બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / RLD Names Candidates For 2 Lok Sabha Seats It Got In Deal With BJP

RLD મેદાનમાં / યુપીમાં લોકસભાના વધુ 2 ઉમેદવારો જાહેર, ભાજપ સાથે ગઠબંધનના બદલામાં મળી 2 બેઠકો

Hiralal

Last Updated: 07:44 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીમાં ભાજપના 51 બાદ હવે તેની સાથી પાર્ટી RLDએ બાગપત અને બિજનૌર એમ બે બેઠકના ઉમેદવાર જાહેર કર્યાં છે.

હજુ હમણાં જ ભાજપ સાથે ગઠબંધન કરનારી રાષ્ટ્રીય લોક દળે (RLD) તેને મળેલી લોકસભાની બે બેઠકોના ઉમેદવાર જાહેર કર્યાં છે. RLD બાગપત અને બિજનૌર બેઠકના ઉમેદવાર જાહેર કર્યાં છે જેમાં બાગપતથી રાજકુમાર સાંગવાન અને બિજનૌરથી ચંદન ચૌહાણને ટિકિટ આપી છે. 

વિધાન પરિષદની એક બેઠકના ઉમેદવાર પણ જાહેર 
આરએલડીએ  વિધાન પરિષદની એક બેઠકના ઉમેદવાર પણ જાહેર કર્યાં છે. આરએલડીએ યોગેશ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેના સત્તાવાર હેન્ડલ પર આની જાહેરાત કરવામાં આવી હતી.

કોણ છે રાજકુમાર સાંગવાન?
મેરઠના ડો.રાજકુમાર સાંગવાન 44 વર્ષથી આરએલડી સાથે સંકળાયેલા છે. લાંબા સમયથી વિદ્યાર્થી અને ખેડૂત રાજકારણ કરતા ડો.રાજકુમાર સાંગવાનના લગ્ન પણ થયા ન હતા અને તેઓ જમીન રાજનીતિ કરી રહ્યાં છે. હાલમાં તેઓ આરએલડીના રાષ્ટ્રીય સચિવ છે. બાગપતના માયા ત્યાગી કેસમાં ડો.રાજકુમાર સાંગવાન (63)ને વર્ષ 1980માં પહેલીવાર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થી અને ખેડૂત ચળવળમાં ડઝનેક પછી તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેણે મેરઠ કોલેજમાંથી એમએ હિસ્ટ્રી કરી છે. તેમણે મેરઠ કોલેજમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે પણ કામ કર્યું હતું. 1982માં તેમને મેરઠમાં આરએલડીના જિલ્લા ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 1986માં તેઓ વિદ્યાર્થી આરએલડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા હતા. 1990માં તેઓ મેરઠના યુવક આરએલડીના જિલ્લા અધ્યક્ષ હતા. આ પછી, તેઓ યુથ આરએલડીમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રમુખ પણ બન્યા હતા. 1995માં ચૌધરી અજીત સિંહે તેમને ઝારખંડ અને બિહાર ચૂંટણીના રાજ્ય પ્રભારી બનાવ્યા હતા. આ પછી, તેઓ આરએલડીમાં રાજ્ય મહામંત્રી અને રાજ્ય મહામંત્રી સંગઠન બન્યા.

કોણ છે ચંદન ચૌહાણ 
ચંદન ચૌહાણ મુઝફ્ફરનગરના મીરાપુરના આરએલડી ધારાસભ્ય છે. ચંદન ચૌહાણની ઉંમર માત્ર 28 વર્ષ છે અને તેમના પિતા સંજય ચૌહાણ બિજનૌરથી સાંસદ રહી ચૂક્યા છે. તેમના દાદા નારાયણ ચૌહાણ યુપીના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. ચંદન ચૌહાણ ગુર્જર સમાજમાંથી આવે છે. તાજેતરમાં રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત સિંહે ચંદન ચૌહાણને રાષ્ટ્રીય લોકદળની યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ