રાહત / સરકારનો મોટો નિર્ણય, હવે રામ મંદિર ટ્રસ્ટમાં દાન કરનારાને મળશે આટલી છૂટ

Ram Temple In Ayodhya Donors Will Get Tax Exemption Under Section 80G Of Income Tax, CBDT Issue Notification

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને દાન કરવા પર રકમ આવકવેરા મુક્ત થશે. નાણાં મંત્રાલય દ્વારા ગેજેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ રામ મંદિર ટ્રસ્ટમાં દાન કરવા પર આવકવેરા કાયદા, 1961ની કલમ 80 જી હેઠળ આવકવેરાને છૂટ આપવામાં આવશે. નાણાં મંત્રાલયે તીર્થક્ષેત્રને ઐતિહાસિક રીતે મહત્વના તથા સાર્વજનિક પૂજા માટે પ્રસિદ્ધ સ્થળ તરીકે જાહેર કર્યું. રામ જન્મભૂમિ ટ્રસ્ટમાં 9મી એપ્રિલ સુધીમાં આ ખાતામાં 5 કરોડથી વધુ રકમ જમા થઈ ગઈ હતી. જે લોકોએ સૌથી વધુ દાન આપ્યું હતું, તેમણે એક રૂપિયાથી લઈને 11 હજાર સુધી રકમ ખાતામાં જમા કરાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ