બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Bhaktinagar Police Station Accused procession Gujarat High Court

લાલ આંખ / રાજકોટ: આરોપીનું સરધસ કાઢ્યું તો એવી પીટીશન HCમાં દાખલ થઈ કે પોલીસને લેવાના દેવા પડી ગયા, જાણો સમગ્ર મામલો

Vishnu

Last Updated: 04:20 PM, 28 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓએ 2016માં આરોપીનું સરઘસ કાઢ્યું હતું, જે બાદ અરજી થતાં કોર્ટે રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો.

  • જાહેરમાં લોકોના સરઘસનો કેસ
  • હાઈકોર્ટ 4 પોલીસકર્મી સામે કરશે ચાર્જ ફ્રેમ
  • કોર્ટના આદેશ બાદ પણ નથી સોંપ્યો રિપોર્ટ

આરોપીઓને જાહેરમાં અપમાનિત કરવા અને મારવાના 2016ના કેસમાં હાઈકોર્ટે રાજકોટના ચાર પોલીસકર્મી વિરુદ્ધ ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરી છે.. આરોપીઓને મારવા અને સરઘસ કાઢવા મામલે હાઈકોર્ટે રિપોર્ટ સોંપવા માટે આદેશ કર્યો હતો. જોકે પોલીસે રિપોર્ટ ન સોંપતા હવે હાઈખોર્ટે ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરી છે.. હાઈકોર્ટે નોંધ્યું કે કોર્ટના આદેશ છતાં પોલીસકર્ચારીઓએ ફરિયાદી સાથે સમાધાન કરીને રિપોર્ટ રજૂ કર્યો નથી.. જેથી હાઈકોર્ટે આ મામલે હવે ચાર પોલીસકર્મચારી વિરુદ્ધ ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરી છે. 2016માં રાજકોટ પોલીસે આરોપીની સરઘસ કાઢ્યું હતું.

.

જે મામલે ફરિયાદીએ જાહેરમાં અપમાન કરવાનો કેસ કર્યો હતો. અને આ મામલે કોર્ટે પોલીસ અધિકારી સામે એક્શન લેવા આદેશ કર્યો હતો. અને જાહેરમાં અપમાનને માનવ અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

VTV ગુજરાતીના સળગતા સવાલ 

  • કોર્ટ માનવ અધિકાર મુદ્દે લતાડવાની છે ત્યારે પોલીસ આવું સરઘસ જાહેરમાં કેમ કાઢે ?  
  • જ્યારે નોટોરિયલ લોકોનું સરઘસ કાઢો ત્યારે લોકો તો ખુશ થાય છે 
  • નોટોરિયલ લોકોના જાહેર સરઘસ મામલે વિધાનસભામાં કાયદો બનાવવો જોઇએ ? 
  • ગુજરાતમાં નોટોરિયલ પકડાય છે ત્યારે સરઘસ રાજકોટમાં જ કેમ નિકળે છે  ? 
  • સરઘસ કાઢવા માટે વાઇટ કોલર ક્રાઇમ કરવાવાળાનું સરઘસ કેમ નથી નિકળતું ?

જાહેરમાં અપમાન કેસમાં હાઇકોર્ટે શું કહ્યું ? 
2016માં રાજકોટ પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું પણ એ પહેલા પણ HCએ આપેલા આદેશમાં આરોપીનું સરઘસ ન કાઢવું તેવો ઉલ્લેખ કર્યો હતો. પણ હાઇકોર્ટમા ચુકાદાનો અનાદર કરીને રાજકોટ પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું જે બાદ રાજકોટ પોલીસની કામગીરી સામે આરોપીઓએ કોર્ટમાં કન્ટેમ્ટ પિટિશન ફાઇલ કરી હતી. હાઇકોર્ટ આ મુદ્દાને ગંભીરતાથી લઇને પોલીસ સામે કાર્યવાહી કરવાનું કહ્યું હતું.પોલીસે આરોપી પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ ફાઇલ ન કરતા કોર્ટનું આકરું વલણ દર્શાવ્યું છે. હાઇકોર્ટ પોલીસ અધિકારી સામે એકશન લેવા આદેશ આપ્યો છે.

અગાઉ હાઈકોર્ટે પોલીસ કર્મીઑને દંડ ફટાકર્યો હતો
રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજદાર કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.તેણે જાહેરમાં રસ્તા પર માર મારવામાં આવ્યો હોવાથી ગુજરાત હાઇકોર્ટમાં પોલીસના આ વર્તનને પડકારવામાં આવ્યું હતુ.સમગ્ર મામલે હાઇકોર્ટે અગાઉ પણ આ પોલીસ કર્મીઓને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

પોલીસનું શું કહેવું છે?
ભક્તિનગર પોલીસના જવાબદાર પોલીસકર્મીઓનું કહેવું છે કે આરોપી સામે કોઈ ફરિયાદ કરી રહ્યું હતું નહીં, જેથી લોકોમાં ડરનું વાતાવરણ ન રહે અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોતાનો મજબૂત અવાજ ઉઠાવે અને જાગૃતતા આવે તે માટે જનજાગૃતિના ભાગ રૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ