ઈન્સ્ટાગ્રામ પર પઠાણ ફિલ્મનું પોસ્ટર શેર કરતા કહેવામાં આવ્યું છે કે પઠાણ ફિલ્મ માટે મેગા ઓફર છે. 3થી 5 માર્ચ સુધી એક ટિકિટ ખરીદો અને તેની સાથે એક ટિકિટ ફ્રીમાં મેળવો.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોલિવૂડની સુપરહીટ ફિલ્મ બની ગઈ
આ ફિલ્મ બાહુબલીને પાછળ છોડી નંબર વન ફિલ્મ બની જશે
ફિલ્મ પઠાણે અત્યાર સુધીમાં 1023 કરોડની કમાણી કરી
બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોલિવૂડની સુપરહીટ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે ન માત્ર અભિનેતાના કરિયરને પરંતુ તેના નામે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. હજુ પણ ફિલ્મ મોટો રેકોર્ડ બનાવવાથી થોડી જ દૂર છે. શાહરૂખ ખાનની પઠાણ પહેલાથી જ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે પરંતુ તેમ છતાં આ ફિલ્મે રેકોર્ડની બાબતમાં સાઉથની ફિલ્મ બાહુબલીને પાછળ છોડવાની છે જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ માટે હવે શાહરૂખ ખાને પણ એક નવી ટ્રીક અપનાવી છે.
યશરાજ ફિલ્મ્સે તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શાહરૂખ ખાનના ચાહકો માટે એક સારા સમાચાર શેર કર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર પઠાણ ફિલ્મનું પોસ્ટર શેર કરતા કહેવામાં આવ્યું છે કે પઠાણ ફિલ્મ માટે મેગા ઓફર છે. 3થી 5 માર્ચ સુધી એક ટિકિટ ખરીદો અને તેની સાથે એક ટિકિટ ફ્રીમાં મેળવો. વહેલા તે પહેલાના ધોરણે આ રાખવામાં આવ્યું છે. નિયમો અને શરતો લાગુ. #PathaanCelebrations. તમારી ટિકિટ બુક કરો. #YRF50 ના પ્રસંગ પર હિન્દી, તમિલ, તેલુગુમાં પઠાણનો જશ્ન મનાવો.
શાહરૂખ ખાનની આ ફિલ્મનો મુકાબલો એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2 સામે છે. બાહુબલી 2 ને સાઉથ સિનેમાને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. આ ફિલ્મે દુનિયાભરના દર્શકોને પ્રભાવિત કર્યા હતા અને આ ફિલ્મે શાનદાર કમાણી કરી હતી. ફિલ્મના હિન્દી વર્ઝને અત્યાર સુધીમાં કુલ 511 કરોડની કમાણી કરી છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની વાત કરીએ તો અત્યાર સુધી આ ફિલ્મે 508 કરોડની કમાણી કરી છે. મતલબ કે હવે નંબર 1 નો તાજ દૂર નથી. આવનારા 1-2 દિવસમાં આ ફિલ્મ ચોક્કસપણે બાહુબલીને પાછળ છોડી કમાણીની દૃષ્ટિએ સૌથી મોટી હિન્દી ભાષાની ફિલ્મ બની જશે.
દુનિયાભરમાં પઠાણ ફિલ્મનો જલવો
પઠાણનું ઓવરઓલ બોક્સ ઓફિસ કલેક્શન શાનદાર છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 1023 કરોડની કમાણી કરી લીધી છે અને હજુ પણ ફિલ્મ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવી હતી. ઘણા હોલિવૂડ સ્ટાર્સે ફિલ્મ જોઈ અને શાહરૂખ ખાનના વખાણ કરતા જોવા મળ્યા.