બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / ration shop new facilities now you can pay electricity and water bill know plan of government

તમારા કામનું / હવે રાશનની દુકાનો પર અનાજ ઉપરાંત મળશે બીજા પણ ઘણા બધા લાભ, જાણો મોદી સરકારની શું છે તૈયારીઓ

Arohi

Last Updated: 01:47 PM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે રાશનની દુકાનો પર ફક્ત અનાજ જ નહીં મળે બીજી પણ અન્ય સુવિધાઓનો ફાયદો મળશે.

  • રાશનની દુકાનો પર અનાજ ઉપરાંત આ કામો પણ થશે
  • રાશનની દુકાનો પર મળશે આ લાભ 
  • જાણો મોદી સરકારની શું છે તૈયારીઓ 

હવે રાશનની દુકાનો પર અનાજના વેચાણની સાથે અન્ય સુવિધાઓ પણ મળશે. અત્યાર સુધી રાશનની દુકાનો પર ફક્ત અનાજ અથવા સરકારી સામગ્રી જેવી કે તેલ વગેરે મળતું હતું પરંતુ હવે સીએસસી સાથે જોડાયેલી સર્વિસનો ફાયદો પણ આ દુકાનો પાસેથી ઉઠાવવામાં આવી શકે છે. 

હકીકતે ખાદ્યય મંત્રાલયે રાશન દુકાનોની આવક વધારવા માટે સીએસસી ઈ-ગવર્નન્સ સર્વિસ ઈન્ડિયા લિ. (CSC)ની સાથે એક કરાર કર્યો છે. તેનાથી ન ફક્ત સામાન્ય લોકોને ફાયદો થશે પરંતુ જે લોકોના નામે રાશનની દુકાનો એલોર્ટ કરવામાં આવી છે. તેમના માટે કમાણીના અવસર પણ વધી જશે. એક વખત સીએસસી સર્વિસ શરૂ થયા બાદ ગ્રાહકો સાથે જોડાયેલી મોટાભાગની સુવિધાઓ જેવી કે વિજળી, પાણી સહિત અન્ય યુટિલિટી બિલોની ચુકવણી જેવી સુવિધાઓનો ફાયદો આ દુકાનોમાંથી ઉઠાવી શકાશે. એટેલે કે ત્યાર બાદ તમે તમારા ઘરનું બિલ રાશનની દુકાન સાથે જમા કરી શકશો. 

શું છે અપડેટ? 
ઓફિશયલ જાણકારી અનુસાર ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગે સીએસસી ઈ-ગવર્નેન્સ સર્વિસ ઈન્ડિયા લિ.ની સાથે (MOU) પર સાઈન કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ એમઓયુનો હેતુ ઈચ્છુક ઉચિત દર દુકાન ડીલરો દ્વારા સીએસસી સેવાઓની આપુર્તિથી રાશન દુકાનો માટે કાયદાકીય અવસર અને આવક વધારવાનો છે. એસ એમઓયુ પર ઉપ સચિવ જ્યોત્સના ગુપ્તા અને સીએસસીના ઉપાધ્યક્ષ સાર્થિક સચદેવે હસ્તાક્ષર કર્યા છે. 

એવામાં હવે રાશનની દુકાનોને સીએસસી સેવા કેન્દ્રોની રીતે વિકસિત કરવામાં આવી શકે છે. એવા સીએસસી કેન્દ્રોને પોતાની સુવિધાથી વધુ સેવાઓની પસંદગી કરવાનું કહેવામાં આવશે. તેમાં બિલની ચુકવણી, પાન અરજી, પાસપોર્ટનું આવેદન કરવું, ચૂંટણી પંચ સાથે જોડાયેલી સેવાઓ વગેરે શામેલ છે. ગ્રાહકોની પાસેની રાશન દુકાનો પર આ સેવાઓ ઉપલબ્ધ રહેશે અને બીજી તરફ આ દુકાનોને વધુ આવકનો સોર્સ મળી રહેશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ