બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / sandalwood tree farming profit in crores in 15 years chandan ke ped ki kheti

ખેતી / ખેતરમાં 15 વર્ષ માટે આ વૃક્ષ ઉગાડીને ભૂલી જાઓ, લાખો નહીં કરોડો કમાશો

Premal

Last Updated: 07:33 PM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગામડામાં મોટી સંખ્યામાં ખેડૂત ખેતીમાં નુકસાન થવાના કારણે જીવન નિર્વાહ કરવા માટે શહેરો તરફ વળી રહ્યાં છે. ખેતીમાં ઘણી વખત ખર્ચ ના નિકળવાને કારણે ખેડૂત આત્મહત્યા કરવા માટે પણ મજબૂર થઇ જાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં ખેડૂત દેવાના કારણે આત્મહત્યા કરે છે. પરંતુ આ દરમ્યાન ઘણા એવા ખેડૂતો છે, જે લાખો-કરોડો રૂપિયા ખેતીથી કમાઈ રહ્યાં છે. આ ખેડૂતો પારંપરિક ખેતીથી હટીને ખેતી કરે છે અને સારો નફો રળી લે છે.

  • ખેડૂત ચંદનની ખેતી કરી વધુ કમાણી કરી શકે છે
  • ચંદનના પારંપરિક રીતે વૃક્ષને ઉગાડવામાં લગભગ 20 થી 25 વર્ષ થાય છે
  • ચંદનના વૃક્ષ ઉગાડી ખેડૂત દર વર્ષે સારી આવક ઉભી કરી શકે છે 

ખેડૂત આ રીતે વધુ કમાણી કરી શકે છે 

વૃક્ષોને ઉગાડીને પણ સારી કમાણી કરી શકાય છે. ચંદનનું વૃક્ષ ખૂબ મોંઘુ વેચાય છે. જેનાથી લોકોને કરોડો રૂપિયાનો નફો થાય છે. જો કે ચંદનના વૃક્ષના ખરીદ-વેચાણ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. એવામાં ફક્ત સરકાર જ આ વૃક્ષોને ખરીદી શકે છે. સરકાર જ ખેડૂતો પાસેથી વૃક્ષોને ખરીદીને એક્સપોર્ટ કરી શકે છે. 

ચંદનની ખેતીમાં જેટલુ રોકાણ કરશો તેનાથી વધારે કમાણી થશે

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચંદનની વધુ માંગ છે અને વિશ્વભરમાં વર્તમાન ઉત્પાદન આ માંગને પૂર્ણ કરી શકતા નથી. જેના કારણે ચંદનની કિંમતમાં ભારે વધારો થયો છે. તમે ચંદનની ખેતીમાં જેટલુ રોકાણ કરશો તેનાથી ઘણુ વધારે કમાઈ શકશો. ચંદનના વૃક્ષ બે રીતે ઉગાડી શકીએ છીએ. એક જૈવિક અને પારંપરિક. ચંદનના વૃક્ષોને જૈવિક રીતે ઉગાડવામાં લગભગ 10 થી 15 વર્ષ થાય છે. જ્યારે પારંપરિક રીતે વૃક્ષને ઉગાડવામાં લગભગ 20 થી 25 વર્ષ થાય છે. પ્રારંભિક સમયમાં જ્યારે વૃક્ષ વધવાનું શરૂ થાય છે ત્યારે તેના પર પ્રાણી પણ હુમલો કરી શકે છે. એવામાં તેની સુરક્ષા વધુ જરૂર છે. આ વૃક્ષ રેતીલા અને બર્ફીલા ક્ષેત્રોને છોડીને કોઈ પણ અન્ય ક્ષેત્રમાં ઉગાડી શકાય છે. ચંદનનો ઉપયોગ અત્તર અને આયુર્વેદિક દવાઓમાં પણ કરવામાં આવે છે.

સવા કરોડથી લઇ દોઢ કરોડ રૂપિયા સુધીની આવક

ચંદનની ખેતી કરવાથી ઘણો નફો કમાઈ શકાય છે. એક વખત જ્યારે ચંદનનું વૃક્ષ આઠ વર્ષનુ થઇ જાય છે ત્યારે મજબૂત થઇ જાય છે. રોપ્યાના 12 થી 15 વર્ષો બાદ વૃક્ષ કાપવા માટે તૈયાર થાય છે. જ્યારે વૃક્ષ મોટુ થાય છે તો ખેડૂત દર વર્ષે 15-20 કિલો લાકડી સરળતાથી કાપી શકે છે. આ લાકડી માર્કેટમાં લગભગ 3-7 હજાર રૂપિયા પ્રતિ કિલોએ વેચાય છે, જે 10 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પણ હોઇ શકે છે. નિષ્ણાંતોના અનુમાન મુજબ, પ્રતિ હેક્ટર ચંદનની ખેતીનો ખર્ચ આખુ ફસલ ચક્ર 15 વર્ષો માટે લગભગ 30 લાખ રૂપિયા છે, પરંતુ તેનાથી સવા કરોડથી લઇ દોઢ કરોડ રૂપિયા સુધીની આવક થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ