બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Prime Minister Modi will address the Gujarat Panchayat Convention at GMDC Ground

ભવ્ય આયોજન / મહાસંમેલનમાં PM મોદીનું સંબોધન, ગામડામાં સરપંચ મહિલાના પતિ ગામનો વહીવટ ન કરે, બહેનો સક્ષમ છે

Vishnu

Last Updated: 05:49 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી  GMDC ગ્રાઉન્ડમાં ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધન કર્યું હતું જેમાં ગામડાના લોકો ગામનો અને શાળાનો જન્મદિવસ ઉજવે તેવુ સૂચન કર્યું હતું

LIVE Update 

5.35 PM

PM મોદીનું સંબોધન:ગામડામાં સરપંચ મહિલા હોય તો તેમનો પતિ ગામનો વહીવટ ન કરે, બહેનો સક્ષમ છે મોકો આપે

5.23 PM

PM મોદીનું સંબોધન: ખેડૂતોને કર્યું આહ્વાન કહ્યું પ્રાકૃતિક ખેતી કરો, ધરતી માં ને ઝેરની પીડાથી બચાવો

મહાસંમેલન LIVE: PM મોદીના સંબોધનના અંશો

  • ગ્રામ સ્વરાજને નિરંતર ગતિ આપવાનું કામ જનપ્રતિનિધીઓનું
  • ગુજરાતના ગ્રામીણ જીવનનું કામ દેશ માટે પ્રેરક બનશે
  • PM મોદીએ ગુજરાતીમાં કાર્યક્રમનું સંબોધન કર્યુ
  • આટલો મોટા કોરોનાને ભારતના ગામડાઓમાં પહોચતા ફીણ આવી ગ્યુ
  • ગામડાઓમાં કોરોનાની મહામારી દરમિયાન અદભૂત વ્યવસ્થા ગોઠવી
  • ગામડાના સૌ આગેવાનોને લાખ લાખ અભિનંદન
  • આપણા નાના ખેડૂતોએ કોરોના કાળખંડમાં પણ પાછીપાની નથી રાખી
  • દેશના અન્ન ભંડાર ભરવામાં ખેડૂતોએ કોઈ કચાસ નથી રાખી
  • ગુજરાતનું સૌભાગ્ય છે કે પુરૂષોથી વધુ પંચાયતનું પ્રતિનિધીત્વ મહિલાઓ કરે છે
  • સમરસ ગ્રામપંચાયતોનો વિચાર આપણા ગામડાઓએ સ્વિકાર્યો 
  • લોકસભા કે વિધાનસભામાં બે પક્ષો સામ સામે આવે તો વાંધો ન આવે 
  • ગામડાઓમાં એવી સ્થિતિ હતી કે બે પક્ષો સામે બોલે પણ નહી
  • વિનોબા જી કહેતા હતા કે ગામની સહમતીથી પ્રતિનિધીઓ નિમાય
  • આપણા સમરસના પ્રયોગને ગામડાઓએ સ્વિકાર્યો છે
  • અમારા ગામમાં કોઈ ગરીબ ન રહે તેવું મને ગામડાની બહેને કહ્યુ હતુ
  • હિંદુસ્તાનના એકે એક ગામના પ્રતિનિધીઓએ સંકલ્પ કરે તો ગરીબી ન રહે
  • ગામમાં જાન આવે એટલે સૌ એમ જ કહે કે મારા ત્યા જાન આવી છે
  • આખી જાનને ગામના લોકો સાંચવી લે એ ગામની તાકાત
  • દોઢ લાખથી વધુ જનપ્રતિનીધી એક સાથે વિકાસની ચર્ચા કરે એથી વિશેષ કઈ ન હોઈ શકે
  • ગામ આખુ ભેગુ થઈને શાળાના જન્મદિવસની ઉજવણી કરી શકે ?
  • શાળા એ ગામની ગૌરવ શક્તિ છે
  • શાળામાં ભણેલા તમામને ભેગા કરો 
  • નવી પેઢીને પણ શાળા પોતાની લાગતી થશે
  • આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યા છીએ
  • 2023 ઓગસ્ટ સુધી અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ
     

5.18 PM

ગુજરાત પંચાયત મહાસંમેલનમાં PM મોદીનું સંબોધન: શાળાઓ આપણાં ગામની શક્તિ છે, શાળાનો પણ જન્મદિવસ ઉજવો

5.11 PM
મહાસંમેલન LIVE: PM મોદીનું સંબોધન: કહ્યું ગુજરાતની પંચાયતમાં મહિલાનું સૌથી વધુ વર્ચસ્વ, યાદગાર કિસ્સો યાદ કર્યો

5.08 PM
મહાસંમેલન LIVE: PM મોદીનું સંબોધન શરૂ, ગુજરાતીમાં ભાષણ આપતા કહ્યું કેમ છો, ગામડાના લોકોનો માન્યો આભાર

5.00 PM

મહાસંમેલન LIVE: PM મોદીનું સંબોધન, લોકોને નમસ્કાર કરી ગુજરાત સરકારનો આભાર માન્યો

4.56 PM

PM મોદીના હસ્તે પંચાયતી રાજની કોફી ટેબલ બુકનું વિમોચન, થોડીવાર પ્રધાનમંત્રી કરશે સંબોધન

4.42 PM

ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલનું પંચાયત મહાસંમેલનમાં સંબોધન, કહ્યું ગુજરાતની પંચાયતો માટે કેન્દ્ર સરકારે સૌથી વધુ ગ્રાન્ટ ફાળવી, ગુજરાત સરકાર સહિત તમામ સરપંચો ગ્રામજનો અને શહેરના લોકો પણ પીએમ મોદીનો આભાર માને છે

4.35 PM

PM મોદીની સ્ટેજ પર સ્વાગત વિધિ, CM ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલે બુકે આપી કર્યું સ્વાગત

4.30 PM

PM મોદી GMDC પહોંચ્યા, મોદી મોદીના નારાથી ગુજયું ગ્રાઉન્ડ 

4.17 PM
PM મોદી ગાંધીનગરથી GMDC ગ્રાઉન્ડ આવવા નીકળ્યા છે,  થોડીવારમાં જ ગુજરાત પંચાયત મહાસંમેલનમાં દોઢ લાખથી વધુ લોકોને સંબોધન કરશે

3.45 PM
પ્રધાનમંત્રી મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસના પ્રથમ દિવસે એરપોર્ટથી માંડી કમલમ સુધી વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કમલમમાં  ગુજરાત ભાજપના 500થી વધુ નેતાઓ સાથે બેઠક બાદ બપોરે 1:30 વાગ્યાની આસપાસ રાજભવન ખાતે પહોંચ્યા હતા. જ્યાં બપોરે 4 વાગ્યા સુધી રોકાણ કરશે જે બાદ  GMDC ગ્રાઉન્ડમાં પંચાયત મહાસંમેલનને સંબોધન કરવા પહોંચશે. પીએમ મોદીના પ્રવાસને લઈ ભાજપ કાર્યકર્તા અને ગુજરાત ભરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ  GMDC ગ્રાઉન્ડની અંદર તેમજ બહાર લોકોથી ભરચક જોવા મળ્યું રહ્યું છે. અંદાજે દોઢ લાખ કરતા વધુ લોકોની ઉપસ્થિતિ રહેશે. જજીસ બંગલોથી GMDC ગ્રાઉન્ડ સુધી ભારે ભીડ જોવા મળી રહી છે. અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

બપોરે 4 વાગ્યે 
GMDC માટે રવાના થશે પ્રધાનમંત્રી મોદી  

સાંજે 4:30થી 5:30 વાગ્યે
GMDCમાં પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે  
પંચાયત મહાસંમેલનમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન  
જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ પ્રમુખો અને સભ્યો તથા ગ્રામ પંચાયતના તમામ સરપંચો અને સભ્યો સાથે સીધો સંવાદ
ગુજરાતમાં 33 જિલ્લા પંચાયતો, 248 તાલુકા પંચાયતો અને 14,500 થી વધુ ગ્રામ પંચાયતો
‘ગુજરાત પંચાયત મહાસંમેલન આપનું ગામ, આપનું ગૌરવ’માં 1 લાખથી વધુ પ્રતિનિધિઓ હાજર રહેશે
રાજ્યની પંચાયતી રાજ સંસ્થાઓના ત્રણેય જોડાણોના 1 લાખથી વધુ પ્રતિનિધિઓ રહેશે હાજર 

સાંજે 5:30 વાગ્યે
PM મોદી રાજભવન રવાના થશે  
પ્રધાનમંત્રી મોદી રાજભવન ખાતે યોજશે બેઠક  
રાજભવનમાં કરશે રાત્રિ રોકાણ કરશે પ્રધાનમંત્રી  

પ્રધાનમંત્રી મોદી બાદ અમિત શાહ પણ ગુજરાતમાં

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ટૂંક સમયમાં પહોંચશે અમદાવાદ એરપોર્ટ
  • સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં આપશે હાજરી
  • ગાંધી આશ્રમ રી-ડેવલોપમેન્ટ બેઠકમાં પણ અમિત શાહ આપશે હાજરી

કમલમમાં ભવ્ય સ્વાગત
વતનમાં બે વર્ષ બાદ પીએમ મોદી પરત ફરતા કાર્યકરો અને જનતાનો હરખ સમાતો નથી.  એરપોર્ટથી કમલમ સુધીના રોડ શોમાં તો પીએમ મોદી જનતાનો પ્રેમ જોઇને ગદ ગદ થઇ ગયા.તેઓના ચહેરા પર જીતની ખુશી અને લોકો તરફથી મળતો પ્રેમ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.  ત્યારે જેવા પીએમ મોદી ગાંધીનગર કમલમ કાર્યાલયમાં એન્ટર થયા ત્યારે  રાજા મહારાજાને છાજે તેવુ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું,

નાસિક ઢોલથી થઇ શરુઆત
પીએમ મોદી કમલમની નજીક પહોંચવા આવ્યા ત્યારે બંને બાજુ નાસિક ઢોલ વાગી રહ્યા હતા. ઢોલ નગારાના નાદની વચ્ચે પીએમ મોદીની ભવ્ય એન્ટ્રી થઇ. આ દરમિયાન પીએમ મોદી બંને હાથે વિક્ટરી સાઇન દર્શાવતા જોવા મળ્યા હતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી જન્મ ભૂમિમાં બે વર્ષની બાદનું આ આગમન જોરોશોરોથી કરવામાં આવ્યુ હતું.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું તો હજી રણશિંગુ ફુંકાયુ છે પરંતુ ચાર રાજ્યોમાં જીતની ખુશી પીએમ મોદીના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી.

દિગ્ગજોએ કર્યુ પીએમ મોદીનું સ્વાગત
કમલમમાં એન્ટર થતા જ નીતિન પટેલ, રુપાણી સહિતના દિગ્ગજો દ્વારા પુષ્પ આપીને પીએમ મોદીનું સ્વાગત કર્યુ. કાર્યકરો પીએમ મોદીને પગે લાગતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સ્વાગતમાં ઉપસ્થિત સૌ કોઇએ પીએમ મોદી જેવી જ લાલ ટોપી પહેરી હતી. પીએમ મોદીની મુલાકાતમાં લાલ ટોપી એક આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ભવ્ય રોડ શોમાં મોદી મોદી અને જય શ્રી રામના લાગ્યા નારા
વ઼ડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના લુક અને ડ્રેસિંગને લઇને  ચાહકોના મનમાં એક અલગ જ છાપ છોડી જાય છે. ત્યારે આ વખતે ગુજરાત મુલાકાતમાં તેમણે  સિમ્પલ પહેરવેશમાં જોવા મળ્યા. સફેદ ઝભ્ભો, લાલ ટોપી અને સફેદ ખેસ સાથે ગોગલ્સ પહેરેલા જોવા મળ્યા.વી ફોર વિક્ટરીનો સિમ્બોલ જ્યારથી રોડ શોની શરુઆત થઇ ત્યારથી પીએમ મોદીના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી હતી. ચાર રાજ્યોમાં જીતની ખુશીની આ લહેર  લોકોમાં પણ જોવા મળી. મોદી મોદીના નારા સાથે રોડ રસ્તા ગુંજી ઉઠ્યા. તો પીએમ મોદી પણ શરુઆતથી જ વિક્ટરી સિમ્બોલ બતાવતા જોવા મળ્યા. 

એરપોર્ટ પર મહાસ્વાગત વિધિ
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજ્ય સરકાર દ્વારા પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એરપોર્ટની બહાર યુક્રેનથી પર આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા અંતર્ગત પોસ્ટર, પ્લે કાર્ડ સાથે PM મોદીનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ પોતાના વાલીઓ સાથે સર્કિટ હાઉસ સાથે આવ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ