બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Royal Challengers Bangalore defeated Rajasthan Royals by seven runs

IPL 2023 / RCBએ સાતે રને રાજસ્થાન રોયલ્સને રગદોળ્યું, 23 એપ્રિલે કોહલીને નામે નોંધાયો શર્મનાક રેકોર્ડ, ફેન્સ આઘાતમાં

Kishor

Last Updated: 08:41 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને સાત રનથી હરાવ્યું હતું

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સન વચ્ચે જોરદાર મુકાબલો
  • બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને સાત રનથી હરાવ્યું
  • રાજસ્થાનને આપ્યો હતો 190 રનનો ટાર્ગેટ

IPL 2023માં આજે (23 એપ્રિલ, રવિવાર) એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સન વચ્ચે જોરદાર મુકાબલો ખેલાયો હતો. ચોગ્ગા, છગાના વરસાદ વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને સાત રનથી હરાવ્યું હતું.  RCBએ જોરદાર ઇનિંગ્સ રમી જીતવા માટે રાજસ્થાનને 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બાદમાં 20 ઓવર રમવા પણ રાજસ્થાન જીત સુધી ન પહોંચતા RCBની જીત થઇ હતી. આ જીત પાછળ હીરો ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસ હતા, આ બંનેમાં મેક્સવેલે 77 અને ફાફ ડુ પ્લેસિસે 62 રનનું યશ્વસવી યોગદાન આપ્યું હતું. 


190 રનના ટાર્ગેટ પૂર્ણ કરવા ઉતરેલી રાજસ્થાન ટીમનો આરંભ જ ખરાબ રહ્યો હતો કારણ કે  માત્ર એક રનમાં જોસ બટલર પરત ફર્યો હતો. જેને મોહમ્મદ સિરાજે બોલ્ડ કર્યો હરો.. આ પછી યશસ્વી જસવાલ અને દેવદત્ત પડિકલ વચ્ચે બીજી વિકેટ માટે 98 રનની ભાગીદારી થઈ હતી. પડિકલે 34 બોલમાં 52 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ડેવિડ વિલીએ પડિક્કલને કોહલીના હાથે કેચ આઉટ કરાવીને જોડી તોડી નાખી હતી. 

જસ્થાન જીતથી દૂર રહયુ
ત્યારબાદ જયસ્વાલની વિકેટ પડી હતી. જેનો હર્ષલ પટેલની બોલિંગ પર કોહલીએ કેચ કર્યો હરો. યશસ્વીએ 37 બોલમાં 47 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. બાદમાં સંજુ સેમસન પર ચાહકોને આશા હતી. જેમા ખરા ઉતરવા તેને જોરદાર શોટ ફટકાર્યા હતા, પરંતુ તેની ઇનિંગ વધુ ટકી ન હતી અને તે 22 રનના અંગત સ્કોર પર હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો.પરિણામે રાજસ્થાન જીતથી દૂર રહયુ હતું.

વિરાટ કોહલી  ગોલ્ડન ડક

રાજસ્થાન રોયલ્સ સામેની મેચના પહેલા જ બોલ પર વિરાટ કોહલી આઉટ થયો હતો. ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં વિરાટ કોહલી બોલ ચુકી ગયો અને તે આઉટ થયો હતો. આમ IPLમાં બીજી વખત વિરાટ કોહલી મેચના પ્રથમ બોલ પર આઉટ થયો છે. ગત સિઝનમાં પણ તે એક વખત મેચના પ્રથમ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. જેને ગોલ્ડન ડક કહે છે. 'ડક' શબ્દનો ઉપયોગ બેટ્સમેનને ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ કરવા માટે થાય છે. બેટ્સમેન ખાતું ખોલ્યા વિના ઇનિંગ્સના તેના પ્રથમ બોલ પર આઉટ થઈ જાય છે. ત્યારે તે ગોલ્ડન ડક ગણાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ