બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Politics heated up with the video of BJP candidate Bharat Singh Dabhi

પાટણ / ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના વીડિયોથી રાજકારણ ગરમાયું, ગ્રાન્ટમાં ટકાવારી ન લીધી હોવાનું આપ્યું નિવેદન

Ajit Jadeja

Last Updated: 03:00 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાહેરસભામાં ટકાવારીને લઈને વાત કરતા તર્કવિતર્ક શરૂ થયા છે. નેતાજીએ ચૂંટણી સમયે ટકાવારીની વાત કરવાની કેમ જરૂર પડી તે સૌથી મોટો સવાલ

 
પાટણથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના વીડિયોથી રાજકારણ ગરમાયું છે. જાહેરસભામાં ટકાવારીને લઈને વાત કરતા તર્કવિતર્ક શરૂ થયા છે. નેતાજીએ ચૂંટણી સમયે ટકાવારીની વાત કરવાની કેમ જરૂર પડી તે સૌથી મોટો સવાલ છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. મે મારા હોદ્દાની ગરીમા જાળવી કામ કર્યા છે. ક્યારેય કોઈ સરપંચ,ડેલિગેટ કે નાગરિક પાસેથી ટકાવારી નથી માગી. ભરતસિંહ ડાભીના વીડિયોને લઈને લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે. દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નેતાઓ તેમના નિવેદનોને લીધે ચર્ચામાં આવતા હોય છે. પાટણના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનો વિડિયો વાયરલ થયો છે. ચાણસ્માના પિપળ ગામે યોજાયેલ જાહેર સભામાં ભરતસિંહ ડાભીએ સાંસદને મળતી ગ્રાન્ટમાંથી કોઇપણ સરપંચ, ડેલિગેટ કે નાગરિક પાસેથી મે ક્યારેય ટકાવારી નથી માગી તેવું નિવેદન કર્યુ હતું. જે ચર્ચાનો વિષય બન્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ