બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Rain Navratri garba in Gujarat

વિઘ્નકર્તા વરસાદ / આ નવરાત્રિએ તમારા ગરબા બગડ્યાં, આયોજકોને રડવાનો વારો આવ્યો

Published By: Dhruv

Last Updated: 10:21 PM, 27 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવા હૈયાઓ જેના માટે થનગની રહ્યાં છે તે આદ્યશક્તિનું પર્વ નવરાત્રીને આડે માત્ર બે દિવસની વાર છે. યુવાઓ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પરંતુ આ નવરાત્રીમાં ખેલૈયાઓએ નિરાશ થવું પડે તેવા સમાચાર આવી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં આ વર્ષે નવરાત્રીમાં વરસાદ વિધ્નરૂપી બનશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જે અંગે જોઈએ આ સમગ્ર અહેવાલ.

  • ટ્રાફિકનાં નિયમોને લઇ અમદાવાદમાં ઓછા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન
  • 27મી સપ્ટેમ્બરથી પાંચ દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી
Navratri
નવરાત્રીનાં ગરબા

વરસાદથી GMDC મેદાન પાણીમાં ગરકાવ

હવે નવરાત્રીને બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે ગઈ કાલે રાત્રીનાં વરસાદ બાદ આજે પણ શહેરમાં આખો દિવસ કાળા ડિબાંગ વાદળો રહ્યાં અને વરસાદ પણ પડ્યો જેથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખાસ કરીને પાર્ટી પ્લોટોમાં જ્યાં ગરબા થવાના છે ત્યાં મોટી અસર જોવા મળી હતી. ગઈ કાલે શહેરમાં પડેલા સાંબેલાધાર વરસાદ બાદ GMDC મેદાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું અને અમદાવાદનાં મોટા ભાગના પાર્ટી પ્લોટમાં પણ પાણી ભરાતા આયોજકો અત્યારે તે પાણીનો નીકાલ કરીને નવો સેટઅપ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વરસાદી માહોલ સર્જાતા અમદાવાદનાં ગરબા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. આ સાથે સાથે ગરબાનાં આયોજકોને પણ કરોડોનું નુકશાન જવાની ભીતી અત્યારથી દેખાઈ રહી છે.

Garba rain
વરસાદમાં ગરબા (પ્રતિકાત્મક તસવીર)

ભારે વરસાદની આગાહીથી  ગરબા આયોજકો ચિંતામાં

આ વખતે ટ્રાફિક અને ફાયર સેફ્ટીનાં કડક નિયમો હોવાથી અમદાવાદમાં બહુ ઓછા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થયું હતું અને તેમાં પણ વરસાદે તે આયોજન પર પાણી ફેરવી દીધું છે જેથી ગરબા આયોજકો ચિંતામાં જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં હવામાન વિભાગે પણ ફરી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી કરી છે.

હવામાન ખાતાએ 27મી સપ્ટેમ્બરથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યનાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પ્રથમ નોરતે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

 

Garba rain
વરસાદમાં ગરબા (પ્રતિકાત્મક તસવીર)

ગઈ કાલે રાત્રે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે જ્યારે સમગ્ર શહેરમાં કુલ પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો અને આજે પણ  શહેરમાં વિવિધ જગ્યાએ સવારથી વરસાદે દેખા દીધી હતી. ત્યારે મોકળાશથી ખેલવાના સપના જોનારા ખેલૈયાઓ અને કમાઈ લેવાની તૈયારી કરી ચૂકેલા ગરબા આયોજકોમાં વરસાદનાં કારણે ચિંતામાં વધારો થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Garba Navratri 2019 Rain Rain forecast VTV vishesh VTV વિશેષ ahmedabad gujarat નવરાત્રિ 2019 ભારે વરસાદ વરસાદ Navratri 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ