બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / rajbha gadhvi video viral against bollywood movie pathan song

વિરોધ / સેન્સર બોર્ડ પગલાં લે નહીં તો ગુજરાતમાં....: જુઓ ફિલ્મ 'પઠાણ'ને લઇ રાજભા ગઢવી શું બોલ્યા

Dhruv

Last Updated: 12:18 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'પઠાણ'ના 'બેશરમ રંગ' ગીતમાં અશ્લિલ ડાન્સને લઇને રાજભા ગઢવીએ વિરોધ કરતા કહ્યું સેન્સર બોર્ડ પગલા લે નહીં તો અમે ફિલ્મ અને ગીતને રિલીઝ નહીં થવા દઈએ.

  • આવનારી બોલિવૂડ ફિલ્મ 'પઠાણ'નો રાજકોટમાં વિરોધ
  • લોકગાયક રાજભા ગઢવી દ્વારા ફિલ્મ 'પઠાણ'નો વિરોધ
  • 'પઠાણ' ફિલ્મ રિલિઝ ન થવું જોઈએઃ રાજભા ગઢવી

ફિલ્મ 'પઠાણ'ના ગીત 'બેશરમ રંગ' સામેનો વિરોધ દિવસે ને દિવસે વધારે ને વધારે ઉગ્ર બની રહ્યો છે. ભાજપ, હિંદુ સેનાથી લઇને વિશ્વ હિંદુ પરિષદ એમ અનેક સંગઠનોએ દીપિકા પાદુકોણની બિકીની તેમજ ફિલ્મના કેટલાક સીન્સ સામે વાંધો ઉઠાવ્યો છે. ત્યારે હવે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે.

સેન્સર બોર્ડ પગલા લે નહીં તો અમે: રાજભા ગઢવી
રાજ્યમાં લોકગાયક રાજભા ગઢવી દ્વારા ફિલ્મ 'પઠાણ'નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવનારી બોલિવૂડ ફિલ્મ પઠાણનો રાજકોટમાં વિરોધ શરૂ થઇ ગયો છે. ત્યારે આ અંગે રાજભા ગઢવીનું કહેવું છે કે, ગીતમાં ભગવા કપડા પહેરી અશ્લિલ ડાન્સ કરાયો છે. ફિલ્મ પર સેન્સર બોર્ડ પગલા લે. પઠાણ ફિલ્મ રિલીઝ ન થવું જોઈએ. અમે ફિલ્મ અને ગીતને રિલીઝ નહીં થવા દઈએ.'

દેશભરમાં ફિલ્મ 'પઠાણ'નો થઇ રહ્યો છે વિરોધ
બીજી બાજુ પઠાણ ફિલ્મને લઈને અધુરામાં હિન્દુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. મુસ્લિમ સંગઠને પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. હિંદુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનોએ પણ ફિલ્મમાં બતાવવામાં આવેલા સીન પર નારાજગી વ્યક્ત કરી છે. ઓલ ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેન ઔસફ શાહમીરી ખુર્રમે પઠાણ ફિલ્મને ઈસ્લામનું અપમાન ગણાવીને પ્રતિબંધ લગાવ્યો છે.

જ્યારે ભાજપ, હિન્દુ સેના અને વિશ્વ હિન્દુ પરિષદે ફિલ્મમાંથી વાંધાજનક ભાગો હટાવવાની માંગ સાથે સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને પત્ર લખ્યો છે. જેમાં એવી માંગ કરવામાં આવી છે કે, ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવા જોઈએ અને ગીતના શબ્દોમાં પણ ફેરફાર કરવા જોઈએ. આવી ફિલ્મો સેન્સર બોર્ડે પાસ કરતા પહેલા જોવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ