બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / rohit sharma will be seen with rashmika mandana in movie

મનોરંજન / બોલિવૂડમાં આ સુપરસ્ટાર સાથે ડેબ્યૂ કરશે રોહિત શર્મા, ફિલ્મનો ફર્સ્ટ લુક જોઈ ચોંકી ગયા ફેન્સ

Khevna

Last Updated: 12:24 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટર રોહિત શર્મા હવે ફિલ્મ મેગા બ્લોકબસ્ટરમાં સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના સાથે જોવા મળશે. જુઓ પોસ્ટર

  • રોહિત શર્મા જલ્દી જ ફિલ્મે મેગા બ્લોકબસ્ટરમાં જોવા મળશે 
  • ફિલ્મમાં પુષ્પાની એક્ટ્રેસ રશ્મિકા મંદાના પણ હશે 
  • 4 સપ્ટેમ્બરનાં રોજ ટ્રેલર રીલીઝ થશે 

રોહિત શર્મા જલ્દી જ ફિલ્મમાં જોવા મળશે 

ભારતનાં સુપરસ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા ત્રણેય ફોરમેટમાં ખતરનાક બેટિંગ માટે ફેમસ છે. જ્યારે તેઓ પોતાની લયમાં હોય છે, ત્યારે કોઈપણ બોલિંગ આક્રમણને પરસેવા છૂટી જાય છે. રોહિત શર્માએ પોતાના દમ પર ઇન્ડીયાને ઘણી મેચ જીતાડી છે. હવે ક્રિકેટનાં મેદાન બહાર પણ રોહિતનો જલવો જોવા મળશે. તેઓ એક મૂવીમાં જોવા મળશે, જેનો પહેલો લૂક સામે આવ્યો છે. 

આ મૂવીમાં જોવા મળશે રોહિત શર્મા 
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની આ ફિલ્મનું નામ મેગા બ્લોકબસ્ટર છે. તેના કેપ્શનમાં રોહિત શર્માએ લખ્યું છે કે નર્વસ ફિલ કરું છું, એક પ્રકારનો ડેબ્યૂ છે. આ ફિલ્મનું પ્રોડક્શન ઓશિમ કરશે. જ્યારે રોહિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર 4 સપ્ટેમ્બરનાં રોજ રીલીઝ થશે. 

રોહિત શર્મા સાથે જોવા મળશે રશ્મિકા મંદાના 
રશ્મિકા મંદાના સાઉથ સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ છે. પુષ્પા મૂવીમાં પોતાની એક્ટિંગથી તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. રશ્મિકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટીવ રહે છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીરો ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં જ રશ્મિકા મંદાનાએ પોતાના સોશિયલ મ્જ્દીયા હેન્ડલ પર ફિલ્મ મેગા બ્લોકબસ્ટરનું પોસ્ટર શેર કર્યું છે. આવામાં ફેન્સનાં મનમાં સવાલ ઉઠવા લાગ્યા છે કે શું રોહિત શર્મા મૂવીમાં રશ્મિકાનાં હીરો બનશે કે કેમ?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ