બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / s jaishankar responds to pakistani reporter on terrorism issue

જડબાતોડ / VIDEO: વિદેશમંત્રી જયશંકરની હાજરજવાબી! પાકિસ્તાની રિપોર્ટરની એક જ લાઇનમાં બોલતી કરી બંધ

Parth

Last Updated: 09:09 AM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના વિદેશમંત્રીએ પાકિસ્તાની રિપોર્ટરને કેમ કહ્યું, તમે ખોટા મંત્રીને સવાલ કરી રહ્યા છો! જુઓ વીડિયો

  • ભારતે ફરી પાકિસ્તાનને બતાવ્યો આઈનો 
  • વિદેશમંત્રીએ રિપોર્ટરની બોલતી કરી દીધી બંધ 
  • કહ્યું તમે ખોટા મંત્રીને સવાલ કરી રહ્યા છો 

ભારતના વિદેશ મંત્રી S જયશંકર દુનિયાભરમાં ચર્ચામાં રહે છે, તેમના હાજરજવાબી સ્વભાવના કારણે. પછી ભલે સામે અમેરિકા જેવા સુપરપાવર દેશ હોય કે પછી પાકિસ્તાન જેવા આતંકવાદી દેશ, ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે તેમના જવાબો અને વીડિયોના દેશભરમાં વખાણ થયા છે ત્યારે UNSCની બેઠકની વચ્ચે એક પાકિસ્તાની પત્રકારને જયશંકરે એવો જવાબ આપ્યો છે જે જોઈને પણ તમે પણ વિચારમાં પડી જશો. 

પાકિસ્તાની રિપોર્ટરે પૂછ્યું કે દિલ્હી, કાબુલ અને પાકિસ્તાનમાં ક્યાં સુધી આતંકવાદ દેખાતું રહેશે, તેમણે તરત જવાબ આપ્યો કે તમે આ સવાલ ખોટા મંત્રીને કરી રહ્યા છો. આ તો પાકિસ્તાનના મંત્રી જ જવાબ આપી શકશે કે પાકિસ્તાન ક્યાં સુધી આતંકવાદ ફેલાવતું રહેશે. 

જયશંકરે ફરી પાકિસ્તાનને લગાવી લતાડ 
ભારતના વિદેશ મંત્રી S જયશંકર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ એટલે કે UNSC ની બેઠકમાં સતત ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે 24 જ કલાકમાં બીજી વાર પાકિસ્તાનને આડે હાથ લીધું છે. મુંબઈ હુમલો અને ન્યૂયોર્કમાં થયેલા હુમલાને પણ યાદ કરવામાં આવ્યું આવ્યું અને કહ્યું કે આ બંનેમાં પાકિસ્તાનનું જ સીધું કનેક્શન છે. તેમણે કહ્યું કે આપણે ફરી 26/11 કે 9/11 થવા દઈ શકીએ નહીં. આતંકવાદનો મુદ્દો સતત ગંભીર થઈ રહ્યો છે. નોંધનીય છે કે આ બેઠકને મુંબઈ હુમલાના સર્વાઇવર બહાદુર નર્સ અંજલિએ પણ સંબોધન કર્યું હતું. 

જયશંકરે કહ્યું કે કોઈ પણ દેશે આતંકવાદનો લાભ લેવા વિષે વિચારવું પણ જોઈએ નહીં અને આતંકવાદ મુદ્દે તમામ મતભેદોને ભૂલીને એકસાથે આવવું જોઈએ.

નર્સે શેર કર્યો અનુભવ 
આ સિવાય નર્સ અંજલિએ પોતાના સંબોધનમાં કલહયું હતું કે તે મુંબઈમાં થયેલા હુમલામાં બચી ગઈ હતી અને લોકોના દુ:ખની અવાજ હું UNSC માં લાવવા માંગુ છું. અંજલિએ કહ્યું કે તે રાતે મેં 20 ગર્ભવતી મહિલાઓને માંડ માંડ સાચવી. બે વ્યક્તિઓ દાખલ થયા અને ધડાધડ ફાયરિંગ કર્યું. વિશ્વાસ કરવું મુશ્કેલ હતું કે અમે જીવતા છીએ. અંજલિએ કહ્યું કે કસાબને મેં જ ઓળખ્યો હતો અને તેના મનમાં સહેજ પણ પશ્ચાતાપ હતો નહીં. લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે કારણ કે આ હુમલાના પ્રાયોજક તો હજુ પણ આઝાદ ફરી રહ્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ