બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Rajasthan CM Ashok Gehlot tests Covid positive, has mild symptoms

મહામારી / રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોરોના પોઝિટીવ, દેશમાં બીજા CM સંક્રમિત થયા

Hiralal

Last Updated: 06:53 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોરોના પોઝિટીવ થયા છે, તેમણે જાતે ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

  • રાજસ્થાનમાં કોરોના વકર્યો
  • મુખ્યમંત્રી અશોક ગેહલોત કોરોના પોઝિટીવ
  • ખુદ ટ્વિટ કરીને આપી જાણકારી
  • અશોક ગેહલોતમાં કોરોનાના હળવા લક્ષણો

રાજસ્થાનમાં કોરોના વકર્યો છે. હવે ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ચપેટમાં આવ્યાં છે.  મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને જણાવ્યું કે તેઓ કોરોના પોઝિટીવ આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ કોરોના પોઝિટીવ આવ્યાં હતા. 

અશોક ગેહલોતમાં કોરોનાના હળવા લક્ષણો
મુખ્યમંત્રી અશોક ગેહલોતમાં કોરોનાના હળવા લક્ષણો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કર્યું હતું કે, "આજે સાંજે મેં મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો છે જે પોઝિટિવ આવ્યો છે. મને ખૂબ હળવા લક્ષણો છે અને બીજી કોઈ સમસ્યા નથી. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને પોતાને અલગ કરવા અને તેમની કોવિડ ટેસ્ટ કરાવવા વિનંતી કરવામાં આવે છે. 

દેશમાં બીજા મુખ્યમંત્રી કોરોના પોઝિટીવ થયા
દેશમાં કોરોના સંકટ વધારે ઘેરુ બની રહ્યું છે. ત્રીજી લહેર શરુ થઈ ચુકી છે. હાલમાં બે મુખ્યમંત્રીઓ કોરોના પોઝિટીવ થયા છે. આ પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટીવ થયા હતા અને હવે રાજસ્થાનના સીએમ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. 

અશોક ગેહલોતનો પુત્ર વૈભવ ગેહલોત પણ કોરોના પોઝિટીવ છે 

આ પહેલા બુધવારે મુખ્યમંત્રીના પુત્ર અને RCA પ્રેસિડન્ટ વૈભવ ગેહલોત કોરોનાથી સંક્રમિત થયા હતા. વૈભવે પોતે આ અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે મેં મારી કોવિડ-19 ટેસ્ટ કરાવી છે અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સહાનુભૂતિ ધરાવીરહ્યો છું અને ડૉક્ટરની સલાહ મુજબ કોવિડ-૧૯ના તમામ પ્રોટોકોલ અપનાવી રહ્યો છું. લોકોને મારી અપીલ છે કે ચિંતા ન કરો અને કોવિડના યોગ્ય વર્તનનું પાલન કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ