બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Rishikesh Patel's statement on the issue of giving benefits to hospitals under Ayushman Yojana

ગુજરાત / 'ડૉક્ટર કહેશે સારવાર થશે કે નહીં'.. VTVનું મેગા સ્ટિંગ 'ઓપરેશન': આવી રીતે હોસ્પિટલો પાડે છે આયુષ્યમાન-કાર્ડમાં ખેલ

Dinesh

Last Updated: 10:24 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્માન યોજના હેઠળ હોસ્પિટલો લાભ આપવામાં ઠાગાઠૈયા કરે છે તે મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, 'કોઈ મુશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર 18002331022 પર કોલ કરો, ક્વોલિટી પૂર્ણ સારવાર મળે તેના માટે સરકાર સંપૂર્ણ તૈયાર છે'

  • આયુષ્માન યોજના હેઠળ હોસ્પિટલો લાભ આપવામાં ઠાગાઠૈયા કેમ કરે છે
  • સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન 
  • 'ક્વોલિટી પૂર્ણ સારવાર મળે તેના માટે સરકાર સંપૂર્ણ તૈયાર છે'


રાજ્યમાં ફરી એકવાર આયુષ્માન યોજનાને લઈ ચર્ચા જાગી છે. સરકારની મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી યોજના દેશના બહુધા નાગરિકોને વિવિધ બિમારીઓમાં 5 લાખ સુધી નિશુલ્ક સારવાર પૂરી પાડે છે, રાજ્યમાં હજુ પણ અનેક ઠેકાણે એવા કિસ્સા સામે આવે છે કે જે તે ખાનગી હોસ્પિટલે દર્દી પાસેથી કાર્ડ હોવા છતા રોકડા રૂપિયા ઉઘરાવતા હોય. તાજેતરમાં આવી કેટલીક હોસ્પિટલ સામે કાર્યવાહી પણ થઈ અને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કરવામાં આવી. 

હોસ્પિટલો લાભ આપવામાં ઠાગાઠૈયા કરે છે
કોઈપણ નાગરિકની પ્રાથમિક જરૂરિયાત એવી આરોગ્ય સેવામાં સરકાર ચોક્કસ રકમની નિશુલ્ક સારવારની પહેલ કરતી હોય તો તેની અમલવારી કરવામાં શું મુશ્કેલી પડે છે. આયુષ્માન-મા કાર્ડ યોજનાનો લાભ દર્દીને મળે તેમા હોસ્પિટલને શું વાંધો હોય શકે. હજુ પણ કેટલીક ખાનગી હોસ્પિટલ આ લાભ આપવામાં ઠાગાઠૈયા કેમ કરે છે. જે બાબતે VTVએ કેટલાક સ્ટિંગ પણ કર્યો હતાં જે બાબતે હોસ્પિટલો કોઈ સ્પષ્ટતા કરવા માગતા ન હોય તેવું જણાવા મળ્યું છે. જે સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન 
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સરકાર તરફ લગભગ 900 જેટલી હોસ્પિટલોને મા-કાર્ડ હેઠળ સેવા આપવા માટે સામેલ કરી છે તેમણે કહ્યું કે, જે બાબતે કોઈ મુશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર 18002331022 પણ છે. જેના દ્વારા જે પણ ફરિયાદ હોય તે દર્દીનો સગા કરાવી શકે છે. તેમણે કહ્યું કે, સીજીઆર પાર્ટલ દ્વારા પણ રજૂઆત ફરિયાદ કરી શકે છે તેમજ જિલ્લા લેવલ CDHOને ફરિયાદ કરી શકે છે. જે બાબતે હોસ્પિટલોમાં ઈન્કાવયરી પણ થતી હોય છે અને તપાસ પણ કરવામાં આવતી હોય છે. 

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ફાઈલ તસવીર

'ફરિયાદો અને જાણકારી માટે પર ડે 700 કોલ મળે છે' 
ક્વાલોટી પૂર્ણ સારવાર મળે તેના માટે ગુજરાત સરકાર સંપૂર્ણ તૈયાર છે જેના ભાગ રૂપે હોસ્પિટલોની ચેકિંગ કરવામાં આવતું હોય છે. જેમાં તૃટીઓ સામે આવે તો તેના સામે એક્શન લેવામાં આવે છે અને નોટિસ પણ આપવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, કઈ હોસ્પિટલમાં જવું જોઈએ જે બાબતે માર્ગદર્શન પણ પાર્ટલ મારફતે અપાય છે જે લવું જોઈએ અને વિવિધ ફરિયાદો અને જાણકારી માટે પર ડે 700 કોલ મળે છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા લાભાર્થીઓના ફિડ બેક પણ લેવમાં આવે છે.

VTV દ્વારા કેટલીક હોસ્પિટલોમાં સ્ટિંગ કરવામાં આવ્યું હતું.

  • રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલનું સ્ટિંગ

હોસ્પિટલ સ્ટાફ : ગુડ મોર્નિંગ સ્ટર્લિંગ હોસ્પિટલ
પત્રકાર : ગુડ મોર્નિંગ હું જામજોધપુરથી વાત કરું છું.
હોસ્પિટલ સ્ટાફ : હાજી બોલો
પત્રકાર : મારા દાદાને સ્ટેન્ડ મુકાવું છે. જામજોધપુર હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે. તો અમારે રાજકોટ આવવું હતું. તો ત્યાંની પ્રોસિઝર શું ?
હોસ્પિટલ સ્ટાફ : આયુષ્યમાન કાર્ડ ઉપર છે કે કેસ માં ?
પત્રકાર : કાર્ડ ઉપર છે મેડમ.
હોસ્પિટલ સ્ટાફ : ચાલુ રાખો કાર્ડના કાઉન્ટર પર આપું...
હવે કાર્ડના કાઉન્ટર પર ફોન ટ્રાન્સફર થાય છે....
પત્રકાર : હા મેડમ જામજોધપુરથી વાત કરું છું.
હોસ્પિટલ સ્ટાફ : હા બોલો
પત્રકાર : મારે દાદાને ત્યાં લઈઆવના હતા સ્ટેન્ડ મુકવાનું હતું તો પ્રોસિજર કઈ પ્રકારની હોય છે.
હોસ્પિટલ સ્ટાફ : અહીં પેલા ડોક્ટરને બતાવાનું રહશે. ડોકટર કેસ નક્કી કરીને કેસે કે કાર્ડ પર સારવાર થાય છે કે નહિ...
પત્રકાર : કાર્ડ પર પ્રોસિજર કઈ પ્રકારની હોય છે મેડમ ?
હોસ્પિટલ સ્ટાફ : તમે એક વખત અહીં આવી જાવ પછી આગળ તમને માહિતી મળી જશે.
પત્રકાર : એટલે કાર્ડ પર થઇ તો જશે ને ? કેમ કે મારે જામજોધપુરથી લઈને આવવાનું છે.
હોસ્પિટલ સ્ટાફ : ડોકટર નહિ કરી ને કહેશે કે કાર્ડ પર સારવાર થશે કે નહિ.
પત્રકાર : હોસ્પિટલમાં કોઈ સિસ્ટમ નહિ ?
હોસ્પિટલ સ્ટાફ : ના
પત્રકાર : મારે છેક જામ જોધપુરથી ધક્કો ખાવાનો છે.
હોસ્પિટલ સ્ટાફ : ના, ડોકટર પેશન્ટને જોઈને નક્કી કરશે
પત્રકાર : અચ્છા, OK મેડમ

 

  • અમદાવાદની ઘુમા ખાતેની ક્રિષ્ના સેલ્બી હોસ્પિટલનું સ્ટિંગ

હોસ્પિટલ સ્ટાફ : નમસ્તે, હું તમારી શું સહાયતા કરી શકું ?
પત્રકાર : ઘૂમાં થી વાત કરો છો ? ક્રિષ્ના સેલ્બી હોસ્પિટલથી ?
હોસ્પિટલ સ્ટાફ : ના આ જનરલ નંબર છે. બોલો તમારે કોઈ અપોઈંટ્મેન્ટ જોયે છે ?
પત્રકાર : હા હું દસ્ક્રોઇથી વાત કરું છું. મારા દાદા ને એટેક આયો તો ક્રિષ્ના સેલ્બીમાં લઇ જવા હતા. તો મારે આયુષ્યમાન કાર્ડ વિષે માહીતી જોઈતી હતી.
હોસ્પિટલ સ્ટાફ : આયુષ્યમાન ક્રિષ્ના માં નથી ચાલતું નરોડા સેલ્બીમાં ચાલે છે.
પત્રકાર : આ ઘુમા વારી મારા ઘરની નજીક છે.
હોસ્પિટલ સ્ટાફ : ત્યાં હમણાં બંધ થઇ ગયું છે. સર નરોડામાં સેલ્બી છે ત્યાં ચાલે છે.
પત્રકાર : ઘુમા માં કેમ નથી ચાલતું ?
હોસ્પિટલ સ્ટાફ : પહેલા ચાલતું હતું હવે એક જ જગ્યાએ ચાલે છે. નરોડામાં.

 

  • વડોદરાની પ્રાણાયામ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલનું સ્ટિંગ

હોસ્પિટલ સ્ટાફ : હેલો પ્રાણાયામ હોસ્પિટલ
પત્રકાર : મેડમ નરેશ વાત વાત કરું છું.
હોસ્પિટલ સ્ટાફ : હા બોલો.
પત્રકાર : હા મારા દાદા ને ગઈ કાલે એટેક આયો હતો. તો એને સ્ટેન્ડ બેસાડવાનું છે. તો મારે આયુષ્માન કાર્ડમાં ઓપરેશન થઇ જાય છે ને ?
હોસ્પિટલ સ્ટાફ : હા થઇ જાય છે
પત્રકાર : ok મેડમ તો બીજો ખર્ચો કેટલો આવે ?
હોસ્પિટલ સ્ટાફ : તમે બીજુ કઈ આગળ કરાવેલું છે ?
પત્રકાર : ECG કરાવેલું છે.
હોસ્પિટલ સ્ટાફ : એન્જીઓગ્રાફી કે એવું કઈ કરાવેલું છે ?
પત્રકાર : એ ત્યાં જ કરવાનું છે એટલા માટે જ કોલ કર્યો
હોસ્પિટલ સ્ટાફ : તમે અહીં આવી ને સર નર બતાવી દ્યો પછી એ જોવે પછી ખબર પડશે કે કાર્ડમાં થાય.
પત્રકાર : કાર્ડમાં થઇ જશે ને તો હું ત્યાં લઇ ને આવું.
હોસ્પિટલ સ્ટાફ : હા હાર્ટની કોઈ સર્જરી હશે તો થઇ જશે.
પત્રકાર : બીજો કોઈ ખર્ચ આવશે મેડમ ?
હોસ્પિટલ સ્ટાફ : ના બીજો કોઈ ખર્ચ નહિ આવે.

 

  • સુરતની કિરણ હોસ્પિટલનું સ્ટિંગ

હોસ્પિટલ સ્ટાફ : નમસ્તે કિરણ હોસ્પિટલ
પત્રકાર : મારે આયુષ્માન કાર્ડ વિષે માહિતી જોઈતી હતી.
હોસ્પિટલ સ્ટાફ : ચાલુ રાખો સર ( કોલ ટ્રાન્સફર થાય છે )
હોસ્પિટલ સ્ટાફ : હાલો બોલો
પત્રકાર : આયુષ્માન કાર્ડ વિષે માહિતી જોઈતી હતી.
હોસ્પિટલ સ્ટાફ : હા બોલો
પત્રકાર : મારા દાદાને સ્ટેન્ડ બેસાડવાનું છે. તો કોઈ ખર્ચ એવે કે કાર્ડમાં થઇ જાય ત્યાં ?
હોસ્પિટલ સ્ટાફ : તમે પેલા ડોકટરને દાદાને બતાવી દ્યો
પત્રકાર : ok
હોસ્પિટલ સ્ટાફ : પછી સર ને પૂછવાનું કે કાર્ડ પર ઓપરેશન આવશે કે નહિ ?
પત્રકાર : ok
હોસ્પિટલ સ્ટાફ : આપણે ત્યાં શું પ્રોસિજર હોય ? હું છેક ઓલપાડથી લઇ ને આવું ખર્ચ વધી જાય તો હું નાનો માણસ છું.
હોસ્પિટલ સ્ટાફ : તમારે સર ને વાત કરવી પડશે તમારે પૂછવાનું કે આ પ્રોસિજર કાર્ડ પર આવે છે કે નહિ એટલે સર કહેશે. ત્યાર બાદ આપણે પેશન્ટને એડમિટ કરાવીશુ.
પત્રકાર : આમ કાર્ડમાં થઇ તો જાય ને વાંધો ન આવે ને ?
હોસ્પિટલ સ્ટાફ : એના માટે તમારી પાસે આયુષ્માન કાર્ડ છે ?
પત્રકાર : હા છે
હોસ્પિટલ સ્ટાફ : એના માટે તમે જે ડોક્યુમેન્ટ આપ્યા હોય ને એટલી વસ્તુ તમારે લઈને આવાની રહશે.
પત્રકાર : એટલે બીજો કોઈ ખર્ચો તો ન આવે ને સાહેબ ?
હોસ્પિટલ સ્ટાફ : સર ને તમારે પૂછવાનું કે કાર્ડમાં ઓપરેશન આવશે ? એટલે સર કહેશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ