બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Road to Vanargam in Chhotaudepur very bad, ambulance could not come, woman had to give birth at home

વિકાસથી વંચિત / છોટાઉદેપુરમાં 'વિકસિત' રોડ પર ઍમ્બ્યુલન્સ અટવાઈ : અસહ્ય પીડા સાથે પ્રસૂતા દૂર સુધી ચાલી, ઘરે જ કરવી પડી પ્રસૂતિ

Vishnu

Last Updated: 07:27 PM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિલ્લા મથકથી માત્ર 10 કિમીના અંતરે આવેલા ગામમાં એમ્બ્યુલન્સ ન આવી શકી આથી મજબૂરીમાં મહીલાની ઘરે જ પ્રસુતિ કરાવી પડી.

  • શું આ છે સરકારનો કહેવાતો `વિકાસ'?
  • રસ્તો ખરાબ હોવાથી એમ્બ્યુલન્સ ન પહોંચી ગામમાં
  • છોટાઉદેપુરના વનાર ગામમાં મહિલાને ઘરે જ કરવી પડી પ્રસૂતિ

કહેવાય છે કે ગુજરાત અને વિકાસ એક સિક્કાની બે પર્યાય બાજુ છે. પણ આજે તમને એવી વાસ્તવિકતાથી રૂબરૂ કરવાં જઈ રહ્યા છીએ જે ગુજરાતનાં વિકાસની ગુલબાગો પર તમાચો છે, એવો તો કેવો વિકાસ કે ગુજરાતની નારી  પ્રસૂતિ દરમિયાન પણ સારી સગવડ ન ભોગવી શકે, છોટાઉદેપુરથી 10 જ કિલોમીટરના અંતરે આવેલું એવું ગામ જે હાલ પણ સારા રસ્તાઓ ઝંખે છે. અરે  હદ તો ત્યારે થાય છે કે પ્રસૂતા દુખથી પીડાઈ રહી હતી એમ્બ્યુલન્સ પણ આવી રહી હતી પણ ગામનો માર્ગ એટલો ખરાબ હતો કે એમ્બ્યુલન્સ 'વાટ' જ જોવાઈ રહી, તે રસ્તા પર જ રહીને પ્રસુતિ ઘરે જ કરવી પડી. 

 

અડધો કીમી ચાલીને  એમ્બ્યુલન્સ સુધી જવું પડ્યું. 

પહેલા ઘરે પ્રસુતિ કરવાની ફરજ પડી પછી અસહ્ય પીડા સાથે અડધો કીમી ચાલીને  એમ્બ્યુલન્સ સુધી જવું પડ્યું. જિલ્લા મથકથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા ગામની આવી હાલત જોઈએને અનેક સવાલો ઊભા થયા છે. કારણ કે અહી એક માતાના જીવનો સવાલ હતો એક નવજાત શિશુનો જીવને જોખમ હતું, આ તો કેવો વિકાસ કે જ્યાં શહેર અને અંતરિયાળ ગામમાં આંતરો રખાય છે. કહેવાતા વિકાસની અંદર અંતરિયાળ ગામો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મજબૂરીના માર્યા વનાર ગામલોકો ઘણા વર્ષોથી આવી અનેક પરેશાનીઓ ઝેલી રહ્યા છે. કાચા રસ્તાને કારણે એમ્બ્યુલન્સ ઘર સુધી ન આવી શકી, પ્રસૂતિ ઘેર જ કરવી પડી, બાદમાં નવજાતને લઈને પીડા સહન કરી એમ્બ્યુલન્સ સુધી પહોંચવું પડ્યું ત્યારબાદ પ્રસૂતા અને તેનો બાળક સારી હોસ્પિટલમાં પહોંચી શક્યા અને સારવાર મેળવી શક્યા પણ અહી એ વાતનો કોઈએ તો વસવસો રાખવો પડશે કે જો કાઇ અઘટિત થયું હોત તો જવાબદાર કોણ? અને જો કદાચ એમ્બ્યુલન્સ આવી પણ ગઈ હોત તો રસ્તો એટલો ખરાબ હતો કે એમ્બ્યુલન્સની અંદર જ પ્રસૂતિ  કરવાની ફરજ પડી હોય આથી વિકાસની વાતો માત્ર કાગળ પૂરતી સીમિત ન રાખતા તેણે જમીન પર ઉતારવી જરૂરી છે.

તંત્રને સળગતા સવાલ 

છોટાઉદેપુર તાલુકાના વનાર ગામની આ ઘટના ગુજરાતનાં અંતરિયાળ ગામોમાં થયેલા કામો અને વિકાસની મોટી મોટી વાતોને ઉઘાડી પાડે છે.શું આ છે સરકારનો કહેવાતો `વિકાસ'?, હજુ સુધી કેમ પાકો રસ્તો નથી બનાવાયો?મહિલાને કંઇ થઇ ગયું હોત તો જવાબદાર કોણ હોત?, જિલ્લા મથક નજીકના જ ગામમાં આવી હાલત છે તો અંતરિયાળ વિસ્તારમાં શું સ્થિતિ હશે?, શું વિકાસ માત્ર કાગળ પર જ છે? પ્રસુતિ બાદ મહિલાને અડધો કિલોમીટર દૂર ચાલવું પડે આ કેવી સ્થિતિ? 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ