બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / Shahbaz Sharif responds to PM Modi's congratulations, makes this comment on Kashmir issue

વિદેશ નીતિ / PM મોદીના અભિનંદન પર શહબાઝ શરીફે આપ્યો જવાબ, કાશ્મીર મુદ્દે કરી આ ટીપ્પણી

Hiralal

Last Updated: 05:35 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શેહબાઝ શરીફે પીએમ મોદીના અભિનંદનનો જવાબ આપ્યો છે.

  • પાક.ના નવા પીએમ શહબાઝ શરીફે આપ્યો જવાબ
  • પીએમ મોદીના અભિનંદન પર કહ્યું
  • ભારત અને પાકિસ્તાને લોકોના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ 
  • બન્ને દેશો મંત્રણાથી કાશ્મીર વિવાદનો ઉકેલ લાવી શકે 

ભારત અને પાકિસ્તાને માત્ર પ્રાદેશિક શાંતિ સુનિશ્ચિત ન કરવી જોઈએ, પરંતુ તેમના લોકોના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પાકિસ્તાનના નવા વડા પ્રધાન શેહબાઝ શરીફે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીના અભિનંદન સંદેશનો જવાબ આપતા આ વાત કરી હતી. શેહબાઝ શરીફે સોમવારે રાજકીય અનિશ્ચિતતાનો અંત લાવીને પાકિસ્તાનના વડાપ્રધાન પદના શપથ લીધા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને પદભ્રષ્ટ કરવામાં આવ્યા બાદ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા છે.

કાશ્મીર સહિત તમામ વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન પર ધ્યાન આપવું જ જોઇએ
પીએમ મોદીના અભિનંદનના જવાબમાં શરીફે મંગળવારે એક ટ્વીટમાં કહ્યું હતું કે, "અભિનંદન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ અને સહયોગાત્મક સંબંધો ઈચ્છે છે. જમ્મુ-કાશ્મીર સહિત તમામ વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે." તેમણે કહ્યું કે, "આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાનનું બલિદાન સ્પષ્ટ છે. ચાલો આપણે શાંતિ સુનિશ્ચિત કરીએ અને આપણા લોકોના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ."

પીએમ બન્યા બાદ શરીફે ભારતને કરી મિત્રતાની ઓફર

શરીફે વડા પ્રધાન તરીકે ચૂંટાયા પછી તરત જ ભારત સાથે ફરી મિત્રતા કરવાની ઓફર કરી હતી અને તેમના પ્રથમ ભાષણમાં કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાને હલ કરીને જ બંને દેશો ગરીબી અને રોજગાર જેવી સામાન્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સોમવારે પીએમ મોદીએ ટ્વિટર પર શહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, ભારત આતંકવાદથી મુક્ત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે.

નવા પ્રધાનમંત્રી આતંક પર લગામ કસે-રાજનાથ 
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ શાહબાઝ શરીફના વડા પ્રધાન બનવા પર શુભેચ્છા પાઠવી છે. રાજનાથ સિંહે શેહબાઝ શરીફને આતંકવાદ પર કડક કાર્યવાહી કરવાની સલાહ પણ આપી છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા રાજનાથ સિંહે કહ્યું, "હું તેમને કહેવા માંગુ છું કે આતંકવાદ પર કડક કાર્યવાહી કરો. તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ."
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ