russia has given the warning of third world war id ukraine joined nato
BIG NEWS /
રશિયાએ કહ્યું '... તો ત્રીજા વિશ્વયુદ્ધની ગેરંટી', ચેતવણી બાદ દુનિયાભરમાં દહેશત વધી
Team VTV04:41 PM, 13 Oct 22
| Updated: 04:46 PM, 13 Oct 22
રશિયાએ ધમકી આપી છે કે જો યુક્રેન નાટોમાં સામેલ થયું, તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે.
નાટોમા સામેલ થયું યુક્રેન તો થશે ત્રીજું વિશ્વયુદ્ધ - રશિયાની ધમકી
બાઈડન બોલ્યા - દુનિયા કરી રહી છે મોટા ખતરાનો સામનો
બધા જ દેશો પર થશે અસર , પરિણામ વિનાશકારી હશે - રશિયા
નાટોમા સામેલ થયું યુક્રેન તો થશે ત્રીજું વિશ્વયુદ્ધ - રશિયાની ધમકી
રશિયા અને યુક્રેન વચ્ચે ગયા સાત મહિનાઓથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ક્રિમિયાને જોડનાર પુલ પર થયેલા અટેક બાદ રશિયાએ રણનીતિમા બદલાવ કર્યો છે અને યુક્રેન પર બોમ્બમારો કર્યો છે. ત્યાં યુક્રેન પણ રશિયા પર પલટવાર કરી ચૂક્યું છે. આ દરમિયાન, રશિયન સિક્યોરિટીઝ કાઉન્સિલના એક અધિકારીના નિવદને ચોંકાવ્યા છે. તેમણે કહ્યું છે કે જો યુક્રેન અમેરિકાના નેતૃત્વવાળા નાટો મિલીટરી અલાયન્સનો ભાગ બને છે, તો પછી આ ઘટનાક્રમ ચોક્કસ રીતે થર્ડ વર્લ્ડ વોર તરફ લઈ જશે. રશિયાની ખુલ્લી ચેતવણી બાદ દુનિયાભરમાં ટેન્શન વધ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા 30 સપ્ટેમ્બરનાં રોજ ઔપચારિક રૂપથી યુક્રેનનાં 18% ભાગને કબજે કરવાની ઘોષણાનાં અમુક કલાકો બાદ, યુક્રેનનાં રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ નાટોની ફાસ્ટ - ટ્રેક સદસ્યતા પર વાત કરી. જોકે, યુક્રેન માટે સંપૂર્ણ સદસ્યતા મેળવવી હજુ દૂરની વાત છે, કેમકે ગઠબંધનનાં બધા 30 સદસ્યોએ પોતાની મંજૂરી આપવી પડશે. TASSએ રશિયાની સુરક્ષા પરિષદના ઉપ સચિવ એલેક્ઝાન્ડર વેનેડિક્ટોવનાં હવાલાથી કહ્યું - કિવ સારી રીતે જાણે છે કે કયા પ્રકારના પગલાંનો અર્થ ત્રીજા વિશ્વ યુદ્ધનિ ગેરંટી હશે.
બધા જ દેશો પર થશે અસર , પરિણામ વિનાશકારી હશે
વેનેડિક્ટોવે કહ્યું કે આપણે યાદ રાખવું જોઈએ કે પરમાણુ સંઘર્ષ આખી દુનિયાને પ્રભાવિત કરશે - ન માત્ર રશિયા અને સામૂહિક પશ્ચિમ, પણ આ ધરતીનાં બધા જ દેશો પર તેની અસર જોવા મળશે. પરિણામ માનવજાતિ માટે વિનાશકારી હશે. વેનેડિક્ટોવ, જે સુરક્ષા પરિષદનાં સચિવ અને પુતિનનાં એક શક્તિશાળી સહયોગી છે - તેમણે કહ્યું કે તેમને લાગે છે કે યુક્રેનનું આવેદન દુષ્પ્રચાર હતો કેમકે પશ્ચિમે નાટોની યુક્રેનિ સદસ્યતાનાં પરિણામોને સમજ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રકારના પગલાંની આત્મઘાતી પ્રકૃતિને નાટોનાં સદસ્યો ખુદ સમજે છે.
બાઈડન બોલ્યા - દુનિયા કરી રહી છે મોટા ખતરાનો સામનો
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નાટોનાં પૂર્વ તરફ વિસ્તારને વધારવા માટે અમેરિકા સામે વારંવાર બોલ્યા છે, વિશેષ રૂપથી યુક્રેન અને જોર્જિયા જેવા પૂર્વ સોવિયત ગણરાજ્યો માટે, જેને રશિયા પોતાના પ્રભાવ ક્ષેત્રનાં હિસ્સાનાં રૂપમાં જુએ છે. 21 સપ્ટેમ્બરના રોજ, પુતિને પશ્ચિમને ચેતવણી આપી હતી કે તેઓ મજાક નથી કરી રહ્યા, જ્યારે તેમણે કહ્યું હતું કે તેઓ રશિયાના બચાવ માટે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા તૈયાર હશે. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે વિશ્વ 1962ના ક્યુબા મિસાઇલ સંકટ પછી પરમાણુ હુમલાના સૌથી મોટા જોખમનો સામનો કરી રહ્યું છે.