બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Resignation of Leader of Opposition of Rajkot District Panchayat

'નારાજી'નામું / લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ગાબડું: જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા કરશે કેસરિયા, જાણો કારણ

Kishor

Last Updated: 06:45 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાનું રાજીનામુ લેવાયું છે જે હવે બાદ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી કેસરિયા કરવા જઈ રહ્યા છે.

  • રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાનું રાજીનામું લેવાયું
  • જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાનું રાજીનામું લેવાયું
  • અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે

એક બાજુ લોકસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઈને રાજકીય ગતિવિધિઓ ધીમે ધીમે તેજ બની રહી છે. આવી સ્થિતિ વચ્ચે રાજકોટ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાએ રાજીનામા બાદ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો છે અને હવે તેઓ કેસરિયા કરવા જઈ રહ્યા છે. જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાનું રાજીનામું લેવાયા બાદ અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે. તે મામલે VTV સમક્ષ થયેલી વાતચીતમાં ખુલાસો થયો છે.

VTV સમક્ષ થયેલી વાતચીતમાં કર્યો ખુલાસો

VTV ન્યૂઝ સમક્ષની વાતચીતમાં અર્જુન ખાટરિયાએ જણાવ્યું કે આગામી દિવસોમાં હું ભાજપમાં જોડાઈશ. એક બાજુ દેશમાં અયોધ્યામાં આયોજિત ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ ભર્યો માહોલ છે ત્યારે અમારી લાગણી તેમની સાથે જોડાયેલ છે. વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસયાત્રાથી હું પ્રભાવિત છું. દેશ જ્યારે વિકાસના દ્વારે આગળ વધી રહ્યો હોય ત્યારે તેમાં સહભાગી થવાનો અવસર મને પણ મળતો હોવાથી હું આકર્ષાયો છું. અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવનું સપનુ સાકાર થતા હું પ્રભાવિત થયો છું સાથે જ બીજા ઘણા કાર્યકર્તાઓ પણ મારી સાથે ભાજપમાં જોડાઈ શકે છે.

આગામી દિવસોમાં હું ભાજપમાં જોડાઈશ : અર્જુન ખાટરિયા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં 25 વર્ષ જેટલો સમય વિતાવ્યા બાદ કોંગ્રેસને મજબૂત કરવામાં અમારું પણ ખૂબ યોગદાન છે. જ્યારે કોંગ્રેસ જિલ્લામાંથી નાબૂદ થઈ રહી હતી ત્યારે અમે કોંગ્રેસને જિલ્લા પંચાયતમાં ટકાવી રાખી હતી. હવે ભાજપ સાથે જોડાઈને અમારી લાગણીને પ્રધાનમંત્રી સુધી પહોંચાડશું.

વધુ વાંચો : અયોધ્યા રામ મંદિર: ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ હાઈકમાન્ડના નિર્ણયનું કર્યું સમર્થન, કહ્યું શંકરાચાર્ય જાય પછી અમે જઈશું


નોંધનિય છે કે અર્જુનભાઈ પક્ષ પલટો કરે તે પૂર્વે જ તેમને હોદ્દા પરથી તાત્કાલિક અસરથી હટાવાયા છે. અર્જુન ખાટરીયા અને તેમના પત્ની જિલ્લા પંચાયતમાં અનેક મહત્વના હોદ્દા ભોગવી ચૂક્યા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં 15, 397 મતથી હાર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ