બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Regarding Makar Sankranti On January 14 and 15, metro trains will run only till 10 pm

જાણી લો / અમદાવાદીઓ મેટ્રોની સફર કરતાં પહેલા આટલું જરૂર જાણી લેજો, આ બે દિવસ ટાઈમમાં થયો ફેરફાર

Dinesh

Last Updated: 07:24 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: મકરસંક્રાંતિને લઇને તા. 14 અને 15મી જાન્યુઆરીએ મેટ્રો ટ્રેન 10 વાગ્યા સુધી જ ચાલશે, દર 20 મિનિટના અંતરે ટ્રેન મળી રહે તેવી વ્યવસ્થા કરાશે

  • ઉત્તરાયણને લઇ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર 
  • રાત્રે 10 વાગ્યા સુધી દોડશે મેટ્રો ટ્રેન
  • 14 અને 15મી જાન્યુઆરીએ 10 વાગ્યા સુધી જ દોડશે ટ્રેન 


Ahmedabad news: ઉત્તરાયણને હવે ઝાઝા દિવસો બાકી નથી રહ્યાં. ત્યારે ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે, 14 અને 15 જાન્યુઆરીએ મેટ્રો ટ્રેનના સમય-ફ્રિક્વન્સીમાં ઘટાડો કરાયો છે. આપને જણાવી દઈએ કે, 12 મિનિટે મળતી મેટ્રો ટ્રેન આ બે દિવસ માટે 20 મિનિટે મળશે.   

મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેરાત કરાઈ
તહેવારના દિવસે જાહેર રજા હોવાથી મુસાફરો મેટ્રોની મુસાફરી ઓછી કરતા હોય છે જેને લઈ મેટ્રોના વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.  ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી મેટ્રો દ્વારા અત્યારથી જ જાહેરાત કરી દેવાઈ છે જેના કારણે કોઈ મુસાફરને મુશ્કલી ન પડે. સાથો સાથ જણાવીએ કે, વસ્ત્રાલથી થલતેજ અને APMCથી મોટેરા રાત્રે 10 વાગ્યા સુધી ટ્રેન દોડશે.

અમદાવાદીઓને મળશે વધુ એક ભેટ! થલતેજ સુધીનો મેટ્રો ટ્રેનનો રૂટ થઈ શકે છે શરૂ,  જાણો ક્યારે | metro train may start on one more route in Ahmedabad by August

વાંચવા જેવું: 800 ઍમ્બ્યુલન્સ રોડ પર, 1 એરઍમ્બ્યુલન્સ: ઉત્તરાયણ માટે અમદાવાદમાં ખાસ તૈયારી, પક્ષીઓ માટે હેલ્પલાઇન જાહેર

મેટ્રો ટાઈમિંગ શું છે ?
અત્રે જણાવીએ કે, અમદાવાદના પૂર્વ- પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંન્ને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન 12 મિનિટના અંત્તરે સવારે 7:00 કલાકથી લઈ 22:00 કલાક સુધી હાલમાં મેટ્રો સેવા કાર્યરત છે. વિવિધ વર્ગોની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી.ના સત્તાધિકારીઓ દ્વારા પ્રાયોગિક ધોરણે અત્યારે 6:20 અને 6:40 શરૂ કરેલી છે. જેમાં સવાર 6:20થી 7 વાગ્યા સુધી 20 મિનિટના સમયગાળા દરમિયાન જ્યારે 7થી લઈ 22 વાગ્યા સુધી 12 મિનિટના સમયગાળા દરમિયાન મેટ્રો ચાલે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ