જો તમે ધનવાન હશો કે દરિદ્ર, આ કર્મોના આધારે શનિ દેવ નક્કી કરે છે. શનિની મહાદશા 19 વર્ષ સુધી ચાલે છે. તેથી નકારાત્મક પ્રભાવ થતા શનિ લાંબા સમય સુધી ધન સંબંધિત કષ્ટ આપે છે.
શનિનો નકારાત્મક પ્રભાવ લાંબા સમય સુધી કષ્ટ આપે છે
સાડાસાતી અથવા ઢૈયાથી લોકોને ખૂબ ધનહાનિ થાય છે
શનિ ક્યારે અને કેવીરીતે રૂપિયા-પૈસાનુ નુકસાન કરાવે છે?
જો શનિ નકારાત્મક હોય તો સાડાસાતી અથવા ઢૈયાથી લોકોને ખૂબ ધનહાનિ કરાવે છે. આવો જાણીએ કે શનિ ક્યારે અને કેવીરીતે રૂપિયા-પૈસાનુ નુકસાન અથવા લાભ કરાવે છે.
ક્યારે થાય છે પૈસાનુ નુકસાન?
જો શનિ કુંડળીના અશુભ ભાવમાં હોય અથવા શનિ નીચ રાશિમાં હોય તો પૈસાનુ નુકસાન થાય છે. શનિ જ્યારે સૂર્ય સાથે હોય ત્યારે પણ પૈસાનુ નુકસાન થાય છે. આ ઉપરાંત જો કુંડળીમાં શનિ પ્રતિકૂળ હોય અને શનિની સાડાસાતી અથવા ઢૈયા ચાલી રહી હોય ત્યારે પણ પૈસાનુ નુકસાન થાય છે. જો તમે સલાહ વગર નીલમ ધારણ કર્યો છે ત્યારે પણ શનિ આર્થિક મોરચે નુકસાન કરાવે છે.
ક્યારે મળે છે અપાર ધન?
જો શનિ કુંડળીમાં અનુકૂળ હોય અને ત્રીજા છઠ્ઠા અને અગિયારમા ભાવમાં હોય તો જાતકને ધન લાભ થાય છે. જો શનિ ઉચ્ચનો હોય અથવા પોતાની રાશિમાં બેઠો હોય ત્યારે પણ ધનલાભ થાય છે. જો શનિ વિશેષ અનુકૂળ હોય અને શનિની મહાદશા, સાડાસાતી અથવા ઢૈયા ચાલી રહી હોય ત્યારે પણ આર્થિક લાભ થાય છે. આ ઉપરાંત જો વ્યક્તિનુ આચરણ શુદ્ધ હોય અને તેનો આહાર સાત્વિક હોય ત્યારે પણ ધન લાભ મળવાની સંભાવના વધી જાય છે.
નોકરીમાં લાભ માટે આ રીતે કરો શનિને પ્રસન્ન
શનિવારે પહેલા પીપળાના વૃક્ષની નીચે સરસોનો ગોળ દીવો પ્રગટાવો. ત્યારબાદ વૃક્ષની ઓછામાં ઓછી ત્રણ વખત પરિક્રમા કરો. પરિક્રમા કર્યા બાદ શનિદેવના તાંત્રિક મંત્રનો ઓછામાં ઓછા 108 વખત જાપ કરો. મંત્ર હશે- "ઓમ પ્રાં પીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:". કોઈ નિર્ધન વ્યક્તિને સિક્કાનુ દાન કરો.