બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot police arrested 2 youths doing stunts

ખતરનાક સ્ટંટ / VIDEO: ગણેશ વિસર્જન દરમિયાન બાઈક પર સ્ટંટ કરવો પડ્યો ભારે, રાજકોટ પોલીસે યુવાનોને કરાવ્યું કાયદાનું ભાન

Malay

Last Updated: 07:13 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં જાહેરમાં બેખૌફ થઈને બીજાના જીવને જોખમમાં મૂકનારા બંને યુવાનોને પોલીસે પકડીને સબક શિખવાડ્યો છે.

  • ગણેશ વિસર્જન સમયે રેસકોર્ષ રીંગ રોડ પર સ્ટંટનો મામલો
  • સ્ટંટ કરતા 2 શખ્સોની એ ડિવીઝન પોલીસે કરી ધરપકડ
  • ચાર દિવસ અગાઉ બનાવ્યો હતો વીડિયો 
     

આજના યુવાનો ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલોઅર્સ વધારવા માટે જીવના જોખમે સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે ફરી એક આવો જ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે બે યુવકોને કાયદાનું ભાન કરાવ્યું છે. જાહેરમાં પોતાની જાતને બહાદુર સમજી સ્ટંટ કરતા આ નબીરાઓ પોલીસના સકંજામાં આવતા જ બકરી બની ગયા છે.  જાહેરમાં બેખૌફ થઈને બીજાના જીવને જોખમમાં મૂકનારા બંને યુવાનોને પોલીસે પકડીને સબક શિખવાડ્યો છે.  

 

બેખૌફ થઈને બાઇક પર સ્ટંટ કરતા નજરે પડ્યા 

રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પર ગણેશ વિસર્જન સમયે સ્ટંટ કરતા બે શખ્સોનો વીડિયો વાયરલ થયો હતો.  આ વીડિયોમાં બંને શખ્સો બેખૌફ થઈને બાઇક પર સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. આ યુવકોએ જાણે કે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ બેખૌફ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે બંને ઝડપી પાડ્યા હતા.

બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

એ ડિવીઝન પોલીસે ભોલા સાટીયા અને સ્મિત જોગરાણા નામના બે શખ્સોની ધરપકડ કરી હતી અને તેમનો માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, 'અમે આ મામલે માફી માંગીએ છીએ, આવો વીડિયો ભવિષ્યમાં અમે ક્યારેય નહીં બનાવીએ જેની અમે ખાતરી આપીએ છીએ. કોઈએ પણ આવો વીડિયો ઉતારવો નહીં. આનાથી જાનહાની પણ થાય છે.'

યુવાનો સુધરવાનું નામ જ નથી લેતા

અત્રે ઉલ્લેખનીય છે કે,  આ પ્રકારના વીડિયો બનાવનારને પકડી પાડી પોલીસ દ્વારા કાયદાનું ભાન તો કરાવવામાં આવે છે. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારવાની ઘેલછાને લઈને યુવાનો સુધરવાનું નામ જ નથી લેતા. આવા યુવકોને પકડી પોલીસ માંફી તો મંગાવે છે પરંતુ કોઈ પ્રકારનો સુધાર નથી થતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ