બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot girl pressured to convert girl filed a complaint

ફરિયાદ / ગુજરાતની વધુ એક દીકરી વિધર્મી યુવકનો ભોગ બની! લગ્નના સાત વર્ષ બાદ પરિવારે જુઓ શું કર્યું

Kishor

Last Updated: 06:00 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને ધર્મ પરિવર્તન માટે વિધર્મી પતિ અને સાસરીયાઓ દબાણ કરતા હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઇ છે.

  • રાજકોટની યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ
  • યુવતીએ વિધર્મી યુવક સાથે કર્યા હતા લગ્ન
  • યુવતીએ સાસરિયા સામે નોંધાવી ફરિયાદ

રાજકોટમાં વિધર્મી સાથે લગ્ન કરનારી યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પતિ, સાસુ અને દિયર સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

યુવતીએ વર્ષ 2015માં અવજીલ જસાણી નામના યુવક સાથે કર્યા હતા લગ્ન

પોલીસ મથકે ફરિયાદમાં  યુવતીએ જણાવ્યું કે તે પોતે હિન્દૂ છે અને તેમણે વર્ષ 2015માં અવજીલ જસાણી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા.જેને પગલે યુવતીના માતા પિતાએ સંબંધ તોડી નાખ્યા હતા. આથી લગ્ન બાદ જ  પતિ અવજીલને સાસુ તથા દિયર કાન ભંભેરણી કરી કહેતા હતા કે તેમની પત્ની નોકરી કરતી હોવાથી ઘર કામમાં ધ્યાન આપતી નથી તેવું જણાવતા હતા આથી આ મામલે પતિ દારૂ પીને માથાકૂટ અને  ચારિત્ર્ય પર શંકા કરતો હતો. જે અંગેનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

સાસરિયાના ત્રાસને પગલે યુવતી ધર્મના ભાઈના ઘરે રહેવા ચાલી ગઈ

આ ઉપરાંત લગ્ન બાદ યુવતીને પતિ ખોજા ખાનામાં જવા માટે પણ દબાણ કરતો હતો. પરંતુ અહીં પ્રવેશ ન મળતા સાસરિયાઓએ ધર્મ બદલવા દબાણ કર્યાની પણ ચોંકાવનારી રાવ ઉઠી છે. ત્યારબાદ સાસરિયાના ત્રાસને પગલે યુવતી ધર્મના ભાઈના ઘરે રહેવા ચાલી ગઈ હતી. જ્યા ભાઈના ઘરે રહેવા સાથે યુવતીએ સાસરિયા સામે ફરિયાદ પણ નોંધાવી છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ