બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Prashant Kishor Declines Offer To Join Congress

રાજનીતિ / અટકળોનો અંત, પ્રશાંત કિશોરે ઠુકરાવી કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર, જાણો શું આપ્યું કારણ

Hiralal

Last Updated: 04:39 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં સામેલ થવાને લઈને મોટા સમાચાર આવ્યાં છે. રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું કે પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર ઠુકરાવી દીધી છે.

  • ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે નહીં જોડાય
  • કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું ટ્વિટ
  • પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર ઠુકરાવી
  • પાર્ટીને મારા કરતા વધારે જરુર મજબૂત લીડરશીપની છે- પ્રશાંત કિશોર
  • ઘણા સમયથી કોંગ્રેસમાં સામેલ થવાની ચાલતી હતી અટકળો

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને મોટા સમાચાર આવ્યાં છે. પ્રશાંત કિશોરના ઘણા સમયથી કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ચાલતી હતી. પરંતુ હવે તેઓ કોંગ્રેસમાં સામેલ નહીં થાય તેવો સત્તાવાર ખુલાસો થઈ ગયો છે. 

સુરજેવાલાએ ટ્વિટ કરીને કરી જાહેરાત 

સુરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું કે પ્રશાંત કિશોર સાથેની ચર્ચાવિચારણા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024ની રચના કરી હતી અને કિશોરને કોંગ્રેસમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ હવે તેમણે કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર ઠુકરાવી દીધી છે. તેમણે કહ્યું કે અમે કિશોરના પ્રયાસો અને સૂચનોને કદર કરીએ છીએ. 

પ્રશાંત કિશોરનું ટ્વિટ, પાર્ટીને મારા કરતાં વધારે મજબૂત લીડરશીપની જરૂર

કોંગ્રેસમાં જોડાવવાની ઓફર ઠુકરાવ્યા બાદ પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને જણાવ્યું કે કોંગ્રેસને મારા કરતા વધારે  મજબૂત લીડરશીપની જરુર છે. કિશોરે કહ્યું કે ઈએજીના ભાગરુપે કોંગ્રેસમાં સામેલ થવાની પાર્ટીની ઉદાર ઓફરનો હું અસ્વીકાર કરું છું. મારા નમ્ર મત પ્રમાણે, મારા કરતા પાર્ટીને વધારે મજબૂત અને સામૂહિક નેતૃત્વની જરુર છે જે ઐતિહાસિક સુધારા દ્વારા ઊંડે સુધી ખૂંપાયેલી સંસ્થાગત સમસ્યાઓ દૂર કરી શકે. 

પાર્ટીએ પ્રશાંત કિશોરને પૂરી આઝાદી સાથે કામ કરવાનો અધિકાર નહોતો આપ્યો-સૂત્રોનો દાવો 

સૂત્રોએ એવો દાવો કર્યો કે પાર્ટીએ પ્રશાંત કિશોરને પૂરી આઝાદી સાથે કામ કરવાનો અધિકાર આપ્યો નહોતો.  સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેઓ અન્ય કોઇ પાર્ટી સાથે કામ નહીં કરે પરંતુ કોંગ્રેસને ફુલ ટાઇમ આપશે. એક દિવસ પહેલા, પીકેની આઈપીએસી એ કેસીઆર સાથે જોડાણ કર્યું છે, જે હેઠળ કંપની 2024 ની વિધાનસભાની ચૂંટણી માટે એક વ્યૂહરચના તૈયાર કરશે.

પ્રશાંત કિશોરને શું ઈચ્છતા હતા
એવા પણ અહેવાલો છે કે પ્રશાંત કિશોર ઇચ્છતા હતા કે તેઓ સીધા જ કોંગ્રેસના ટોચના નેતૃત્વને રિપોર્ટ કરે. જોકે, ચૂંટણીની તૈયારીઓ માટે બનાવવામાં આવેલા એક્શન ગ્રુપમાં તેમને સ્થાન આપવામાં આવી રહ્યું હતું. બીજી તરફ, કેસીઆરની પાર્ટી સાથે આઇપીએસીનો કરાર પણ એક અવરોધ બનીને આવ્યો હતો. જો કે પીકે પહેલા પણ કહી ચુક્યા છે કે હવે તેમને કંપની સાથે કોઇ લેવા દેવા નથી. તેમ છતાં કંપનીના મહત્વના નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવે છે તે વાત સર્વવિદિત છે.

પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી સાથે કરી હતી બેઠક 

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પ્રશાંત કિશોર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠક કરી હતી અને વિસ્તારપૂર્વક પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારે એવું લાગતું હતું કે ટૂંક સમયમાં પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાશે અને ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે. પરંતુ હવે આ સત્તાવાર જાહેરાત સાથે આ અટકળોનો અંત આવ્યો છે.રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય તેવી કે.સી.વેણુગોપાલે જાહેરાત કરી છે. તેવામાં હવે ગુજરાતના રાજકારણમાં માટે પણ મોટા સમાચાર મળી રહ્યા છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવવાનું ટાળતા ખોડલધામ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની પણ શક્યતાઓ ઘટી ગઇ છે. કારણ કે એવી શક્યતાઓ સેવાઈ રહી હતી કે પ્રશાંત કિશોર બાદ નરેશ પટેલ કોંગ્રેસમાં પ્રવેશ કરશે. નરેશ પટેલે કોંગ્રેસ હાઈ કમાન્ડ પાસે ડિમાન્ડ કરી હતી કે પ્રશાંત કિશોરને ચૂંટણીની બાગડોર સોંપવામાં આવે, તો જ કોંગ્રેસમાં તેઓ જોડાશે તેવી શરત મૂકી હતી. પરંતુ પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ઠુકરાવી દેતા હવે નરેશ પટેલ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ