બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Salman Khan threat video on social media Kisi Ka Bhai Kisi Ki Jaan

વિડીયો / ‘..પણ મારા પરિવાર પર કોઈ હુમલો કરશે તો હું ગુંડો બની જઈશ' ફિલ્મ રીલીઝ વખતે સલમાન ખાને કેમ કરી આ વાત

Manisha Jogi

Last Updated: 07:39 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોક્સઓફિસ પર 21 એપ્રિલના રોજ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રિલીઝ થશે. સલમાન ખાને એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, મને ગુંડો બનતા કોઈપણ નહીં રોકી શકે.

  • 21 એપ્રિલે રિલીઝ થશે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’.
  • સલમાન ખાનની આ ફિલ્મ એક્શન ફેમિલી ડ્રામા ફિલ્મ.
  • વિડીયોમાં કહ્યું- મને ગુંડો બનતા કોઈપણ નહીં રોકી શકે.

 બોલીવુડના ભાઈજાન સલમાન પોતાની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું પ્રમોશન કરી રહ્યા છે. બોક્સઓફિસ પર 21 એપ્રિલના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. ભાઈજાન તેમના ફેન્સને ઈદી આપી રહ્યા છે. સલમાન ખાનની આ ફિલ્મ એક્શન ફેમિલી ડ્રામા ફિલ્મ છે. તમામ લોકોને ખબર છે કે, સલમાન ખાન પરિવાર માટે કંઈ પણ કરી શકે છે.

સલમાન ખાને એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં સલમાન ખાન જણાવી રહ્યા છે કે, ‘તમને ખબર જ હશે કે, હું એક શાંતિપ્રિય વ્યક્તિ છું. જો કોઈ વ્યક્તિ મારા પરિવાર પર હુમલો કરશે તો મને ગુંડો બનતા કોઈપણ નહીં રોકી શકે છે. હું ઈદી લઈને તૈયાર છું. મારી સાથે અને મારા ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પરિવાર સાથે મુલાકાત કરો.’ સલમાન ખાને આ વિડીયોમાં ફિલ્મના સીન્સ પણ શામેલ કર્યા છે, જેમાં તેઓ ફેમિલી માટે ફાઈટ કરી રહ્યા છે. સલમાન ખાન ફિલ્મ્સે એક મેકિંગ વિડીયો પણ શેર કર્યો છે, જેમાં પૂજા હેગડે, શહેનાઝ ગિલ અને પલક તિવારી તથા ફિલ્મ ડાયરેક્ટર ફરહાદ શામજી તેમના અનુભવ શેર કરી રહ્યા છે.

 

સલમાન ખાનના ફેન્સ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. આ ફિલ્મ ઈદના દિવસે અને ખૂબ જ લાંબા ગાળા પછી બોક્સઓફિસ પર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનમાં સલમાન ખાને કેમિયો રોલ તરીકે એક્શન કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મ જોયા પછી સલમાન ખાનના ફેન્સમાં ખુશી જોવા મળી હતી.  વર્ષ 2009ની દર વર્ષે સલમાન ખાન ઈદના દિવસે તેમની ફિલ્મ રિલીઝ કરે છે. સલમાન ખાન ઈદને ખૂબ જ લકી માને છે અને તેમના ફેન્સ સલમાન ખાનને નિરાશ કરતા નથી. ફેન્સ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ