બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shilpa Shetty and her family members were cruelly trolled for wearing shoes while hoisting the flag on Independence Day

અભિનેત્રી થઈ ટ્રોલ / ધ્વજવંદનમાં જૂતાં પહેરવા પર લોકોએ કર્યા ટ્રોલ તો ગુસ્સે ભરાઈ શિલ્પા શેટ્ટી, આપ્યો જડબાતોડ જવાબ

Pravin Joshi

Last Updated: 04:32 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી સેલેબ્સથી લઈને બોલિવૂડ સ્ટાર્સે ખાસ રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. આ પ્રસંગે તમામ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેના પરિવારના સભ્યો સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

  • શિલ્પા શેટ્ટીએ જૂતા પહેરી ફરકાવ્યો ધ્વજ
  • લોકોએ સોશિયલ મીડિયા પર કરી ટ્રોલ
  • અભિનેત્રીએ ટ્રોલ કરનારાઓને આપ્યો જવાબ

ટીવી સેલેબ્સથી લઈને બોલિવૂડ સ્ટાર્સે ખાસ રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. આ ખાસ દિવસે તમામ ટીવી સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેના પરિવારના સભ્યો સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. લોકોએ શિલ્પા શેટ્ટીને ધ્વજ ફરકાવતી વખતે જૂતા પહેરવા બદલ ઠપકો આપ્યો હતો અને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી. અભિનેત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ધ્વજ ફરકાવવાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ દરમિયાન ધ્વજ ફરકાવતી વખતે જૂતા પહેરવા બદલ લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરી. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યાના કલાકો પછી શિલ્પાએ ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો.

 

આ પોસ્ટ જોઈને લોકોએ કહ્યું કે, જૂતા ઉતાર્યા પછી ધ્વજ ફરકાવ્યો હોત તો કરવો સારું હોત. શિલ્પા શેટ્ટીએ ટ્રોલ્સને નજરઅંદાજ કરવાના મૂડમાં ન હતી અને તેથી જ તેણે ટ્રોલ કરનારાઓને જવાબ આપતા કહ્યું- મારા દેશ અને ધ્વજ માટે આદર મારા દિલમાંથી આવે છે અને તમને પ્રશ્નો ઉઠાવવાનો કોઈ અધિકાર નથી.

અભિનેત્રીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો

આ વીડિયોમાં શિલ્પા પતિ રાજ કુન્દ્રા, તેની માતા અને પુત્ર વિયાન રાજ કુન્દ્રા સાથે ધ્વજ ફરકાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં પરિવારના તમામ સભ્યો રાષ્ટ્રગીત ગાતા પણ જોવા મળે છે. આ સાથે શાહરૂખ ખાન, કેટરિના કૈફ, વિકી કૌશલ, અક્ષય કુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. 


શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ફિલ્મ KD: The Devil માં જોવા મળશે

અભિનેત્રી શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ધ્રુવ સરજાની આગામી ફિલ્મ KD: The Devil માં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા શિલ્પા 18 વર્ષ બાદ કન્નડ સિનેમામાં પરત ફરશે. તેની પાસે સિદ્ધાર્થ મલ્હોત્રાની સામે રોહિત શેટ્ટીનો ઓટીટી શો ઈન્ડિયન પોલીસ ફોર્સ પણ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ