બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Read the big news of the country including the state super fast news

ન્યૂઝ અપડેટ / TAT-1નું પરિણામ જાહેર, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર, અંબાણી હવે કાર પણ વેચશે?, જુઓ સમાચાર સુપર ફાસ્ટ

Dinesh

Last Updated: 07:02 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે, જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રીને પાર થવાની સંભાવનાઓ છે.

રાજયમાં અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યાં છે .ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રીને પાર થવાની સંભાવનાઓ છે.વધુમાં સૌરાષ્ટ્ર, કચ્છ, પોરંબદર, જૂનાગઢ, સુરતમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે ગીર સોમનાથ અને ભાવનગરમાં યલ્લો અલર્ટ અપાયું છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે જેને લઈને હવામાન વિભાગે 1 દિવસ હિટવેવની આગાહી કરી છે. તેમજ સુરત,પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગરમાં હિટવેવની આગાહી કરી છે. 24 કલાક બાદ ગરમીમાં સામાન્ય ઘટાડો થાય તેવી શક્યતાઓ છે.

he Meteorological Department has predicted scorching heat for the next 5 days

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કરોડોના વિવિધ વિકાસ કર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આજે 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા 42 હજાર આવાસોનું લોકાર્પણ કરાવ્યું હતું. વડાપ્રધાન મોદી 12 મે એટલે કે ગઈકાલે મહાત્મા મંદિરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે તેઓ ગઈકાલે સાંજે ગિફ્ટ સિટી પાસે અન્ય એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. બપોરે 2 કલાક રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરી હતી. PM મોદીએ ગાંધીનગરથી 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા 42 હજાર આવાસોનું લોકાર્પણ કર્યું હતું.

ટેટ-1ના ઉમેદાવારો માટે મહત્વના સમાચાર છે, TET-1નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકાશે અત્રે તમને જણાવી દઈએ કે, અંદાજે 87 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. થોડા દિવસ અગાઉ લેવાયેલી ટેટ-1ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચુક્યો છે જે પરીક્ષા લગભગ 87 હજાર ઉમેદવારોએ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરિણામ જોવા માટે બોર્ડની વેબસાઈટ https://sebexam.org જઈ ચેક કરી શકાશે  

The TET-1 result has been declared which can be viewed on the board's website

રાજ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગે બદલીના નિયમો જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી અટકી પડેલી શિક્ષકોની બદલી પ્રક્રિયા ફરી શરૂ થશે તેમજ જિલ્લા વિભાજન અન્વયે થતી બદલીઓનો ઠરાવમાં સમાવેશ કરાયો છે.શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે જે અનુસાર જિલ્લા ફેર બદલી તેમજ આંતરિક બદલીનો ઠરાવ જાહેર કરાયો છે. વધ-ઘટ બદલી, જિલ્લા આંતરિક બદલી, જિલ્લા એક તરફી બદલીનો ઠરાવમાં સમાવેશ કરાયો છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા જ બદલી કેમ્પ પૂર્ણ કરવાનું આયોજન અને શાળાઓ બંધ અથવા મર્જ થતા સમયે થતી બદલીનો પણ ઠરાવમાં ઉલ્લેખ કરાયો છે.

વડોદરાની MS યુનિ.માં નોકરી અપાવવાના બહાને કરોડોની છેતરપિંડીની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, નોકરીરી વાંચ્છુકો પાસેથી ભેજાબાજોએ 1.67 કરોડ પડાવી લીધા હતા. જેને લઈ ત્રણ ઇસમો સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વિગતો મુજબ આ ઇસમોએ MS યુનિ.ના નામે લેટર પેડ ઉપર ખોટા ઓર્ડરો લોકોને આપ્યા હતા.  સંસ્કારી નગરી વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ કેટલાક ઇસમોએ નોકરીરી વાંચ્છુકો વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી કરી 1.67 કરોડ પડાવી લીધા હતા. ઇસમોએ MS યુનિ.ના નામે લેટર પેડ પર ખોટા જોઈનિંગ લેટર બનાવી નોકરી વાંચ્છુકોને આપ્યા હતા. જેને લઈ અમદાવાદના કિંજલબેન પટેલે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Scam of crores in MS University on the pretext of giving jobs

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ATSની મોટી કાર્યાવાહી સામે આવી છે. પાપ્ત વિગતો મુજબ એટીએસએ 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ATSની દરોડાની કાર્યવાહી યથાવત જણાઈ રહી છે તેમજ હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે જિલ્લા અને ગ્રામ્ય પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને એટીએસએ કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપી પાડ્યો છે. 31 કિલો જેટલો મોટા પ્રમાણમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યો અને ક્યાંય મોકલવાનો હતો તે પણ એક મોટો તપાસનો વિષય છે.  રાજકોટ - જામનગર હાઈવે પર પડધરી ગામ નજીક ગઈકાલે રાતથી કાર્યવાહી ચાલી રહી હતી જ્યાંથી મુદ્દમાલ સાથે એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે. સૂત્રો પાપ્ત વિગતો મુજબ પાકિસ્તાનથી ડ્રગ્સ રાજકોટ આવ્યો હતો તેમજ 24 તારીખ સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર પણ કરાયા છે. આ ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનો હતો.

ADRએ વિધાનસભાની 182 બેઠકો પર વિશ્લેષણ કર્યું છે જેમાં ધારાસભ્યોઓએ કરેલા ચૂંટણી ખર્ચની માહિતી બહાર પાડી છે, જણાવ્યા મળ્યું છે કે, 3 MLA ચૂંટણી જીતવા માટે સૌથી વધુ ખર્ચ કર્યો છે.નિઝર બેઠકના જયરામ ગામીતે ચૂંટણી જીતવા માટે 38.65 લાખ ખર્ચ્યા છે જ્યારે કલોલ બેઠકના બકાજી ઠાકોરે 37.78 લાખનો ખર્ચ કર્યો જ્યારે ધોળકા બેઠકના MLA કિરીટસિંહ ડાભીએ 36.9 લાખનો ખર્ચ કર્યો છે. સમાજવાદી પાર્ટી, કોગેસ અને AAPના MLAએ ચૂંટણી જીતવા ઓછો ખર્ચ કર્યાનો જાણવા મળ્યું છે.જ્યારે સમાજવાદી પાર્ટીના કુતિયાણા MLA કાંધલ જાડેજાએ 6 લાખ 87 હજાર ખર્ચ્યા અને કોંગ્રેસના આંકલવાના MLA અમિત ચાવડાએ 9લાખ 28 હજારનો ખર્ચ કર્યો છે. AAPના બોટાદ બેઠકના MLA ઉમેશ મકવાણાએ 9 લાખ 64 હજાર ખર્ચ્યા તેમજ ભાજપએ સમગ્ર ચૂંટણીમાં પ્રતિ વિધાનસભા એવરેજ 27 લાખ ખર્ચ્યા છે.કોંગ્રેસએ એવરેજ સમગ્ર ચૂંટણીમાં પ્રતિ વિધાનસભા એવરેજ 24 લાખ ખર્ચ્યા છે અત્રે તમને જણાવી દઈએ કે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી તેમજ કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5 અને અપક્ષને 4 બેઠકો મળી હતી.

પાકિસ્તાનની જેલમાંથી ભારતીય માછીમારોને મુક્ત કરાયા છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાન દ્વારા 199 ભારતીય માછીમારો જેલમાંથી મુક્ત કરાયા છે. મહત્વનું છે કે, પાકિસ્તાન જેલમાં કેદ એક માછીમારનું અઠવાડિયાની બીમારી બાદ મોત નિપજ્યું છે. જોકે બાદમાં હવે 199 ભારતીય માછીમારો મુક્ત કરાયા છે. ગુજરાતના 199 માછીમારોને પાકિસ્તાને આજે છોડી મૂક્યા છે. આ માછીમારોને સ્વીકારવા માટે રાજ્યના મત્સ્યોધોગ વિભાગના કર્મચારીઓ-અધિકારીઓનો 8 વ્યક્તિઓનો સ્ટાફ વાઘા બોર્ડર પહોંચ્યો હતો. વિગતો મુજબ મોટાભાગના માછીમારો સૌરાષ્ટ્ર કાંઠાના રહીશો છે. લગભગ 13મી ની મોડી સાંજે કે 14 તારીખે માછીમારો પોતાના નિવાસસ્થાને પહોંચી શકે છે. સૂત્રોનું માનીએ તો ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાની દરિયામાં માછીમારી કરવા બદલ કુલ 667 જેટલા ગુજરાતના માછીમારો પકડાયા છે.

199 Indian fishermen freed from Pakistan jail, so many still imprisoned

 શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહેલી રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ માટે આજ સુધીમાં વાલીએ અસલ આધાર પુરાવા સાથે શાળામાં પ્રવેશ મેળવી લેવો પડશે. આરટીઇ  હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશ અંગે વાલીને SMS થી જાણ કરવામાં આવી છે. જે વિદ્યાર્થી એડમિશનને પાત્ર છે તે તમામ વિદ્યાર્થીએ આજે શનિવાર સુધીમાં જે તે શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ મેળવી લેવો પડશે. આ સંદર્ભે વાલીને કે શાળાને કોઈ મુશ્કેલી હોય તો જિલ્લા કચેરી  પર સંપર્ક કરવાનો રહેશે. જે વાલીને પ્રવેશ અંગે મેસેજ નથી મળ્યો તેઓ આરટીઇ પોર્ટલ પર અરજીની સ્થિતિના મેનુ પર જઇ વિદ્યાર્થીનો એપ્લિકશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી ચકાસણી કરી શકશે. જે વાલીને પ્રવેશ નથી મળ્યો એ વાલીને ૧૩ મે પછી બીજા રાઉન્ડ પહેલાં ખાલી રહેલી જગ્યા ઉપર ફરીથી પસંદગીની તક આપ્યા બાદ બીજો પ્રવેશ રાઉન્ડ બહાર પાડવામાં આવશે.

Tomorrow is the last day..under RTE have to get admission in person in private school by tomorrow, know how many seats are...

ગુજરાતમાં ફરી એકવાર હાર્ટ એટેકથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. વાત જાણે એમ છે કે, ગઢડાના GRD જવાનને એટેક આવતા મૃત્યુ થયું છે. વિગતો મુજબ રાત્રે નાઈટમા ફરજ પર જવા ઘરેથી નીકળ્યા બાદ તેઓ ગોરડકા ગામના બસ સ્ટેન્ડ પર પહોંચતા એટેક આવ્યો હતો. જે બાદમાં તેમનુ મોત થયું છે. વિગતો મુજબ GRD જવાન કાનજીભાઈ વાળા રાત્રે નાઈટમા ફરજ પર જવા ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન ગોરડકા ગામના બસ સ્ટેન્ડ પર પહોંચતા તેમણે હાર્ટ એટેક આવતા બાદ તેમનુ મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. 

Now GRD jawan dies of heart attack: Tragedy happened on the way to duty

CBSE બોર્ડે ગઈકાલે ધો. 12નું બોર્ડનું પરિણામ જાહેર કરી દીધું છે. ત્યારે તમને જણાવી દઈએ કે એ માટે ઉમેદવારો CBSEની સત્તાવાર લિંક https://cbseresults.nic.in/ ની મુલાકાત લઈ પોતાનું પરિણામ ચકાસી શકે છે. CBSE 12માનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે ધોરણ 12માં 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરાઓ કરતા છોકરીઓની પાસ થવાની ટકાવારી 6% સારી રહી છે. છોકરીઓની પાસ ટકાવારી 90.68% રહી છે જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 84.67% રહી છે. CBSE પરિણામ 2023ના પરિણામ બહાર પડ્યા બાદ વિદ્યાર્થીઓ DigiLocker દ્વારા તેમની ઓનલાઈન માર્કશીટ તપાસી અને ડાઉનલોડ કરી શકશે. DigiLocker એ વિદ્યાર્થીઓને તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેમના એકાઉન્ટને સક્રિય કરવાની સલાહ આપી છે.

CBSE 12th Result: CBSE Declared Class 12th Result, Check Your Result Quickly Here

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી છે. કોર્ટના આદેશને બાકી રાખીને મૂળ પોસ્ટ પર પાછા મોકલવામાં આવ્યા છે. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે આ નિર્ણય આપ્યો છે. ન્યાયિક અધિકારીઓની બઢતી માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલી ભલામણનો અમલ કરવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિણામલક્ષી નોટિફિકેશનને બેન્ચે સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એમ.આર.શાહે આદેશમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પિટિશન પેન્ડન્સી દરમિયાન નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને ત્યાર બાદ કોર્ટે નોટિસ જાહેરકરી હતી. અમે હાઈકોર્ટ અને સરકારના નોટિફિકેશન પર રોક લગાવીએ છીએ. સંબંધિત બઢતી તેના મૂળ પોસ્ટ પર મોકલવામાં આવે છે. 

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફિલ્મ  ધ કેરેલા સ્ટોરી મામલે સુનાવણી કરતાં પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી છે અને તમિલનાડુ સરકાર પાસે પણ જવાબની માંગણી કરી છે. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ આપી છે. ફિલ્મ 5મેનાં રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ફિલ્મનાં બ્રોડકાસ્ટિંગ પર રોક લગાવી દીધેલ છે. તો તમીલનાડુ સરકારે પણ મૂવી પર બેન લગાવ્યો છે.મામલામાં સુનાવણી કરતાં CJI ચંદ્રચૂડે કહ્યું કે જ્યારે સમગ્ર દેશમાં ફિલ્મ દેખાડવામાં આવી રહી છે તો બંગાળમાં કેમ નહીં? લોકોને નક્કી કરવા દો કે ફિલ્મ સારી છે કે ખરાબ.' SC આ મામલામાં આવતી સુનાવણી 17 મેનાં કરશે.સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કહ્યું કે 5 મેનાં ફિલ્મને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ CBFC નાં સર્ટિફિકેશન બાદ રિલીઝ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળે ફિલ્મ પર રોક લગાવી દીધી અને તમિલનાડુમાં પણ બેન લગાવવામાં આવ્યો.  SC પહેલા પણ અનેક મામલામાં રાજ્ય સરકારની તરફથી લગાવવામાં આવેલી રોકને રદ કરી છે.

MG Motor News: તેલ, ગેસ, કાપડ અને કરિયાણું વહેંચ્યા પછી શું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હવે કારના વ્યવસાયમાં પોતાનો હાથ અજમાવવા જઈ રહ્યા છે? જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ MG મોટરના ભારતીય બિઝનેસને ખરીદી શકે છે. એ વાત તો નોંધનીય છે કે MG મોટર એ ચીનની સરકારી કાર કંપની SAIC મોટર કોર્પ લિમિટેડની બ્રાન્ડ છે અને હાલ એવા અહેવાલો છે કે કંપની ભારતમાં તેના કાર વ્યવસાયમાં બહુમતી હિસ્સો વેચવા માંગે છે.આ સાથે જ એવા અહેવાલો પણ છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝચીની જાયન્ટ કાર કંપની MG મોટરનો ભારતીય બિઝનેસ ખરીદી શકે છે. જો કે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે MG મોટર તેનો ભારતીય બિઝનેસ વેચવા માટે ઘણી કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. જેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હીરો ગ્રુપ, પ્રેમજી ઈન્વેસ્ટ અને JSW ગ્રુપનો સમાવેશ થાય છે.

Reliance Industries can buy the Indian business of China's leading car company MG Motor

CBI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે ફરિયાદ નોંધી તપાસ તેજ બનાવી છે. તેના પર 25 કરોડની લાંચનો આરોપ લાગી રહ્યો છે. મહત્વનુ છે કે સમીર વાનખેડે ઓક્ટોબર 2021માં મુંબઈમાં કોર્ડેલિયા ક્રુઝ શિપમાં રેડ પાડી હતી. આ દરમિયાન અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન સહિત અન્ય લોકોને ડ્રગ્સ સાથે દબોચી લીધા હતા. આ મામલે એજન્સી દ્વારા તપાસના ભાગરૂપે  વાનખેડેના પરિસર અને સહિત દિલ્હી, મુંબઈ, કાનપુર અને રાંચી સહિતના  28 સ્થળોએ દરોડા પાડ્યા હતા.એનસીબીએ લાંચ કેસમાં વાનખેડે અને અન્ય લોકોની તપાસ કરવા માટે સીબીઆઈને કહ્યું હતું. ગયા વર્ષે NCBમાંથી હટાવાયા હતા. વાનખેડે હાલમાં ચેન્નાઈમાં ડાયરેક્ટર જનરલ ઓફ ટેક્સપેયર્સ સર્વિસીસ (DGTS)ની ઓફિસમાં સેવા આપે છે.મહત્વનું છે કે વાનખેડે ભારતીય રેવન્યુ સર્વિસ (IRS) અધિકારી છે. વર્ષ 2021 માં તેમના નેતૃત્વ હેઠળ, NCBએ એક જહાજમાંથી 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ મેફેડ્રોન, 21 ગ્રામ ગાંજો, 22 MDMA ટેબ્લેટ અને 1.33 લાખ રોકડ જપ્ત કરાઈ હતી. જે તે સમયે 14 લોકોની ધરપકડ કરી હતી. જેમાં શાહરુખ ખાનના પુત્ર  આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુમ થમેચા ની ધરપકડ કરી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ