બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rights of daughter can daughter claim father's property after marriage

જાણવા જેવુ / માતા-પિતાની સંપતિમાં પુત્રીનો કેટલો અધિકાર? લગ્ન બાદ પણ હક યથાવત કે પછી! જાણો શું કહે છે કાયદો

Bijal Vyas

Last Updated: 09:50 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો આજે પણ માને છે કે પિતાની સંપત્તિ પર પુત્રોનો પ્રથમ અધિકાર છે. જ્યારે ભારતમાં દીકરીઓની તરફેણમાં અનેક કાયદાઓ બન્યા છે.

  • આજે પણ સામાજિક સ્તરે પિતાની મિલકત પર પહેલો અધિકાર પુત્રને જ આપવામાં આવે છે
  • શું પરિણીત પુત્રી તેના પિતાની મિલકત પર માલિકીનો દાવો કરી શકે છે?
  • જાણો કેવા સમયે ના મળી શકે પુત્રીને પિતાની મિલકત પર હક...

Rights of daughter: આપણી સામાજિક વ્યવસ્થામાં ઘણો બદલાવ આવ્યો છે. પરંતુ હજુ પણ વિચાર સંપૂર્ણપણે બદલાયો નથી. લોકો આજે પણ માને છે કે પિતાની સંપત્તિ પર પુત્રોનો પ્રથમ અધિકાર છે. જ્યારે ભારતમાં દીકરીઓની તરફેણમાં અનેક કાયદાઓ બન્યા છે. તે પછી પણ સમાજમાં ઘણી જૂની પરંપરાઓ અસ્તિત્વમાં છે. આજે પણ સામાજિક સ્તરે પિતાની મિલકત પર પહેલો અધિકાર પુત્રને જ આપવામાં આવે છે. દીકરીના લગ્ન થયા પછી તે સાસરે જાય છે. તેથી કહેવાય છે કે મિલકતમાં તેનો હિસ્સો ખતમ થઈ ગયો છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે શું પરિણીત પુત્રી તેના પિતાની મિલકત પર માલિકીનો દાવો કરી શકે છે?

ભારતમાં મિલકતના વિભાજનને લઈને કાયદા બનાવવામાં આવ્યા છે. આ મુજબ પિતાની સંપત્તિમાં માત્ર પુત્ર જ નહીં પરંતુ પુત્રીનો પણ સમાન અધિકાર છે. જો કે મહિલાઓમાં આ અંગે જાગૃતિનો અભાવ છે. જાગૃતિના અભાવે દીકરીઓ પોતે સમય આવે ત્યારે અવાજ ઉઠાવી શકતી નથી. તેથી, મહત્વનું છે કે છોકરીઓએ પણ તેમના અધિકારો વિશે જાગૃત રહેવાની જરૂર છે અને તેઓ પણ મિલકત સંબંધિત તેમના તમામ અધિકારો વિશે કાયદાકીય રીતે જાગૃત હોવા જોઈએ.

21 વર્ષ બાદ આજે આવી શકે નરોડા ગામ હત્યાકાંડનો ચુકાદો, માયાબેન કોડનાની, બાબુ  બજરંગી સહિત કુલ 86 આરોપીઓને કોર્ટ સંભળાવશે સજા! | Principal of the City  Civil ...

પરિણીત પુત્રીનો પિતાની પ્રોપર્ટી પર કેટલો હક ? 
શું પરિણીત પુત્રી તેના પિતાની મિલકતની માલિકીનો દાવો કરી શકે છે? તો જવાબ છે હા, પરિણીત પુત્રી પિતાની મિલકત પર દાવો કરી શકે છે. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 માં વર્ષ 2005 ના સુધારા પછી, પુત્રીને સહભાગીદાર તરીકે ગણવામાં આવી છે. હવે દીકરીના લગ્નથી પિતાની મિલકત પરના તેના અધિકારો બદલાતા નથી. એટલે કે લગ્ન પછી પણ પિતાની મિલકત પર દીકરીનો અધિકાર છે. આ મુજબ પિતાની સંપત્તિ પર પુત્ર જેટલો જ અધિકાર પુત્રીનો છે.

પુત્રી ક્યારે ના કરી શકે હકનો દાવો? 
જો પિતા તેમના મૃત્યુ પહેલા, તેમની મિલકત પુત્રના નામે ટ્રાન્સફર કરે છે. આ સ્થિતિમાં પુત્રી તેના પિતાની મિલકત પર દાવો કરી શકતી નથી. સ્વ-સંપાદિત મિલકતના કિસ્સામાં પણ, પુત્રીનું પાસુ નબળુ હોય છે. જો પિતાએ પોતાના પૈસાથી જમીન ખરીદી હોય, મકાન બાંધ્યું હોય અથવા ખરીદ્યું હોય તો તે આ મિલકત જેને ઈચ્છે તેને આપી શકે છે. સ્વ-સંપાદિત મિલકત પોતાની મરજીથી કોઈને પણ આપવાનો પિતાનો કાનૂની અધિકાર છે. એટલે કે જો પિતા દીકરીને પોતાની મિલકતમાં હિસ્સો આપવાની ના પાડે તો દીકરી કંઈ કરી શકે નહીં.

પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો? મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવાના છે 4  મોટા ફાયદા, જાણો | Thinking of buying a property? 4 major advantages of  buying property in women's name, know

શું કહે છે ભારતનો કાયદો?  
હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956માં વર્ષ 2005માં સુધારો કરીને પુત્રીઓને પૈતૃક સંપત્તિમાં સમાન હિસ્સો મેળવવાનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો છે. આ કાયદો 1956માં મિલકત પરના દાવા અને અધિકારોની જોગવાઈઓ માટે બનાવવામાં આવ્યો હતો. આ મુજબ પિતાની સંપત્તિ પર પુત્ર જેટલો જ અધિકાર પુત્રીનો છે. પુત્રીઓના અધિકારોને મજબૂત બનાવતા, આ ઉત્તરાધિકાર કાયદામાં 2005ના સુધારાથી પિતાની મિલકત પર પુત્રીના અધિકારો અંગેની કોઈપણ શંકાનો અંત આવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ