બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain forecast in all the districts of the state even today amid the freezing rain in Gujarat

ચોમાસું / મેઘરાજા હજુ થોભવાના નથી: સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, અમદાવાદ-ગાંધીનગર... આજે ગુજરાતના આટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Malay

Last Updated: 08:04 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast In Gujarat: ગુજરાતમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે આજે પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કહ્યું કે આજે બનાસકાંઠામાં મેઘરાજા બોલાવશે ધડબડાટી.

  • બંગાળની ખાડીમાં સર્જાયું છે લો પ્રેશર
  • મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગ
  • આજે તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી

Rain Forecast In Gujarat: ગુજરાતમાં ઓગસ્ટ કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં ભુક્કા બોલાવી દે તેવી રીતે વરસાદ ખાબકી રહ્યો છે. દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ પર વેલમાર્ક લો પ્રેશર સર્જાયું છે, જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ઠેર-ઠેર તોફાની બેટિંગ કરી છે. ત્યારે આજે પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
આજે 19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી છે. 

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat

20 સપ્ટેમ્બરે કચ્છમાં ભૂક્કા બોલાવશે મેઘરાજા
20મી તારીખ એટલે કે બુધવારે કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 19 સપ્ટેમ્બરે બનાસકાંઠામાં પડશે અતિભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે. જળાશયોમાં વરસાદના કારણે જળ તાંડવની શક્યતા રહેશે. બનાસકાંઠા ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છના વાગડ સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડશે. કચ્છમા ભારેથી અતિભારે વરસાદના કારણે સતર્ક રહેવું જરૂરી છે. 

ગુજરાતમાં 'ભારે વરસાદ'ની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં આજે મેઘરાજા તૂટી  પડ્યા, જાણો કયા-કયા વિસ્તારોને ધમરોળ્યા | today heavy rainfall in many  districts of Gujarat ...

કચ્છમાં પડશે ભારે વરસાદઃ અંબાલાલ પટેલ 
તેમણે જણાવ્યું કે, કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદીપુર, માંડવી, જખાઉ, નખત્રાણા અને ભુજમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત થરાદ, વાવ, ઈકબાલગઢ, તખતગઢ, કાંકરેજ, સૂઈગામના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. સાથે જ જામનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને હળવદમાં પણ વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ અન્ય ભાગોમાં વરસાદની શક્યતા છે.

વરસાદી સિસ્ટમ 21 સપ્ટેમ્બરે અરબ સાગરમાં જશેઃ અંબાલાલ પટેલ
તેઓએ જણાવ્યું કે, આગામી 23-24 સપ્ટેમ્બર સુધી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘમહેર રહેશે. આ સમયગાળા દરમિયાન મુંબઇ-મહારાષ્ટ્રના ભાગો સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.  ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ પંચમહાલના વિસ્તારોમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, હાલ ચાલતી વરસાદી સિસ્ટમ 21 સપ્ટેમ્બરે કચ્છ થઇને અરબ સાગરમાં પહોંચશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Rain forecast monsoon rain in gujarat rain in gujarat ગુજરાતમાં વરસાદ ગુજરાતી ન્યૂઝ ભારે વરસાદની આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી વરસાદની આગાહી rain forecast in gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ