બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Seeing Kohli getting out on the fourth ball, Anushka Sharma gave such a reaction, VIDEO went viral

IPL 2023 / ચોથા બોલ પર જ કોહલીને આઉટ થતા જોઇને અનુષ્કા શર્માએ આપ્યા આવા રીએક્શન, VIDEO થયો વાયરલ

Megha

Last Updated: 01:58 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલની મેચમાં વિરાટ કોહલી જે રીતે આઉટ થયો તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને એ સાથે જ કોહલીની પત્ની અનુષ્કાએ કઈંક આવા રીએક્શન આપ્યા હતા.

  • વિરાટના આઉટ થયા બાદ અનુષ્કાએ આપ્યા આવા રીએક્શન 
  • વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો 

IPL ની 16મી સિઝન આ દિવસોમાં ચાલી રહી છે અને ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ ચિન્નાસ્વામી મેદાન પર ટકરાયા હતા. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલીનું બેટ કંઈ ખાસ બતાવી શક્યું ન હતું. વિરાટના આઉટ થયા બાદ વિરાટના ફેન્સની સાથે અનુષ્કા શર્માનું દિલ પણ તૂટી ગયું હતું. આ મેચ દરમિયાન વિરાટ કોહલી જે રીતે આઉટ થયો તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. હાલ અનુષ્કા શર્માની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિરાટ આઉટ થયો ત્યારે તેની પ્રતિક્રિયા જોવા મળે છે.

વિરાટ કોહલીના આઉટ થયા બાદ અનુષ્કાએ આપ્યા આવા રીએક્શન 
ચેન્નાઈ સુપર કિંગ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાં ઓપનર તરીકે ઉતરેલા વિરાટ કોહલીએ પ્રથમ બોલ પર જ ડબલ લીધો હતો. આ પછી વિરાટે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર વિરાટને કોઈ રન ન મળ્યો અને પછી ચોથા બોલ પર વિરાટે સ્ટમ્પ છોડીને શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટ સાથે અથડાયા બાદ પેડ સાથે અથડાયો અને પછી સ્ટમ્પ સાથે અથડાયો. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન પર ઉતરેલા આકાશ સિંહના ચોથા બોલ પર વિરાટ કોહલીને બોલ્ડ થતો જોઈ તેની પત્ની અનુષ્કાનો ચહેરો ઉતરી ગયો હતો.

અનુષ્કા શર્માનું ફિલ્મી કરિયર
જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત શાહરૂખ ખાન સાથે કરી હતી અને અનુષ્કા શર્માની પહેલી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. એ બાદ તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. નોંધનીય છે કે અનુષ્કા શર્મા લાંબા બ્રેક બાદ હવે ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ સાથે જ ફિલ્મમાં અનુષ્કા શર્મા ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ