Rohit Sharma Breaks Wasim Akram S Record For Most Sixes In A Test Match
સિદ્ઘિ /
'શાબાશ' રોહિત શર્મા, એક જ મેચમાં પોતાના નામે કરી દીધા આટલા બધા રેકોર્ડ્સ
Team VTV04:55 PM, 05 Oct 19
| Updated: 05:14 PM, 05 Oct 19
'હિટમેન' રોહિત શર્મા એ વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. પહેલી ઇનિંગમાં રોહિત શર્માએ 176 રન કર્યા, જ્યારે બીજી ઇનિંગમાં 127 રન કરીને આઉટ થયો. આ સાથે જ રોહિત શર્મા ઑપનર તરીકેની ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સેન્ચુરી કરનારા વર્લ્ડનો પહેલો બેટ્સમેન બન્યો છે.
રોહિત શર્માએ ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં કરી સેન્ચુરી
રોહિત શર્માએ સિદ્ધુનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, એક ટેસ્ટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બન્યો
આ સાથે જ રોહિત શર્માએ આ મેચમાં કુલ 13 સિક્સર્સ ફટાકરી, તેણે પહેલી ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 7 સિક્સર્સ ફટકારી. એક મેચમાં 13 સિક્સર ફટકારનારા રોહિતે પાકિસ્તાનના વસીમ અકરમનો રેકોર્ડ પોતાના નામે કર્યો. વસીમ અકરમે 1996માં 257* રનની ઇનિંગમાં 12 સિક્સર્સ ફટકારી હતી.
રોહિત એક ટેસ્ટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે નવજોતસિંહ સિદ્ધુનો રેકોર્ડ તોડ્યો છે. સિદ્ધુએ 1994માં શ્રીલંકા વિરુદ્ધ લખનઉમાં 8 સિક્સ મારી હતી. સિદ્ઘુએ 124 રનની ઇનિંગ રમી જેના માટે 223 બૉલ પર 9 બાઉન્ડ્રી અને 8 સિક્સર્સ ફટકારી. ટીમ ઇન્ડિયાએ આ મેચ ઇનિંગ અને 119 રનથી જીતી.રોહિતે આ મેચમાં 13 સિક્સર ફટકારી હતી.
વનડે અને T-20 મા પણ રેકોર્ડ:
રોહિત શર્મા ટીમ ઇન્ડિયા માટે એક વનડે ઇન્ટરનેશનલમાં સર્વાધિક સિક્સર ફટકારો બેટ્સમેન પણ છે. તેણો ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ 2013માં બેંગ્લોર ખાતે 16 સિક્સ મારી હતી. 2017માં શ્રીલંકા સામેની ટી-20માં 10 સિક્સ મારી હતી. આમ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા તરફથી એક મેચમાં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ તેના નામે છે.
રોહિત શર્મા ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સેન્ચુરી કરનારા છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. વિજય હઝારે પહેલા ભારતીય બેટ્સમેન હતા, જેમણે ટેસ્ટ મેચની બંને ઇનિગમાં સેન્ચુરી કરી હતી. સુનીલ ગાવસ્કર 3 વખત, રાહુલ દ્રવિડ 2 વખત આ સિદ્ઘિ મેળવી છે. કેપ્ટન વિરાટ કોહલી અને અંજ્કિય રહાણે પણ ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારી ચૂક્યો છે.