- કોરોના થાય તો સારવાની ચિંતા છોડો
- બેસ્ટ છે SBIની આ પોલિસી
- 156 રૂપિયામાં મેળવો 50 હજારનું વીમા કવચ
દેશની સૌથી મોટી સરકારી બેંક SBI આપના માટે કોરોનાની સારવાર માટે ખાસ સ્કીમ લઈને આવી છે. જેમાં તમારે માત્ર 156 રૂપિયાનો જ ખર્ચ કરવાનો રહેશે. આ પોલિસીનું નામ કોરોના રક્ષક પોલીસી છે.

શું છે કોરોના રક્ષક પોલિસી ?
- SBI કોરોના રક્ષક પોલીસી એક આરોગ્ય વીમા સુરક્ષા યોજના છે
- ભારતીય સ્ટેટ બેંકની કોવિડ પોલીસી કોઇપણ મેડિકલ ટેસ્ટ વગર લઈ શકાય છે
- સો ટકા વીમા કવચ પોલીસી ધારકને મળવાપાત્ર છે
- પોલીસી ખરીદનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જરૂરી છે
- કોરોના રક્ષક પોલીસીમાં ઓછામાં ઓછું 156 રૂપિયા અને વધુમાં વધુ 2,230 રૂપિયાનું પ્રીમિયમ છે
- SBIની કોરોના રક્ષક પોલીસીમાં 105 દિવસ, 195 દિવસ અને 285 દિવસની સમય મર્યાદા છે
- પોલીસીમાં 50 હજારથી લઈને 2 લાખ સુધીનું કવર મળવા પાત્ર છે.
- 50 હજારનું કવર મેળવવા માટે વ્યક્તિએ 157 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે.
- વધુ જાણકારી માટે 022-27599908 પર મિસ્ડ કોલ કરીને માહિતી મેળવી શકે છે.
કોરોના પોલિસી વિશે વધુ માહિતી માટે આ લિંકની મુલાકાત લઈ શકો છો

https://www.sbilife.co.in/en/individual-Life-insures/traditional/corona-rakshak પર જઈને તમામ માહિતી મેળવી શકો છો.