39 દવાઓ થઈ સસ્તી, મોદી સરકારે આપી રાહત

કોને હોય છે વધારે ખતરો? 
એક્સપર્ટ્સ અનુસાર સર્વાઈકલ કેન્સરનો ખતરો કમજોર ઈમ્યૂનિટી વાળી મહિલાઓને વધારે હોય છે. તેના ઉપરાંત એચઆઈવી સંક્રમણ, મલ્ટીપલ સેક્સુઅલ પાર્ટનર, જેનેટલ હાઈઝીનની કમી અને નાની ઉંમરમાં બાળકો હોય તેવી મહિલાઓ પણ તેનો શિકાર વધારે થાય છે. સ્મોકિંગ કરવાથી પણ સર્વાઈકલ કેન્સરનો ખતરો વધી શકે છે. 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓને તેનાથી બચવા માટે સમય સમય પર સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. સર્વાઈકલ કેન્સરની જાણકારી પ્રી-કેન્સરસ સ્ટેજમાં પણ થઈ શકે છે અને તેને સારવાર દ્વારા ઠીક કરી શકાય છે. 

નોંધ: આ લેખ તબીબી અહેવાલોમાંથી એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ