બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Shivam Mavi creates history in international debut match breaks unique record for India after 7 years

ક્રિકેટ / ઇન્ટરનેશનલ ડેબ્યૂ મેચમાં શિવમ માવીએ ઇતિહાસ સર્જ્યો, 7 વર્ષ બાદ ભારત માટે તોડ્યો અનોખો રેકોર્ડ

Arohi

Last Updated: 12:54 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકા સામે રમાયેલી મેચમાં શિવમ માવીએ ભારત તરફથી ડેબ્યૂ કરતા ચાર વિકેટ ઝડપી પાડી હતી.

  • શ્રીલંકા સામે શિવમ માવીએ કર્યુ ડેબ્યૂ 
  • ઝડપી પાડી 4 વિકેટ 
  • ડેબ્યૂ મેચમાં શિવમ માવીએ ઇતિહાસ સર્જ્યો

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની પ્રથમ મેચ મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે એશિયન ચેમ્પિયન શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. શિવમ માવીએ ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. 

પોતાની ડેબ્યૂ મેચમાં શિવમ માવીએ વિપક્ષી ટીમના છક્કા છોડાવી દીધા હતા. જેના કારણે ભારતની શાનદાર જીત થઈ હતી. શિવમ માવી માટે આ એક અદ્ભુત ક્ષણ હતી. શ્રીલંકાના કોઈ બેટ્સમેન શિવમ માવીની આગળ પ્રદર્શન ન બતાવી શક્યા. આ સાથે માવીએ આ મેચમાં દમદાર રેકોર્ડ બનાવ્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SHIVAM MAVI (@shivam_mavi)

ચાર વિકેટ લઈને બનાવ્યો રેકોર્ડ 
શ્રીલંકા સામેની આ મેચમાં ડેબ્યૂ કરનાર ઉત્તર પ્રદેશના આ બોલરે કુલ 4 વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં 4 ઓવરમાં માત્ર 22 રન આપ્યા હતા. કોઈ બોલર માટે આનાથી વધુ સારું ડેબ્યૂ હોઈ શકે નહીં. આ પ્રદર્શન સાથે તેણે એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. તે પોતાની ટી20 ડેબ્યૂ મેચમાં 4 વિકેટ લેનારો ભારતનો ત્રીજો બોલર બની ગયો છે. 

શિવમ માવી સિવાય અન્ય બે ભારતીય ખેલાડીઓ છે જેમણે પોતાની ડેબ્યૂ મેચમાં આ કામ કર્યુ છે. પ્રજ્ઞાન ઓઝાએ વર્ષ 2009માં બાંગ્લાદેશ સામેની ટી20 ડેબ્યૂ મેચમાં 21 રન આપીને 4 વિકેટ લીધી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SHIVAM MAVI (@shivam_mavi)

આ સિવાય બરિન્દર સરને પણ વર્ષ 2016માં ભારત તરફથી ટી-20 ડેબ્યૂ કરતી વખતે ઝિમ્બાબ્વે વિરુદ્ધ આ કારનામું કર્યું હતું. તેણે તે મેચમાં 10 રન આપીને 4 વિકેટ લીધી હતી. હવે સાત વર્ષ બાદ શિવમ માવીએ આ રેકોર્ડની બરાબરી કરી છે.

કેવી હતી મેચ
શ્રીલંકા સામે રમાયેલી રોમાંચક મેચની વાત કરીએ તો આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે ઝડપી શરૂઆત કરી હતી પરંતુ એક છેડે વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતું. 46ના સ્કોર સુધી ભારતે ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે છેલ્લી કેટલીક ઓવરોમાં દીપક હુડા અને અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરીને ભારતના સ્કોરને 162 રન સુધી પહોંચાડ્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SHIVAM MAVI (@shivam_mavi)

163 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે એક પછી એક વિકેટો ગુમાવવાનું શરૂ કર્યું હતું. શ્રીલંકાને છેલ્લી 2 ઓવરમાં 29 રનની જરૂર હતી અને ટીમે 8 વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકાએ આ મેચમાં લડત આપી પરંતુ તેના લક્ષ્યાંકથી 3 રન ઓછા પડ્યા અને ભારતે મેચ જીતી લીધી. બંને ટીમો વચ્ચે આગામી મેચ 05 જાન્યુઆરીએ રમાશે. આ શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ