બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:53 PM, 19 March 2024
રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન પદેથી હટાવવાનો મામલો હજુ પણ ગરમ છે. આ ક્રમમાં વધુ એક ચોંકાવનારો આરોપ લાગ્યો છે. મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે, રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી દૂર કરવા પાછળ સચિન તેંડુલકરનો હાથ હોઈ શકે છે. આની પાછળ અનેક પ્રકારની દલીલો કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
Few people may call me stupid for this but Sachin Tendulkar ( whom we consider idol ) is the main culprit behind removing Rohit Sharma as MI captain .
— Dev 🇮🇳 (@time__square) March 18, 2024
[ Thread ] pic.twitter.com/TnzA6tLVr4
ADVERTISEMENT
યૂઝર્સે શું કર્યો દાવો
સોશિયલ મીડિયા પર એક ચાહકે એક્સ પર લખ્યું, "સચિન અને રોહિત વચ્ચે છેલ્લા બે વર્ષથી બધું બરાબર ચાલી રહ્યું નથી, કદાચ આવું થઈ રહ્યું છે કારણ કે તેના પુત્ર અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં વધુ તકો મળી રહી નથી. આઈપીએલ 2023 માં પણ, અર્જુનને 2 મેચ પછી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. સચિન તેંડુલકર છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્મા સિવાય તમામ ખેલાડીઓના પ્રદર્શન પર પોસ્ટ કરી રહ્યો છે. વળી, માસ્ટર બ્લાસ્ટર રોહિતના જન્મદિવસે તે જાહેરમાં 'હિટમેન'ને અભિનંદન પણ આપ્યાં નહોતા. રોહિતે બાંગ્લાદેશ સામે અણનમ 51, વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 86, અફઘાનિસ્તાન સામે 133 અને ઈંગ્લેન્ડ સામે 87 રન ફટકાર્યા ત્યારે રોહિત માટે એક પણ સચિને ટ્વિટ કર્યું નહતુ, જ્યારે તે હંમેશા કોહલી અને ગિલ માટે ટ્વિટ કરતો રહે છે.
Sachin is clearly having some issues with Rohit since last 2 years maybe because of his son Arjun not getting any chances in MI color . Further , Arjun also got dropped from squad after 2 games .
— Dev 🇮🇳 (@time__square) March 18, 2024
સચિન અને અર્જુન બંને રોહિતને ફોલો નથી કરતા
યુઝરે વધુમાં જણાવ્યું કે, જ્યારે સુરેશ રૈના, યુસુફ પઠાણ, વિરાટ કોહલી, શુભમન ગિલ, ઇશાન કિશન, એમએસ ધોની, હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજનો જન્મદિવસ હતો, ત્યારે સચિને તેમને વિશ કર્યું હતું, પરંતુ રોહિતના જન્મદિવસ પર મેસેજ પણ નહોતો મોકલ્યો. સચિન વિરાટ કોહલી, ગિલ, ઈશાન કિશન, એમએસ ધોની, હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે, પરંતુ રોહિતને નહીં.
- No tweet when Rohit scored t20i 100 vs AFG last month
— Dev 🇮🇳 (@time__square) March 18, 2024
- No tweet on any test 100s of Rohit in last 2 years
- Nothing related to Rohit throughout entire 2023 World Cup , This was his tweet of IND vs ENG match when Rohit scored 87 on a slow pitch where everyone failed pic.twitter.com/eJoYf25hWW
તેંડુલકરે છેલ્લે એપ્રિલ 2022 રોહિત માટે પોસ્ટ કરી હતી
આ યુઝરનો દાવો છે કે તેંડુલકરે છેલ્લે એપ્રિલ 2022 માં રોહિત માટે વ્યક્તિગત પોસ્ટ કરી હતી. આ સમયગાળામાં રોહિતે ભારત કે મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈ ટાઈટલ જીત્યું નથી. પરંતુ ભારતીય કેપ્ટન બેટથી શાનદાર ફોર્મમાં છે.
યૂઝરના દાવામાં કેમ દમ?
યુઝર્સના આ દાવાને ત્યારે વધુ મજબૂતી મળે છે જ્યારે અર્જુન તેંડુલકર ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યા અને ઇશાન કિશનને ફોલો કરે છે, પરંતુ રોહિત શર્મા નથી કરતો.
• To everyone's surprise , Arjun has unfollowed Rohit on Instagram .
— Dev 🇮🇳 (@time__square) March 18, 2024
Arjun follows 530+ people on insta including Hardik , Ishan and almost every MI & Indian cricketer . pic.twitter.com/V2KdZGC6Qh
MIમાં 2013થી કેપ્ટન રહેલા રોહિતને હટાવાયો હતો
ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. રોહિતને કેપ્ટનશિપમાંથી હટાવ્યા બાદ ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું કારણ કે 2013માં રિકી પોન્ટિંગને હટાવ્યા બાદથી તે ટીમનો કેપ્ટન રહ્યો હતો. રોહિતે કેપ્ટન્સી સંભાળતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ ટાઈટલ જીત અપાવી હતી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નહતુ અને તેની કેપ્ટન્સી હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતુ. હવે હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળ રોહિત શર્મા કેવો દેખાવ કરે છે, તેના પર બધાની નજર રહેશે.
સચિન તેંડુલકર પણ MI સાથે જોડાયેલો છે
'ગોડ ઓફ ક્રિકેટ' તરીકેની ઓળખ ધરાવતો સચિન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના મેન્ટર છે. સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર પણ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે, પરંતુ જ્યાં સુધી રોહિત ટીમનો કેપ્ટન હતો ત્યાં સુધી અર્જુનને પ્લેઇંગ-11માં વધારે તક આપવામાં આવી ન હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT