બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Rain showers in several districts of the state including Ahmedabad

ખેલૈયાઓ નિરાશ / અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા, જાણો હવામાન વિભાગની આગાહી

Malay

Last Updated: 03:51 PM, 26 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીના પહેલા દિવસે જ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે, તો વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે.

  • પહેલા નોરતે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા
  • વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા, ગરબા આયોજકોમાં ચિંતા
  • નવરાત્રીમાં સામાન્ય વરસાદ તો રહેશેઃ હવામાન વિભાગ

આજની માતાજીની આરાધનાના મહાપર્વનો પ્રારંભ થયો છે. નવરાત્રી પર્વને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજે નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે. નવરાત્રીના પહેલા જ દિવસે વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે, તો આયોજકોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે.

પહેલા નોરતે જ વાતાવરણમાં પલટો 

નવરાત્રીના પહેલા નોરતે જ અમદાવાદ, વડોદરા, સુરત, અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદની વાત કરીએ તો પહેલા જ નોરતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના હાટકેશ્વર, ખોખરા, મણિનગર, અમરાઈવાડીમાં વરસાદ ખાબક્યો છે. સાથે સુરત શહેર અને બારડોલીમાં હળવા ઝાપટા પડ્યા છે. વડોદરાના ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરામાં વરસાદ પડ્યો. આજે પ્રથમ નોરતામાં અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

નવરાત્રીના દિવસો દરમ્યાન સામાન્ય વરસાદ થઈ શકે: હવામાન વિભાગ

હાલની આગાહી મુજબ નવરાત્રીમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રીના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. 

26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો: અંબાલાલ પટેલ

અંબાલાલની આગાહી મુજબ, ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા સેવાઇ છે.26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે  જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. 

અંબાલાલે વધુમાં જણાવ્યું કે, 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 23 થી 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ