બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / RRB is going to recruit Technician Grade 1 and Grade 3 for more than 9000 posts in Railways

રેલવે ભરતી / રેલવેમાં ભરતીની ફૂલ સ્પીડ! 9144ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, જાણો વિગત

Vishal Dave

Last Updated: 06:56 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RRB રેલ્વેમાં 9000 થી વધુ પદો માટે ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 ની ભરતી કરવા જઈ રહ્યું છે. આ સરકારી નોકરીની ખાલી જગ્યાની જાહેરાત આરઆરબીની સત્તાવાર વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) હજ્જારો પદો પર ટેકનિશિયનની ભરતી બહાર પાડી છે.  2024  RRB ભરતી માટે ઓનલાઈન ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યું છે. આ પસંદગી પ્રક્રિયા દ્વારા, RRB રેલ્વેમાં 9000 થી વધુ પદો માટે ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 ની ભરતી કરવા જઈ રહ્યું છે. આ સરકારી નોકરીની ખાલી જગ્યાની જાહેરાત આરઆરબીની સત્તાવાર વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે. આ સિવાય તમે આ સમાચારમાં આપેલી લિંક પરથી RRB ટેકનિશિયન જોબ નોટિફિકેશન 2024 ડાઉનલોડ કરીને અરજી પણ કરી શકો છો.

RRB ટેકનિશિયન એપ્લિકેશન ફોર્મ

રેલ્વે ભરતી બોર્ડની રેલ્વે ટેકનિશિયન ખાલી જગ્યા 2024 માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શનિવાર, 9 માર્ચ, 2024 થી શરૂ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8મી એપ્રિલ 2024 (રાત્રે 11:59 વાગ્યા સુધી) છે. આ પછી તમને RRB ટેકનિશિયન એપ્લિકેશન ફોર્મમાંની ભૂલો સુધારવાની તક આપવામાં આવશે. આ માટે કરેક્શન વિન્ડો 9 એપ્રિલથી 18 એપ્રિલ, 2024 સુધી ખોલવામાં આવશે.

RRB ટેકનિશિયન ખાલી જગ્યા 2024 વિગતો

પદનું નામ                                                       

ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ 

પદની સંખ્યા 
1092 

વય મર્યાદા 
18 થી 36 વર્ષ ( 1લી જુલાઈ 2024 સુધીમાં)

 

પદનું નામ
ટેક્નિશિયન ગ્રેડ 3

પદની સંખ્યા 
8052

વયમર્યાદા 
18 થી 33 વર્ષ  ( 1લી જુલાઈ 2024 સુધીમાં)


જો આપ અનામત  શ્રેણીમાંથી આવો છો, તો રેલ્વે અને ભારત સરકારના આરક્ષણ નિયમો અનુસાર, તમને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટનો લાભ મળશે. વિગતવાર માહિતી આગળની સૂચનામાં જોઈ શકાય છે.

RRB ટેકનિશિયન પગાર

રેલ્વેમાં ટેક્નિશિયનની નોકરી મેળવનારાઓને 7મા પગાર પંચ હેઠળ તેમનો પગાર મળશે. મૂળ પગાર ઉપરાંત અન્ય ભથ્થાનો લાભ પણ આપવામાં આવશે. પોસ્ટ વાઈઝ રેલ્વે ટેકનિશિયન પગારની વિગતો નીચે મુજબ છે.

ટેકનિશિયન ગ્રેડ 1  - 29,200 રૂ. ( શરૂઆતી વેતન) 
ટેક્નિશિયન ગ્રેડ 3 - 19,900 રૂ. ( શરૂઆતી વેતન)

પોસ્ટ્સ અનુસાર, શૈક્ષણિક લાયકાત અને અન્ય લાયકાતની વિગતો સંબંધિત RRB પ્રાદેશિક વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનામાંથી મેળવી શકાય છે. અરજી પ્રક્રિયા માત્ર ઓનલાઈન જ પૂર્ણ કરવાની રહેશે. એવી સલાહ આપવામાં આવે છે કે ઉમેદવારોએ તેમના સક્રિય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો જ ઉપયોગ કરવો જોઈએ. રેલવે ભરતી બોર્ડ ભરતી અંગે આના દ્વારા તમારો સંપર્ક કરશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ