બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / rajkot bjp rebels one group held tiffin meeting for lobbying ticket gujarat election news

રાજકારણ / ચૂંટણી પહેલા ભાજપના અસંતુષ્ટોના જૂથની રાજકોટમાં 'ટિફિન બેઠક', મિટિંગમાં એવું તે શું થયું કે ફરીવાર રાજકારણ ગરમાયું!

Dhruv

Last Updated: 10:28 AM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે રાજકોટમાં ભાજપના અસંતુષ્ટોના એક જૂથે "ટિફિન બેઠક" કરતા ફરીવાર શહેરના પૂર્વ વિધાનસભા વિસ્તારમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

  • ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકારણ ગરમાયું
  • ભાજપના અસંતુષ્ટોના એક જૂથે કરી "ટિફિન બેઠક"
  • ચૂંટણીમાં દાવેદારીને લઇને બેઠક ચર્ચા થઇ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટના પૂર્વ વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. કારણ કે ભાજપના અસંતુષ્ટોના એક જૂથે ફરીવાર "ટિફિન બેઠક" કરી હતી. અરવિંદ રૈયાણીની સામે હરિફ સંભવિત દાવેદારોએ બેઠક કરી હતી. આ બેઠકમાં ચૂંટણીમાં દાવેદારીને લઇને ચર્ચા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, પોતાના જૂથમાંથી ટિકિટ મળે તે માટે લોબિંગ ચાલુ કર્યું છે. આ બેઠકમાં પૂર્વ ડે.મેયર વલ્લભ દુધાત્રા, અશ્વિન મોલિયા, કોર્પોરેટર મુકેશ રાદડિયા અને દલસુખ જાગાણી સહિતના આગેવાનો એકત્ર થયા હતા.

2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું શું ચિત્ર હતું?

2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાઈ હતી. જેનું 18મી ડિસેમ્બરે પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપને ફાળે 99 અને કોંગ્રેસને 77 સીટ મળી હતી. ભાજપનો વોટ શેર 49.05 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 41.44 ટકા હતો. જ્યારે 2012માં ભાજપને 115 અને કોંગ્રેસને 61 બેઠક મળી હતી.

રાજકોટમાં યોજાઈ હતી કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ચાર દિવસીય ગુજરાતના પ્રવાસે છે જેમાં વિવિધ જિલ્લામાં ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે અધિકારીઓ પાસે જરૂરી વિગતો મેળવી રહ્યાં છે. આ સાથે વિવિધ જિલ્લાના અધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી તૈયારીઓ અને તે અનુસંધાને બેઠકો પણ યોજી રહ્યાં છે. ત્યારે ગઇકાલે રાજકોટમાં કેન્દ્રીય ચૂંટણી પંચની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. નાયબ ચૂંટણી કમિશનર રુદયેશ કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

રાજકોટ નજીક લગુન રિસોર્ટમાં ચૂંટણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં નાયબ ચૂંટણી કમિશનર રુદયેશ કુમારની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જે બેઠકમાં પ્રિન્સીપાલ સેકેટરી એસ બી જોષી તેમજ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી પણ બેઠકમાં જોડાયા હતા. જે બેઠકમાં સાત જિલ્લાની ચૂંટણીલક્ષી સમીક્ષા કરવામાં આવી હતી. જે બેઠકમાં સાત જિલ્લાના ક્લેક્ટરો અને પોલીસ કમિશનર, SP સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જે બેઠકમાં ચૂંટણીલક્ષી તાગ મેળવવામાં આવ્યા હતાં અને અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ