બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / RBI directs banks to release property documents within 30 days of settlement of loan account

ગ્રાહકોને રાહત / હવે હોમ લોન ચૂકવ્યાંના 30 દિવસની અંદર મળી જશે પ્રોપર્ટીના દસ્તાવેજો, RBIનો મોટો નિર્ણય

Hiralal

Last Updated: 03:00 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રોપર્ટી પર લોન લેનાર લોકોને રાહત થાય તેવો એક મોટો નિર્ણય લેતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ બેન્કોને આદેશ આપ્યો છે કે હોમ લોન પૂરી થયાના 30 દિવસમાં દસ્તાવેજો પાછી આપી દેવા પડશે.

  • પ્રોપર્ટી પર લોન લેનાર લોકોને રાહત
  • 30 દિવસની અંદર પાછા મળી જશે પ્રોપર્ટીના દસ્તાવેજો
  • આરબીઆઈએ તમામ બેન્કોને આપ્યો આદેશ 

 રિઝર્વ બેંકે પ્રોપર્ટી પર લોન લેનારા લોકો માટે રાહતનો નિર્ણય લીધો છે. હવે બેન્કો, એનબીએફસી કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ લોન ભરપાઇ કર્યા બાદ પ્રોપર્ટીના કાગળો પરત કરવામાં વિલંબ કરશે તો તેમણે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. રિઝર્વ બેંકે બુધવારે સવારે આ આદેશ જારી કર્યો છે.

લોન પૂરી થયા બાદ એક મહિનામા મળી જશે દસ્તાવેજો 
અત્યાર સુધી હોમ લોન ભરપાઈ કર્યા બાદ તમારે રજિસ્ટ્રીના કાગળો લેવા માટે બેન્કોમાં જવું પડતું હતું, પરંતુ હવે આરબીઆઈએ બેન્કોને સૂચના આપી છે કે, લોન ભરપાઈ કર્યાના 30 દિવસની અંદર ગ્રાહકોને રજિસ્ટ્રીના કાગળો પરત કરી દેવા પડશે જો બેંક 30 દિવસની અંદર ગ્રાહકોને રજિસ્ટ્રી પેપર પરત નહીં કરે તો તેમણ ગ્રાહકોને દરરોજ 5000 રૂપિયાનું વળતર ચુકવવું પડશે.

તમામ બેન્કોને આરબીઆઈનો આદેશ 
રિઝર્વ બેન્કે આ આદેશ તમામ કોમર્શિયલ બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો, એનબીએફસી, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને સ્મોલ ફાઇનાન્સ બેન્કો સહિત એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને મોકલ્યો છે. વાસ્તવમાં રિઝર્વ બેન્કને સતત એવી ફરિયાદો મળી રહી હતી કે ગ્રાહકો લોન ભરપાઈ કર્યા બાદ પણ બેન્કો અને એનબીએફસી પ્રોપર્ટીના દસ્તાવેજો આપવામાં વિલંબ કરે છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે વિલંબને કારણે વિવાદો અને મુકદ્દમા જેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. નવા આદેશ અનુસાર, કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, એનબીએફસી અને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ વગેરેએ લોનના તમામ હપ્તા મેળવ્યા અથવા પતાવટ કર્યાના 30 દિવસની અંદર ગ્રાહકોને તમામ દસ્તાવેજો પરત આપવાના રહેશે. ગ્રાહકોને સંબંધિત શાખામાંથી અથવા તો જે શાખા કે ઓફિસમાંથી કાગળો રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અનુકૂળતા મુજબ દસ્તાવેજો લેવાનો વિકલ્પ આપવામાં આવશે.

30 દિવસમાં દસ્તાવેજો ન આપે તો ગ્રાહકોને 5000નું વળતર 
આરબીઆઈએ કહ્યું કે જો બેંકો કે અન્ય સંબંધિત સંસ્થાઓ નિર્ધારિત સમયમાં લોનની ચુકવણીના 30 દિવસની અંદર દસ્તાવેજો પરત કરી શકશે નહીં, તો આવી સ્થિતિમાં તેમણે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. સાથે જ ગ્રાહકોને રોજના વિલંબ માટે 5000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ