બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / PTI Imran khan published a Video said 70 population is with us

વિશ્વ / 'તબાહીના રસ્તા પર પાકિસ્તાન, સીરિયા-લીબિયા જેવા થશે હાલ': પૂર્વ પીએમ ઈમરાન ખાને વીડિયો સંદેશ કર્યો જાહેર

Vaidehi

Last Updated: 07:51 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનનાં પૂર્વ PM ઈમરાન ખાને દાવો કર્યો છે કે તેમની પાર્ટીનાં 7.5 હજારથી વધારે લોકો હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ કર્યા વગર તેમને ગુનેગાર માનવામાં આવ્યાં છે.

  • ઈમરાન ખાને વીડિયો કર્યો પોસ્ટ
  • આર્મી ચીફ પર કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ
  • કહ્યું પાકિસ્તાની સેના ચૂંટણીથી ડરે છે

ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાની સેના ચૂંટણીઓથી ડરે છે. હાલમાં ઈમરાન ખાને એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે કહ્યું કે જો ચૂંટણી થાય છે અને તેઓ PM બને છે તો તે પાકિસ્તાનનાં આર્મી ચીફને હટાવશે નહીં. એટલું જ નહીં તેમણે આર્મી ચીફ પર પોતાના વિરુદ્ધ કાવતરું રચવાનો આરોપ પણ મૂક્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તહરીક-એ- ઈંસાફે વગર કોઈ પુરાવાએ પાર્ટીનાં 7.5 હજાર લોકોને કસ્ટડીમાં રાખ્યાં છે. આ સિવાય પાકિસ્તાનમાં ચાલી રહેલી હિંસા અંગે પણ સ્પષ્ટતા કરી છે.

દેશની 70% આબાદી અમારા સમર્થનમાં-ઈમરાન
ઈમરાન ખાને દાવો કર્યો છે કે દેશની 70% આબાદી તેમનાં સમર્થનમાં છે. લાહોરનાં જમાન પાર્ક સ્થિત તેમના ઘરમાં પોલીસે તપાસ હાથ ધરી તે વિષય પર ઈમરાન ખાને કહ્યું કે કમાંડોઝે તેમના ઘરને ચારેય તરફથી ઘેરી લીધું છે અને તેમનાં અવર-જવરનો રસ્તો પણ બંધ કરી દીધો છે.

તબાહીનાં રસ્તા પર પાકિસ્તાન
પાકિસ્તાનમાં ચાલી રહેલી હિંસાને લઈને તેમણે કહ્યું કે કંઈ પણ થઈ જાય તે પાકિસ્તાન છોડીને નહીં જાય.પાકિસ્તાન વિનાશનાં રસ્તે જઈ અને સીરિયા-લીબિયા જેવું થઈ જાય તેવું તે બિલકુલ ઈચ્છતા નથી .

તેમણે કહ્યું કે,' આપણાં દેશમાં નફરત ફેલાવવામાં આવી રહી છે. આવું ક્યારેય નહોતું વિચાર્યું કે મહિલાઓ સાથે આવી રીતે વર્તન કરવામાં આવશે. 7000થી વધારે સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં મહિલાઓ પણ છે. આપણાં દેશમાં આવું પહેલાં ક્યારેય નથી થયું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ