બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / poulomi patel Gujarati girl inspirational story

પ્રેરણા / મોતને મહાત આપી, મનગમતા માણીગર અને પોતાના પ્રતિબિંબ સમી દીકરી મેળવનારી ગુજરાતી ગર્લની સંઘર્ષગાથા

Published By: Gayatri

Last Updated: 01:00 PM, 2 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વાત કરવી છે પૌલોમી પટેલની. વેદનાથી વિજય સુધીની યાત્રાની. 2001ના ઉનાળું વેકશનમાં દરેક બાળકની જેમ વેકેશનની મજા માણી રહેલી પૌલૌમી જીવનમાં એક એવી દુર્ઘટના ઘટી કે તેણે 16 વર્ષ સુધી 45 સર્જરી કરાવવી પડી. એટલું જ નહીં પરંતુ તેણે એમ છતાં હિંમત હાર્યા વગર જીવનથી ભરેલી આ યુવતી કોઈ પ્રેરણાથી કમ નથી. મોતને મહાત આપી મનગમતો માણીગર મેળવીને હાલ આ યુવતીના લગ્નજીવન બાગમાં મીઠી મધુરી મીસરી જેવી દીકરી પણ છે.

  • 12 વર્ષની  પૌલોમી 8 મહિના સુધી હોસ્પિટલમાં રહી 
  • 45 સર્જરી કરવામાં આવી
  • તેનું શરીર 75 થી 80 ટકા સુધી દાઝી ચુક્યુ હતુ

વાત જાણે એમ હતી કે, 2001માં મુંબઈમાં રહેતી  પૌલોમી પટેલ વેકેશન માટે હૈદરાબાદ ગઈ. માતા-પિતાનું એકનું એક સંતાન વેકેશનની મજા માણવા હૈદરાબાદ ગઈ હતી. અહીં પિતરાઈ સાથે તે પણ અન્ય નિર્દોષ બાળકોની જેમ રમતી હતી. ધોરણ છમાં અભ્યાસ કરતી  પૌલોમીની ઉમંર હતી માત્ર 12 વર્ષ.

શું ઘટી હતી દુર્ઘટના?

12 વર્ષની  પૌલોમી તેની પિતરાઈ બહેન સાથે રમી રહી હતી. તે ઘરના બીજા માળે બાલ્કનીમાં રમતી હતી. ઘરના બધા વડીલો બપોરે આરામ કરી રહ્યા હતા. આ બંને છોકરીઓએ એક લોખંડના સળીયાના કિનારે એક વાસણ બાંધ્યું અને તેને ઘરની બહારની તરફ લટકાવ્યું. દરમિયાન  પૌલોમીના હાથમાંથી તે લોખંડનો સળીયો છટકી ગયો અને સીધો બહારથી પસાર થતા વાયર પર પડ્યો. તેને એવું લાગ્યું કે તે કપડાં સુકવવાની દોરી હશે અને તે સળીયાને તેમાંથી કાઢવાનો પ્રયત્ન કરવા માંડી. દરમિયાન તે હાઈટેન્શન વાયરમાંથી 11000 વોલ્ટનો કરન્ટ પસાર થયો અને તે તેની સાથે ચોંટી ગઈ. તેનાથી બચવા તેણે બાજુમાં પડેલી લોખંડની ખુરશી પકડી અને પછી જે થયુ તેણે પોલોમીની જીદગી બદલી નાંખી. તે ખરાબ રીતે દાઝી ગઈ અને તેનું શરીર દૂર ફંગોળાઈ ગયુ. અસહ્ય પીડાના ભારથી તેના પોપચા મિંચાઈ ગયા. 

માતા-પિતાની માથે આભ તુટી પડ્યુ

પૌલોમીના માતા-પિતા ભદ્રેશ અને રાજુલ પટેલની સ્થિતિ કફોડી થઈ હતી.  પૌલોમી તેમની એકની એક દીકરી હતી. પોલોમીની આ ગોઝારા અકસ્માત બાદ તુંરત જ તેના માતા-પિતા હૈદરાબાદ પહોંચ્યા.  આ વાત સાંભળીને તેના માતા-પિતાના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ અને તેઓ પહેલી ફ્લાઈટ પકડીને મુંબઈથી હૈદરાબાદ પહોંચી ગયા.  

હોસ્પિટલપહોંચી ત્યારે તેની હાલત ખરાબ હતી

પૌલોમીને તાત્કાલિક હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનું શરીર 75 થી 80 ટકા સુધી દાઝી ચુક્યુ હતુ. ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલો ખાઈ રહેલી  પૌલોમી મોતને મહાત આપીને જીંદગીમાં પાછી ફરી હતી પરંતુ ખરાખરીને જંગ હવે શરૂ થયો હતો. 

શું કહે છે ડોક્ટરો?

આ એક ચમત્કાર છે. આવા કેસમાં લગભગ તો દર્દીનું ઘટના સ્થળે જ મોત થાય છે. પણ  પૌલોમીના શરરીમાં કરન્ટ તેના જમણા હાથથી ડાબા હાથ અને પગમાંથી પસાર થઈ ગયો હતો. તેનો જમણો હાતના ખુરચા પોલી ગયા હતા. ડાબા પગની સ્કીન, મસલ્સ, ટીશ્યુ કંઈ જ બચ્યુ ન હતુ. દાઝેલાઓના વોર્ડમાં એક અઠવાડિયા સુધી તેના શરીર પર એક પણ કપડું પહેરાવી નહોતુ શકાયુ. જમણા હાથમાંથી ગેંગરીંન ફેલાઈ ગયુ હતુ. મુંબઈથી ડોક્ટરોને હૈદરાબાદ બોલાવાયા અને તેનો જમણો હાથ કાપી નંખાયો. 

એક મહિના પછી હૈદરાબાદ હોસ્પિટલમાંથી તેને એર એમ્બ્યુલન્સમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાવવામાં આવી. 12 વર્ષની  પૌલોમી 8 મહિના સુધી હોસ્પિટલમાં રહી હતી. દરમિયાન તેના પર 45 સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટર તેનો ડાબો હાથ અને ડાબો પગ બચાવવા માગતા હતા પરંતુ તેમાં સ્કીન અને મસલ્સ ન હોવાને કારણે ડૉક્ટરોએ તેનું પેટ કાપીને તેનો ડાબો હાથ બે મહિના સુધી જોઈન્ટ કરી દીધો. પછી 12 કલાકના ઓપરેશન બાદ તેના હાથમાં સેન્સરી નર્વ પ્લાન્ટ કરવામાં સફળતા મળી.

જાતે પુસ્તક લખ્યુ

આ સમયે તેની નિશાળના અધિકારીઓ અને શિક્ષકોએ પણ તેની તરફ સહાનુભૂતિ દર્શાવી. તેનો ઘણોખરો અભ્યાસ બગડી ચૂક્યો હોવા છતાં તેમણે તેને ઘરે રહીને જ એક વર્ષમાં ભણવાની વિશેષ સુવિધાઓ પૂરી પાડી. પૌલોમીએ આકરી મહેનત અને દૃઢ મનોબળ સાથે રાઇટરની મદદથી ઝળહળતી સફ્ળતા મેળવી બતાવી. તે જ વર્ષે તેને કૃત્રિમ હાથ જોડવામાં આવ્યો. શરૂઆતમાં તો તેનાં કૂણાં બાવડાં વડે એ કૃત્રિમ હાથનું વજન ઊંચકવાનું બહુ પીડાકારક લાગતું હતું, પરંતુ સતત મહાવરો કરતા રહીને તેણે હાથ વડે લખવાની ક્ષમતા કેળવી લીધી. તેણે રોજનું એક પૃષ્ઠ લખીને આખરે નાનકડું પુસ્તક પૂરું કર્યું અને તેનું નામ રાખ્યું ‘મટીલ્ડા – કેવો ભવ્ય વિજય’. તેણે ભણવાનું સતત ચાલુ રાખ્યું અને આખરે તેણે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે એમબીએની ડિગ્રી મેળવીને પોતાનો બિઝનેસ સંભાળે છે. 

મનગમતો મનનો માણિગર મળ્યો

ક્લાસમેટ સંદીપ ડેટવાની સાથેની 13 વર્ષની મિત્રતા પ્રણય અને પછી પરિણયમાં પરીણમી. આજે બંનેના પરિણયના ફુલ સમી દીકરી પણ તેમના લગ્નસંસારના બાગમાં મહેંકી રહી છે.મન હોય તો માળવે જવાય. 12 વર્ષની એ પોલોમી જેણે પોતાનું જીવન સાવ ખતમ થતા જોયુ પણ ફિનિક્સ પક્ષીની જેમ ફરી બેઠી થઈ અને હાલ તે સાવ સામાન્ય છોકરી જેવું જીવન વિતાવે છે. હા શરીરના ભરોસા કરતા આત્માવિશ્વાસને ભરોસે. 

સંકળાયેલા મુદ્દાઓ

Sundeep jetwani ahmedabad inspirational story mubai paulami patel પૌલોમી પટેલ પ્રેરણા મુંબઈ સંદિપ જેટવાની હૈદરાબાદ inspirational story

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ