બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot to get express trains including Vande Bharat, Railways Action Plan

મેગા પ્લાન / ભક્તિનગર રેલવે સ્ટેશન બનશે વર્લ્ડક્લાસ, વંદે ભારત સહિત 10 ટ્રેનો આવશે રાજકોટ: જાણો શું છે સરકારની તૈયારી

Malay

Last Updated: 04:09 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરાયા બાદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કહ્યું, રાજકોટને વંદે ભારત સહિતની એક્સપ્રેસ ટ્રેનો મળશે.

  • રાજકોટમાં વધુ સારી રેલવે સુવિધા ઉભી કરાશે
  • રાજકોટને વંદે ભારત સહિતની એક્સપ્રેસ ટ્રેનો મળશે
  • રાજકોટ રેલવે સ્ટેશનને અંદાજે 10થી 11 ટ્રેન મળશે

દેશના મહત્ત્વના રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવાના ભાગરુપે 'અમૃત ભારત સ્ટેશન યોજના' અંતર્ગત આજે ભારતના 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ PM મોદીના હસ્તે કરવામાં આવ્યો છે. દેશના 508 રેલવે સ્ટેશનોને રૂ.24,470 કરોડના ખર્ચે રિડેવલોપ કરવામાં આવશે. જેમાં ગુજરાતના 21 રેલવે સ્ટેશનો પણ સામેલ છે. ગુજરાતના અસારવા, હિંમતનગર, સંજાણ, ભચાઉ, કલોલ, સાવરકુંડલા, ભક્તિનગર, કેશોદ, સુરેન્દ્રનગર, ભરૂચ, વિરમગામ, મિયાગામ કરજણ, બોટાદ, ડભોઇ, ન્યુ ભુજ, વિશ્વામિત્રી, પાલનપુર, દેરોલ, પાટણ, ધ્રાંગધ્રા અને પ્રતાપનગર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે.

રાજકોટને મળશે વંદે ભારત ટ્રેનઃ રામભાઈ મોકરીયા
પીએમ મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કરાયા બાદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, રાજકોટમાં વધુ સારી રેલવે સુવિધા ઉભી કરાશે. રાજકોટને ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેન મળશે. આ ઉપરાંત રાજકોટ રેલવે સ્ટેશનને અંદાજે 10થી 11 ટ્રેન મળશે.

'ભક્તિનગર રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેશન બનાવાશે'
રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે, લાંબા રૂટની ટ્રેનો રાજકોટ સુધી લંબાવાશે. રાજકોટ ડિવિઝનમાં ઈલેક્ટ્રિફિકેશન અને ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થયુ છે. ભક્તિનગર રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેશન બનાવાશે. રૂ. 26.87 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેશન બનાવાશે.

પીએમ મોદીના હસ્તે 508 રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કરાયો
આપને જણાવી દઈએ કે, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરના રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે. જે પૈકી આજે ભારતના 508 રેલવે સ્ટેશનો પુનઃવિકાસ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરના 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કર્યો હતો. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસારવા રેલવે સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા. 

ગુજરાતના 21 સ્ટેશનોનો કરાયો શિલાન્યાસ
આજે પીએમ મોદીના હસ્તે કરવામાં આવેલા દેશના 508 રેલવે સ્ટેશનના ઈ-શિલાન્યાસમાં ગુજરાતના 21 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. જો ગુજરાતના સ્ટેશનોની વાત કરવામાં આવે તો અમદાવાદ ડિવિઝનના 9, વડોદરા ડિવિઝનના 7, ભાવનગર ડિવિઝનના 3 અને રાજકોટ ડિવિઝનનના 2 રેલવે સ્ટેશનો સામેલ છે. 

અમદાવાદ ડિવિઝનના 9 સ્ટેશનોને રિડેવલોપ કરાશે  
અમદાવાદ ડિવિઝનના વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ, ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર અને ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવશે. જ્યારે વડોદરા ડિવિઝનના મિયાગામ કરજણ, પ્રતાનગર, સંજાણ, ભરૂચ, વિશ્વામિત્રી, દેરોલ અને ડભોઈ રેલવે સ્ટેશનને રિડેવલોપ કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર ડિવિઝનના બોટાદ, કેશોદ અને સાવરકુંડલા  તથા રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર અને ભક્તિનગર રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ