બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Shaktisinh Gohil made a representation to the CM and demanded to pay the cyclone relief

વિરોધનું વાવાઝોડું / બિપોરજોય નુકસાની સહાય મામલે કોંગ્રેસના આકરા તેવર, સરકાર પાસે મૂકી આ માંગ, કહ્યું તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરો

Kishor

Last Updated: 07:23 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી બિપોરજોય વાવાઝોડાની સત્વરે સહાય ચૂકવવા માંગ ઉઠાવી છે.

  • વાવાઝોડાની નુકસાન સહાય મામલે કોંગ્રેસ પ્રમુખની મુખ્યમંત્રીને રજુઆત
  • સરકાર દ્વારા સત્વરે સહાય ચુકવવામાં આવે તેવી માંગ
  • શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી

તાજેતરમાં ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાએ ઠેર ઠેર વિનાશ વેર્યો હતો. વાવાઝોડાની થપાટે અનેક મકાનો જમીનદોસ્ત થયા હતા. આ ઉપરાંત વાવાઝોડાની અસરને લઈને ખાબકેલા વરસાદથી પણ અનેક પાકોને નુકસાન થયું હતું. ત્યારે આ અંગે સરકાર દ્વારા સહાય પણ જાહેર કરાઈ છે. જોકે આ સહાય અપૂરતી હોય તથા હજુસુધી મળી ન હોવાની લોકોમાંથી રાવ ઉઠી રહી છે. ત્યારે આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.

સહાય ખૂબ જ ઓછી હોવાનો પણ લોકોમાંથી ગણગણાટ
બિપોરજોય વાવાઝોડા અંગે નિવેદન આપતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. અસરગ્રસ્ત લોકોને વાવાઝોડાથી નુકાસની અંગેની સહાય હજુ સુધી ન મળતા લોકોને પડ્યા પર પાટુ સમાન સાબિત થઈ રહ્યું છે. બીજી બાજુ જે નુકસાન થયું છે. તેના બદલામા સહાય ખૂબ જ ઓછી હોવાનો પણ લોકોમાંથી ગણગણાટ ઉપડ્યો છે.

કોંગ્રેસના કાર્યકર્તા લોકોને કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા પૂરી પાડશે
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆતમાં જણાવ્યું હતું કે જેમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયેલ હોય તેઓ ફોટો કે વીડિયો લઇ અને સરકારને મોકલી આપે તો તે સચોટ પુરાવો છે. આ ફોટા કે વીડિયોનાં આધારે સત્વરે રાહત પહોચાડવાની કાર્યવાહી શરુ કરવી જોઈએ. લોકો પોતાની વિગતો ભરીને સરકારને કોઈ સાઈટ ઉપર અથવા વોટ્સએપથી મોકલી શકે તેવી ગોઠવણ સત્વરે કરાવાની પણ માંગ ઉઠાવી છે. લોકોને પોતાને થયેલ નુકશાન અંગેના ફોટા કે વીડિયો અને વિગતો સરકારને મોકલવામાં અડચણ પડે અને સરકારી તંત્ર સહાયતામાં ન પહોંચી શકે તેમ હોય તો અમને જણાવવા વિનંતી કે જેથી કોંગ્રેસ પક્ષના સોશિયલ મીડિયાની ટીમ તથા કોંગ્રેસના કાર્યકર્તા લોકોને કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા પૂરી પાડશે. તેમ પણ રજુઆતમાં ઉલ્લેખ કરાયો છે.


વધુમાં ઝડપથી સહાય મળે, ભષ્ટ્રાચાર કે ખોટું પણ નાં થાય તે માટે બદલાયેલ સંજોગોને ધ્યાને લઈને સર્વે કરવા સરકારી તંત્રની માનવશક્તિનો વ્યર્થ વ્યય કરવાના બદલે લોકો પોતે જ ફોટા કે વીડિયો પોતાની વિગત સાથે પુરાવા મોકલે તે આવકારદાયક રહેશે. તેમ રજૂઆતના અંતમાં કહ્યું હતું.    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ