બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / property transfer without any dispute know which process you should follow

કામની ખબર / પરિવારમાં પ્રોપર્ટીને કરવી છે ટ્રાન્સફર? તો ફૉલો કરો આ પ્રોસેસ, વગર વિવાદે કામ થઇ જશે આસાન

Bijal Vyas

Last Updated: 02:07 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારી પ્રોપર્ટી બાળકોના નામે ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તેની પદ્ધતિઓની જાણકારી હોવી જોઈએ.

  • કોઈપણ વિવાદ વિના તમારી પ્રોપર્ટી તમારા બાળકો નામે ટ્રાન્સફર કરી શકો છો
  • નોમિનેશન દ્વારા માતા-પિતા તેમના બાળકો વચ્ચે પ્રોપર્ટી વહેંચી શકે છે
  • મુશ્કેલી વિના પ્રોપર્ટી ટ્રાન્સફર કરવા માટે તમારી પાસે સંબંધિત પ્રોપર્ટીના સંપૂર્ણ દસ્તાવેજો હોવા સૌથી જરૂરી છે

Property Transfer:વૃદ્ધાવસ્થામાં બધા માતાપિતા તેમના જીવનભરની કમાણીમાંથી બનાવેલી પ્રોપર્ટી બાળકોના નામે કરી દેતા હોય છે. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે જ્યારે માતા-પિતાની મિલકતના ભાગલાની વાત આવે છે ત્યારે બાળકો વચ્ચે ઝઘડો થાય છે. જો કે, એવી ઘણી રીતો છે જેની મદદથી તમે આ વિવાદોથી બચી શકો છો. પરંતુ તેના માટે તમારે આવી પદ્ધતિઓ વિશે જાણકારી હોવી જરૂરી છે.

જો તમે પણ તમારી પ્રોપર્ટી તમારા બાળકો અથવા પરિવારના અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છો, તો આવો પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાની પદ્ધતિ વિશે જાણીએ... આ પદ્ધતિઓ અપનાવીને, તમે કોઈપણ વિવાદ વિના તમારી પ્રોપર્ટી તમારા બાળકો નામે ટ્રાન્સફર કરી શકો છો.

પ્રોપર્ટીના દસ્તાવેજ થઇ ગયા છે ગુમ! તો ચિંતા ન કરો, જાણો કેવી રીતે મળશે  ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ્સ if lost your property document how to apply for  duplicate papers

નોમિનેશન દ્વારા પ્રોપર્ટી ટ્રાંસફર 
નોમિનેશન દ્વારા માતા-પિતા તેમના બાળકો વચ્ચે પ્રોપર્ટી વહેંચી શકે છે. આ રીતે, તમે તમારી પ્રોપર્ટી તમામ બાળકોમાં સમાનરૂપે વહેંચી શકો છો. માતા-પિતા નોમિનેશન દ્વારા તેમની પ્રોપર્ટી ટ્રાન્સફર કરી શકે છે, તેમજ જો તેઓ તેમના નોમિનેશનમાં ફેરફાર કરવા માંગતા હોય, તો તેઓ અન્ય કોઈપણ નામની પણ નોંધણી કરાવી શકે છે. આ રીતે પ્રોપર્ટીના ટ્રાન્સફર પર ઉદ્ભવતા વિવાદનો ભય ઘણો ઓછો છે.

વસિયત દ્વારા કરો વહેંચણી
માતા-પિતા તેમની મિલકત બાળકોમાં વહેંચવા માટે વસિયતનામું પણ બનાવી શકે છે. વિલમાં તેઓ આ મિલકતનો ભાગ કોને આપવા માગે છે તે કહેવાની સુવિધા પણ મળે છે. ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 મુજબ, વિલ એ કાયદેસર રીતે માન્ય દસ્તાવેજ છે. જેમની પાસે વધુ મિલકત હોય છે, તેઓ પોતાનું વિલ અગાઉથી રાખે છે. આ કારણે, મિલકતના માલિકના મૃત્યુ પછી પણ, તેની ઇચ્છા અનુસાર, તેની મિલકતનો અધિકાર ફક્ત પાત્ર વ્યક્તિને જ મળે છે.

Topic | VTV Gujarati

પ્રોપર્ટીના વૈધ ડોક્યૂમેન્ટ થવુ જરુરી
કોઈપણ વિવાદ અને મુશ્કેલી વિના પ્રોપર્ટી ટ્રાન્સફર કરવા માટે તમારી પાસે સંબંધિત પ્રોપર્ટીના સંપૂર્ણ દસ્તાવેજો હોવા સૌથી જરૂરી છે. દસ્તાવેજ રાખવાથી તમને કોઈપણ વિવાદ ટાળવામાં મદદ મળે છે. આ સાથે, તમારી કુલ સંપત્તિ કેટલી છે તે દસ્તાવેજ દ્વારા ચકાસવું પણ સરળ છે. આ રીતે તમે તમારી પ્રોપર્ટી બાળકોના નામે ટ્રાન્સફર કરી શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ